Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્‍વીસન-ર૦૧૮
તા.૧૦-૧૦-ર૦૧૮ બુધવાર
આસો સુદ-૧, બીજનો ક્ષય છે. ઘટ સ્‍થાપન ૭-ર૬ પહેલા, શારદીય નવરાત્રિ, ચંદ્રદર્શન
આજના ગ્રહો
સૂર્ય-કન્‍યા
ચંદ્ર-તુલા
મંગળ-મકર
બુધ-તુલા
ગુરૂ-તુલા
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૬-૪ર, સૂર્યાસ્‍ત-૬-ર૬
જૈન નવકારશી-૭-૩૦
ચંદ્ર રાશિ-તુલા (ર,ત)
નક્ષત્ર-ચિત્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૪૩ થી લાભ-અમૃત-૯-૩૮ સુધી, ૧૧-૦૬ થી શુભ-૧ર-૩૪ સુધી, ૧પ-૩૦થી ચલ-લાભ-૧૮-ર૬ સુધી ૧૯-પ૮થી શુભ-અમૃત-ચલ-૦-૩૪ સુધી,
શુભ હોરા
૬-૪૩ થી ૮-૪૦ સુધી,
૯-૩૮થી ૧૦-૩૭ સુધી,
૧ર-૩૪ થી ૧પ-૩૦ સુધી,
૧૬-ર૯થી ૧૭-ર૭ સુધી
* બ્રહ્માંડના સિતારા : -
જન્‍મકુંડલીના ગ્રહોની સાથે સાથે જીવનમાં સફળતા માટે વહેવારીક અભિગમ પણ અપનાવવો જોઇએ-જન્‍મના ગ્રહો સારા હોય તો આવી વ્‍યકિતએ જીવનમાં વધારે ધ્‍યાન દેવું જોઇએ. કોઇ જાતની કુટેવ જીવનમાં ન પ્રવેશ કરે તેનું ધ્‍યાન રાખવું-જો શકય હોય તો રોજ હનુમાનજીના દર્શન કરવા-સવારે વહેલા ઉઠવાની ટેવ પાડવી જેથી સૂર્યને ઉર્જા મલે છે અને જીવનમાં સફળતા મેળવવામાં ગ્રહોની સહાય મળે છે. રોજ સૂર્ય નમસ્‍કાર કરવા પક્ષીને રોજ ચણ નાખવું જો શનિ કે ગુરૂની મહાદશા હોય અને શનિ કે ગુરૂ જો બળવાન હોય તો આવી વ્‍યકિતના જીવનમાં આ સમય વિશેષ લાભદાયક રહે છે.