Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૯-૬-ર૦૧૯ રવિવાર
જેઠ સુદ-૭,ભાનુ સપ્તમી,
રાજયોગ ૧પ-૪૯થી ર૪-૩૭
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-સિંહ
મંગળ-મિથુન
બુધ-મિથુન
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-વૃષભ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૩,
સૂર્યાસ્ત-૭-ર૭,
જૈન નવકારશી-૬-પ૧
ચંદ્ર રાશિ-સિંહ (મ,ટ)
નક્ષત્ર-મઘા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૪૪થી ચલ-લાભ-અમૃત-૧ર-૪૬ સુધી, ૧૪-ર૭થી શુભ-૧૬-૦૮ સુધી, ૧૯-ર૯થી અમૃત-ચલ-ર૩-ર૭ સુધી,
શુભ હોરા
૭-૧૧થી ૧૦-૩ર સુધી, ૧૧-૩૯થી ૧ર-૪૬ સુધી, ૧પ-૦૧ થી ૧૮-રર સુધી, ૧૯-ર૯થી ર૦-રર સુધી,
બ્રહ્માંડના સિતારા
આજ કોલમમાં અગાઉ વડીલો પાર્જીત મિલકત બાબતની ચર્ચા કરેલ. લગભગ મે મહિનામાં તેની નોંધ હતી તે બાબત ઘણા જ વાંચકોએ ફોન કરેલ- તેમાં ખાસ નોંધ હતી. માતા-પિતાની કે દાદા-દાદીની નાના-નાનીની મિલકતમાં દરેક ભાઇ-બહેનોનો હકક લાગે જ છે. પરણિત બહેન હોય કે વિદેશ વસવાટ કરતા ભાઇઓને પણ તેટલો જ હકક પોતાના વડીલોની મિલકતમાં લાગે છે તે મિલકત કે મકાનમાં રહેતા ભાઇઓને ભાડુ ચૂકવવું નથી પડતુ તે વધુ લાભ રહે છે. જન્મકુંડલીમાં જયારે સૂર્ય ત્રીજે સાતમે કે નવમે હોય અથવા લાભ સ્થાનમાં હોય ત્યારે આવો યોગ બને છે. શનિ રાહુની પનોતી દરમ્યાન આવી મિલકત પચાવી પાડવાની ઇચ્છા થાય છે અને આવા સમયમાં અંગત સલાહકાર પણ મદદ કરે છે પણ શનિ ન્યાયના દેવતા છે તેનું શું ?