Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૭-૮-ર૦૧૯ બુધવાર
શ્રાવણ સુદ-૭,
શિતળા સાતમ (દ.ગુજરાત), બુધ પૂજન,
ભદ્રા-૧૧-૪૧ થી ર૩-૦૧,
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-તુલા
મંગળ-કર્ક
બુધ-કર્ક
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-કર્ક
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૨ર,
સૂર્યાસ્ત-૭-ર૩,
જૈન નવકારશી-૭-૧૦
ચંદ્ર રાશિ- તુલા (ર,ત)
નક્ષત્ર-સ્વાતિ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-રર થી લાભ-અમૃત-૯-૩૮ સુધી, ૧૧-૧પ થી શુભ ૧ર-પ૩ સુધી, ૧૬-૦૮થી ચલ-લાભ-૧૯-ર૪ સુધી, ર૦-૪૬થી શુભ-અમૃત-ચલ-૦-પ૩ સુધી,
શુભ હોરા
૬-રર થી ૮-૩૩ સુધી, ૯-૩૮થી ૧૦-૪૩ સુધી, ૧ર-પ૩ થી ૧૬-૦૮ સુધી, ૧૭-૧૩ થી ૧૮-૧૮ સુધી
બ્રહ્માંડના સિતારા
વ્યકિત અનેક ગુણોથી સંપન્ન હોય પણ જો આર્થિક સ્થિતિ નબળી કે મધ્યમ હોય તો આવી વ્યકિતને સમાજમાં જે પ્રકારનું માન મલવું જોઇએ તે મુજબ મલતું નથી. કારણ કે તેની પાસે જરૂર કર્તા વધારે પૈસા નથી વ્યકિત ખોટુ નથી કરતી અને ખોટુ કરીને પૈસા નથી કમાતી ઇમાનદારીને વળગી રહે છે જેને લઇને આર્થિક સદ્ધરતાને બનતા ખૂબજ વાર લાગે છે. ઘણા સુખી લોકો ધર્માદાના કે સંસ્થાના પૈસા ખાઇ જતા હોય છે અને સમાજમાં પૈસા પાત્ર વર્ગમાં ઓળખાઇ છે અને જન્મકુંડલીમાં ધનેશ કર્યા સ્થાનમાં છે તે પણ મહત્વનું છે સાથે સાથે જન્મના ચંદ્ર અને જન્મના સૂર્યની સ્થિતિને પણ ધ્યાનમાં લેવી જોઇએ. સુખી થવા રોજ હનુમાનજીના દર્શન કરવા અને ઇમાનદાર રહેવાની પ્રાર્થના કરવી.