Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૧૦-ર-ર૦૨૦,સોમવાર
મહાવદ- ૧, બીજનો ક્ષય,
ઇષ્ટિ, ગુરૂ પ્રતિપદા,
સૂર્યોદય-૭-ર૩,સૂર્યાસ્ત-૬-૩૯,
જૈન નવકારશી-૮-૧૧
ચંદ્રરાશિ- સિંહ (મ.ટ)
નક્ષત્ર-મઘા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-ર૩ થી અમૃત-૮-૪૮ સુધી ૧૦-૧ર થી શુભ-૧૧-૩૭ સુધી, ૧૪-ર૬થી ચલ-લાચ-અમૃત-ચલ-ર૦-૧પ સુધી
શુભ હોરા
૮૭-ર૩થી ૮-ર૦ સુધી, ૯-૧૬ થી ૧૦-૧ર સુધી, ૧ર-૦પ થી ૧૪-પ૪ સુધી, ૧૬-પ૧ થી ૧૬-૪૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
કોઇ એકજ રાશિને પનોતી હોય જેમ કે હાલ મિથુન-તુલા-મકર અને કુંભ અને ધન રાશિ વાળી વ્યકિતઓને પનોતી ચાલે છે જે રપ-જાન્યુઆરીના રોજ શરૂ થઇ છે તો આ બધી રાશિવાળાનો મુશ્કેલી જ થશે તેવું પણ ન જ માનવું કારણ કે ઘણી વખત પનોતીમાં ખૂબજ લાભ મલે છે અહીં તમારા જન્મના ગ્રહો જન્મના ગ્રહોની સાથે સાથે જન્મના કર્મો તમારા પરિવારના સભ્યોની સમજણ શકિત તમારા પોતાની પણ સમજણ શકિત આ બધું પણ કામ કરે છે. અહીં સામાન્ય રીતે પનોતી દરમ્યાન રોજ હનુમાનજીના દર્શન કરવા રોજ કોઇ સારૂ કાર્ય કરવું પક્ષીને ચણ નાખવું ર્જ ન કરવા કોઇની દેખા દેખી ન કરવી ઇર્ષ્યાવૃતિથી દૂર રહેવું (ક્રમસ)