Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૭-૧૦-ર૦ર૦,બુધવાર
અધિક આસો વદ-પ
રોહિતી, વ્યતિપાત-રપ-૩૦ સુધી, રવિયોગ પ્રારંભ-ર૦-૩૬, કુમાર યોગ-ર૦-૩૬ સુધી,
સૂર્ય-કન્યા
ચંદ્ર-વૃષભ
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪૧
સૂર્યાસ્ત-૬-ર૭
જૈન નવકારશી-૭-ર૯
ચંદ્ર રાશિ-વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-રોહિણી
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૪૧ થી લાભ-અમૃત-૯-૩૮ સુધી, ૧૧-૦૬ થી શુભ-૧ર-૩૪ સુધી, ૧૧-૦૬થી શુભ-૧ર-૩૪ સુધી, ૧પ-૩૧થી ચલ-લાભ-૧૮-ર૭ સુધી, ૧૯-પ૯થી શુભ-અમૃત-ચલ-ર૪-૩પ સુધી,
શુભ હોરા
૬-૪૧ થી ૮-૩૯ સુધી, ૯-૩૮થી ૧૦-૩૭ સુધી, ૧ર-૩૪ થી ૧પ-૩૧ સુધી, ૧૬-૩૦થી ૧૭-ર૯ સુધી
બ્રહ્માંડના સિતારા
ફળાદેશ-બાબત ફકત પુસ્તકોનું જ્ઞાન જરૂરી નથી, પણ સીકસ સેન્સ પણ ચોક્કસ જરૂરી છે તેની સાથે સાથે દરેક વ્યકિતએ પ્રેકટીસ થવું જોઇએ. જન્મના ગ્રહોને પણ જરૂરથી સમજવા જોઇઅ- કયાં ગ્રહો બળવાન છે અને કયારે સારો સમય છે જેથી તે સમયની તક સમજીને આગળ વધવુ઼ જોઇએ. કયારે નોકરીમાં બદલાવ કરવો કે પછી કોઇ ફેરફારો ન કરવા કયારેક આકર્ષક ઓફર પણ પાછળથી મુશ્કેલી ઉભી કરી શકે છે. જો નોકરી ધંધાનું સ્થાન કેવું છે અને હાલ ગોચરના ગ્રહો અને તેની મહાદશા કેવું ફળ આપશે. આ બધાની સાથે આત્મવિશ્વાસ પણ કેળવવો સાથે સાથે વધુ પડતી લાલચ કે મહત્વકાંક્ષાથી જાળવવું-રોજ સવારે પાંચથી દશ મીનીટ ઇશ્વર સ્મરણ કરવું.