Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૯-૮-ર૦ર૦,રવિવાર
શ્રાવણ વદ-૬,છઠ્ઠ વૃદ્ધિ તિથિ છે, પંચક ૧૬-૦૬ સુધી, રવિયોગ-૧૯-૦૬ થી
સૂર્ય-કર્ક
ચંદ્ર-મીન
મંગળ-મીન
બુધ-કર્ક
ગુરૂ-ધન
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૨૩,
સૂર્યાસ્ત-૭-ર૧
જૈન નવકારશી-૭-૧૧
ચંદ્ર રાશિ-મીન (દ.ચ.ઝ.થ.)
૧૬-૦૬ મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-રેવતી
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૦૦થી ચલ-લાભ-અમૃત-૧૨-પર સુધી, ૧૪-ર૯થી શુભ-૧૬-૦૭ સુધી, ૧૯-ર૧થી શુભ-અમૃત-ચલ-ર૩-૩૦ સુધી,
શુભ હોરા
૭-ર૮થી ૧૦-૪૩ સુધી, ૧૧-૪૭થી ૧ર-પર સુધી, ૧પ-૦ર થી ૧૮-૧૬ સુધી, ૧૯-ર૧થી ર૦-૧૬ સુધી
બ્રહ્માંડના સિતારા
દરેક વ્યકિતની અંદર કોઇને કોઇ શકિત છુપાયેલી હોય જ છે કોઇ પણ જાતની ડીગ્રી ન હોય કદાચ સ્કુલમાં એડમિશન જ ન લીધું હોય છતાં ખૂબજ બુદ્ધિશાળી હોય છે. ખૂબજ સારા કલાકાર હોય છે. કુદરતી ખૂબજ સારૂ ગીત ગાય શકે છે તો અદભૂત વ્યકિતત્વ હોય છે. સારા ટેઇલર હોય છે અને નામી લોકોના કપડા સીવતા હોય છે તો કોઇ હેર આર્ટ પણ હોય છે. જેમની નામના હોય છે. સારી રસોઇ માટે કોલોજની ડીગ્રી કામ નથી આવતી ટુંકમાં આ બધી કુદરતી ગોડ ગિફટ હોય છે. તમોને આવતા સ્વપનાઓ પણ તમોને કોઇ સારૂ માર્ગદર્શન આપે છે. તે સ્વપનાનું અર્થઘટન કરવું અને કુદરતી તમોને સંકેત આપે છે તે સમજવાની કોશિષ કરવી. અંધશ્રદ્ધા કે નંગ વીટીમાં ન પડવું નહીંતર જીવનમાં મુશ્કેલીઓ જ રહેશે.