Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૯/૩/ર૦૧૮- શુક્રવાર
ફાગણ વદ-૮
કાલાષ્ટમી, જૈન વરસીતપ પ્રારંભ
વિંછુડો ર૭-ર૭ સુધી,
ગુરૂ-વક્રી તુલામાં
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-ધન
બુધ-મીન
ગુરૂ-તુલા
શુક્ર-મીન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૦ર
સૂર્યાસ્ત-૬-પ૩,
જૈન નવકારશી-૭-પ૦
ચંદ્ર રાશિ- વૃશ્ચિક (ન.ય.)
ર૭-ર૭ થી ધન (ભ.ફ.ધ.ઢ.)
નક્ષત્ર-જયેષ્ઠા
માંગલીક કાર્યોનો શુભ સમય
૭-૦૩થી ચલ-લાભ-અમૃત-૧૧-ર૯ સુધી, ૧ર-પ૮ થી શુભ-૧૪-ર૬ સુધી, ૧૭-ર૪ થી ચલ-૧૮-પ૩ સુધી, ર૧-પપ થી લાભ-ર૩-ર૬ સુધી
શુભ હોરા
૭-૦૩ થી ૧૦-૦૦ સુધી,
૧૦-પ૯ થી ૧૧-પ૮ સુધી,
૧૩-પ૭ થી ૧૬-પ૪ સુધી,
૧૭-પ૩ થી ૧૮-પ૩ સુધી,
બ્રહ્માંડના સિતારા
જીવનમાં સફળતા માટે હંમેશા કાંઇક નવું વિચારવું જોઇએ. નવા યુગની સાથે દોડવું જોઇએ. જુની મેનેજમેન્ટ પદ્ધતિઓને વળગી રહેવાથી સંસ્થા પ્રગતિ નહીં કરે. ઘણી બધી જગ્યાએ સગાવાદને લઇને જે તે સંસ્થા કે કંપની દુડબી જાય છે તેની પાછળ ગ્રહોની સાથે સાથે સગાવાદ અને સગા-સબંધીઓને નોકરીમાં લેવા કે બોર્ડમાં રાખવા સંસ્થાને માટે નુકશાન કર્તા રહેશે. જયારે સંસ્થાના નામને શનિની અસર હોય રાહુ કે શનિને લઇને આવી સંસ્થા કે પેઢી ડૂબી જાય છે જેથી જયારે પણ થોડી તકલીફો જણાય તો સંસ્થાના કાર્યકર્તાઓએ તુરત જ વ્યૂહાત્મક પગલા લઇને કામ કરવું જોઇએ.