Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૮-૧-ર૦૨૦,બુધવાર
પોષ સુદ-૧૩
ચંદ્રયુતિ રોહિણી, પ્રદોષ-રોહિણી, શુક્ર રાશિ પરિવર્તન કરશે
આજના ગ્રહો
સૂર્ય-ધન
ચંદ્ર-વૃષભ
મંગળ-વૃશ્ચિક
બુધ-ધન
ગુરૂ-ધન
શુક્ર-મકર
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૩૦,
સૂર્યાસ્ત-૬-૧૬,
જૈન નવકારશી-૮-૧૭
ચંદ્રરાશિ-વૃષભ (બ,વ,ઉ)
ર૭-૪૯થી મિથુન (ક,છ,ઘ)
નક્ષત્ર-રોહિણી
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-ર૯થી લાભ-અમૃત-૧૦-૧૧ સુધી, ૧૧-૩૩ થી શુભ-૧ર-પ૪ સુધી, ૧પ-૩૬ થી ચલ-લાભ-૧૮-૧૮ સુધી, ૧૯-પ૭થી શુભ-અમૃત-ચલ-૦-પ૪ સુધી,
શુભ હોરા
૭-ર૯થી ૯-૧૭ સુધી, ૧૦-૧પ થી ૧૧-૦૬ સુધી, ૧ર-પ૪ થી ૧પ-૩૬ સુધી, ૧૬-૩૦ થી ૧૭-ર૪ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો જન્મ લગ્નથી સાતમા સ્થાનમાં ચંદ્ર હોય તો આવી વ્યકિતને કોઇ ન ધારેલી ખૂબજ સમજદારી વ્યકિત સસાથે લગ્ન થાય છે. જો જન્મના ચંદ્રની ઉપર ગુરૂની દૃષ્ટિ હોય તો લગ્ન પછી ખૂબજ સારો ભાગ્યોદય થાય છે. જો સાતમા સ્થાનમાં સૂર્ય હોય તો વ્યકિતને સરકારી નોકરી કરતી વ્યકિત સાથે લગ્નની શકયતા વધી જાય છે અને સાથે સાથે લગ્ન જીવનમાં ગેર સમજો પણ થાય છે. અહીં ફકત કોઇ એક ગ્રહોને લઇને ફળાદેશ કરવું મુશ્કેલ હોય છે. સગાઇ લગ્ન બાબતપરિવારની આવકને પણ સમજવી પડે છે. જો આવકની તકલીફો હોય આવક કર્તા ખર્ચ વધુ રહેતું હોય તો પણ લગ્ન જીવનમાં મુશ્કેલીઓ ઉભી થાય છે.