Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૦-૧૦-ર૦૧૯, ગુરૂવાર
આસો સુદ-૧ર
પંચક, સ્થિર યોગ-૧૯-પરથી ર૬-૧૩, રવિયોગ પ્રારંભર૬-૧૪
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-કુંભ
મંગળ-કન્યા
બુધ-તુલા
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪ર
સૂર્યાસ્ત-૬-ર૬,
જૈન નવકારશી-૭-૩૦
ચંદ્રરાશિ-કુંભ (ગ,સ)
નક્ષત્ર-શતતારા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૪ર થી શુભ-૮-૧૦ સુધી, ૧૧-૦૬ થી ચલ-લાભ-અમૃત-૧પ-૩૦ સુધી, ૧૬-પ૮થી શુભ-અમૃત-ચલ-ર૧-૩૦ સુધી,
શુભ હોરા
૬-૪ર થી ૭-૪૧ સુધી,
૯-૩૮થી ૧ર-૩૪ સુધી,
૧૩-૩૩ થી ૧૪-૩૧ સુધી,
૧૬-ર૯થી ૧૯-ર૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
જેઓની જન્મ કુંડલીમાં કેન્દ્રમાં શનિ રહેલ હોય તેઓ કોઇ અલોકિક શકિતઓ થકી જીવતા હોય છે. મતલબ કે તેઓની અંદર અલૌકિક શકિતઓ હોય છે. બુદ્ધિ પ્રતિભા, સતેજ હોય છે. આવી વ્યકિતઓ ખૂબજ ધીરજ પૂર્વક પોતાના કાર્યને વળગી રહે છે. અને પોતાના કાર્ય તરફ આગળ વધે છે. આવા લોકો ઘરમાં કયારેક અશાંતિ ઉભી કરતા હોય છે. જન્મકુંડલીમાં જો સાતમે શનિ હોય તો આવી વ્યકિત જીવન સાથી સાથે સ્વાર્થવૃત્તિ રાખે છે અને લગ્ન જીવન તકલીફો વાળુ રહે છે. જો શનિની સાથે ગુરૂ હોય તો આવી વ્યકિત લગ્ન જીવનમાં એડજેસ્ટમેન્ટ કરીને ચલાવે છે. આવી વ્યકિતઓ કયારેક હલકા મનોવૃતિ પણ રાખતા હોય છે. ભાઇ-બહેનોના પરિવારના મિલકતમાં મલતા હકકો પોતે લઇ લ્યે છે.