Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૯-૧-ર૦૨૦,ગુરૂવાર
પોષ સુદ-૧૪
ભદ્રા-ર૬-૩પ થી
સ્થિર યોગ-૧પ-૩૮થી ર૬-૩પ,
આજના ગ્રહો
સૂર્ય-ધન
ચંદ્ર-મિથુન
મંગળ-વૃશ્ચિક
બુધ-ધન
ગુરૂ-ધન
શુક્ર-મકર
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૩૦,
સૂર્યાસ્ત-૬-૧૮,
જૈન નવકારશી-૮-૧૭
ચંદ્રરાશિ-મિથુન (ક,છ,ઘ)
નક્ષત્ર-મૃગશીર્ષ
૧પ-૩૮થી આર્દ્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-ર૯થી શુભ-૮-પ૧ સુધી, ૧૧-૩૩ થી ચલ-લાભ-અમૃત-૧પ-૩૬ સુધી, ૧૬-પ૮થી શુભ-અમૃત-ચલ-ર૧-૩૬ સુધી, ર૩-૪૮થી શુભ-બુધ-ર-૦૦
શુભ હોરા
૭-ર૯થી ૮-ર૪ સુધી,
૧૦-૧ર થી ૧ર-પ૪ સુધી,
૧૩-૪૮થી ૧૪-૪ર સુધી,
૧૬-૩૦ થી ૧૯-રપ સુધી
બ્રહ્માંડના સિતારા
યુવક-યુવતિની સગાઇ બાબત ફકત આર્થિક બાબતોને ધ્યાનમાં લઇને જો કોઇ નિર્ણયો લીધા હોય તો પણ લગ્ન જીવનમાં તકલીફો રહે છે. અહીં મેળાપક બાબત પણ તકેદારી કેળવવી જોઇએ. જન્મ કુંડલીમાં જો ચંદ્રની સાથે શનિ હોય તો આવી વ્યકિત જલદીથી બીજાની વાતમાં આવી જાય અને જેને લઇને લગ્ન જીવનમાં તેની અસરો પડે છે. આવી વ્યકિત તો આત્મવિશ્વાસ નથી હોય પણ જો આવી વ્યકિતની કુંડલીમાં ગુરૂનું બળ સારૂ હોય તો આવી વ્યકિત ખૂબજ આત્મવિશ્વાસ રાખતી હોય છે અને જેને લઇને તેની પ્રગતિ ખૂબજ સારી થાય છે. આવી વ્યકિત રાજકારણમાં કે પછી કોઇ ધાર્મિક સંસ્થામાં સારી નામના પણ મેળવે છે.