Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૭-૩-ર૦૧૯,ગુરૂવાર
ફાગણ સુદ-૧,
પપોવ્રત આરંભ, પંચક-ઇષ્ટિ, ફાગણ મહિનો શરૂ
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-કુંભ
મંગળ-મેષ
બુધ-મીન
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મકર
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૦પ
સૂર્યાસ્ત-૬-પ૧,
જૈન નવકારશી-૭-પ૩
ચંદ્ર રાશિ-કુંભ (ગ,સ)
૧૪-૧૪થી મીન (દ,ચ,ઝ,થ)
નક્ષત્ર-પૂર્વાભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૦પ થી શુભ-૮-૩૩ સુધી, ૧૧-૩૦થી ચલ-લાભ-અમૃત-૧પ-પપ સુધી, ૧૭-ર૪ થી શુભ-અમૃત-ચલ-ર૧-પપ સુધી,
શુભ હોરા
૭-૦પ થી ૮-૦૪ સુધી, ૧૦-૦રથી ૧ર-પ૯ સુધી, ૧૩-૧૭થી ૧૪-પ૬ સુધી, ૧૬-પ૪થી ૧૯-પ૩ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો રાહુ ત્રીજે-છઠ્ઠે નમે-દશમે અને અગીયારમે રાહુ હોય તો આ સ્થાનમાં રાહુ બળવાન બને છે અને રાજયોગ બનાવે છે. આવી વ્ગયકિતઓ પોતાના જીવનમાં આપબળે આગળ વધે છે અને જીવનમાં ગમે તેવી મુશ્કેલીમાં રસ્તો બનાવે છે. સમાજમાં માન પ્રતિષ્ઠા મેળવે છે આવા ગ્રહોમાં જન્મેલી વ્યકિતઓ કોઇપણ ફીલ્ડમાં સારી નામના મેળવે છે. ખૂબજ મહેનતુ હોય છે. દેશ-વિદેશમાં નામના પ્રતિષ્ઠા મેળવે છે. નવી યોજનામાં કોઇની મદદ વગર આગળ વધે છે. આર્થિક બાબતોમાં શૂન્યમાંથી સર્જન કરવાની શકિત ધરાવતા હોય છે. આવી વ્યકિતઓ હરીફોથી પણ માન સન્માન મેળવે છે. ધાર્મિક કાર્ય પાછળ ખર્ચ પણ કરે છે અને દાનપુન કરીને પોતાના કર્મોને બળવાન બનાવે છે. જરૂરીયાત વાળી વ્યકિતને યથા શકિત મદદ કરે છે.