Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૦-૧-ર૦૧૯,ગુરૂવાર
પોષ સુદ-૪, વિનાયક ચતુર્થી, સ્થિર યોગ-સૂર્યોદયથી ૧૭-રર, પંચક, ભદ્રા-૧૭-રર સુધી
આજના ગ્રહો
સૂર્ય-ધન
ચંદ્ર-કુંભ
મંગળ-મીન
બુધ-ધન
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-વૃશ્ચિક
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૩૦
સૂર્યાસ્ત-૬-૧૮
જૈન નવકારશી-૮-૧૮
ચંદ્ર રાશિ- કુંભ (ગ,સ)
નક્ષત્ર-શતતારા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૩૦થી શુભ-૮-પ૧ સુધી, ૧૧-૩૩ થી ચલ-લાભ-અમૃત-૧પ-૩૭ સુધી, ૧૬-પ૮થી શુભ-અમૃત-ચલ-ર૧-૩૭ સુધી,
શુભ હોરા
૭-૩૦થી ૮-ર૪ સુધી,
૧૦-૧ર થી ૧ર-પપ સુધી,
૧૩-૪૯થી ૧૪-૪૩ સુધી,
૧૬-૩૧થી ૧૯-રપ સુધી,
બ્રહ્માંડના સિતારા
આજના યુગમાં આર્થિક બાબતોને ખૂબજ પ્રાધાન્ય આપવામાં આવે છે અને તે જરૂરી પણ છે. કારણ કે આજીવીકા માટે નાણાની ખૂબજ જરૂરીયાત હોય છે. જો જન્મ કુંડલીમાં લગ્નેશ બળવાન હોય તો આવી વ્યકિત જીવનમાં જરૂરથી સફળતા મેળવી શકે છે. લગ્નેશ અને ભાગ્યેશની એકજ રાશિમાં હાજરી હોય તો પણ વ્યકિતની આર્થિક સ્થિતિ સારી હોય છે. જો ચંદ્રની સાથે મંગળ હોય તો લક્ષ્મીયોગ બને છે. ચંદ્ર ઉપર મંગળની દૃષ્ટિ હોય કે ચંદ્ર કર્મેશ થઇને કેન્દ્રમાં હોય તો પણ વ્યકિતની આર્થિક સ્થિતિ સારી હોય છે. જો સપ્તમેષ કેન્દ્ર ત્રિકોણમાં હોય તો લગ્ન પછી ભાગ્યોદય થાય છે અને લગ્ન પછી વ્યકિતને કોઇ સારી લાઇન મલે છે કે સારી નોકરી મલે છે જેનો પગાર પણ સારો હોય છે. મીલકતથી પણ લાભ મલી શકે છે સામેના પાત્રના ગ્રહો અને તેનું વ્યકિતત્વ મદદ કરી શકે છે.