Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૧-૧-ર૦ર૧ સોમવાર
માગસર વદ-૧૩, શિવરાત્રી, વિંછુડો-૯-૦૯ સુધી
ભદ્રા ૧૪-૩૩થી રપ-ર૭ સુધી
સૂર્યોદય-૭-૩૦, સૂર્યાસ્ત-૬-૧૮,
જૈન નવકારશી-૮-૧૮
ચંદ્ર રાશિ- વૃશ્ચિક (ન.ય.)
૯-૦૯થી ધન (ભ.ફ.ધ.ઢ.)
નક્ષત્ર-જયેષ્ઠા
દિવસ- શુભ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૩૩થી અભિજીત-૧૩-૧૭ સુધી,
૭-૩૦ થી અમૃત-૮-પ૧ સુધી,
૧૦-૧ર થી શુભ-૧૧-૩૪ સુધી, ૧૪-૧૬-થી ચલ-લાભ-અમૃત-ચલ-૧૯-પ૯ સુધી
શુભ હોરા
૭-૩૦થી ૮-ર૪ સુધી, ૯-૧૮થી ૧૦-૧ર સુધી, ૧ર-૦૧થી ૧૪-૪૩ સુધી ૧પ-૩૭થી ૧૬-૩ર સુધી
બ્રહ્માંડના સિતારા
આજે સોમવાર અને તેરશ હોય આજના દિવસે શિવરાત્રી અને સોમવાર હોય વધુ મહત્વનો દિવસ કહી શકાય-જીવનમાં કોઇપણ કાર્યપ્રત્યે જો લગાવ રાખશો તો જરૂરથી થાક ઓછો લાગે અથવા નહીં લાગે અને કાર્યમાં સફળતા મળશે. કોઇ પણ કાર્યમાં નિષ્ફળતાને લઇને હતાશ ન જવું-આત્મવિશ્વાસ વધારે તેવી વ્યકિતની સાથે સંપર્કમાં રહેવું. શ્રદ્ધા અને અંધ શ્રદ્ધાનો ભેદ જાણવો ચમક દમક મેળવવા ખોટુ ન કરવું અથવા ચમક-દમક જોઇને અંજાઇ ન જવું, પરીક્ષાનો ભાર ન રાખવો- પરીક્ષની સફળતા કરર્તા જીવનની સફળતા જરૂરી છે. આર્થિક બાબતોને સફળતા ન ગણાવી આર્થિક બાબતો જરૂરી છે તેની સાથે સાથે સાદગી પણ જરૂરી છે. નિષ્ફળતા કાયમી નથી હોતી નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. જન્મનો સૂર્ય ગુરૂ સાથે હોય તો જબરો રાજયોગ બનાવે છે. તેઓના આશિર્વાદ મેળવવા.