Gujarati News

Gujarati News


આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૭-ર-ર૦૧૯,ગુરૂવાર
મહા સુદ-ર,
બુધ કુંભ રાશિમાં, પંચક,
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-કુંભ
મંગળ-મેષ
બુધ-મકર
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-ધન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-રપ
સૂર્યાસ્ત-૬-૩૭
જૈન નવકારશી-૮-૧૩
ચંદ્ર રાશિ-કુંભ (ગ,સ)
નક્ષત્ર-શતતારા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-રપ થી શુભ-૮-૪૯ સુધી, ૧૧-૩૭ થી ચલ-લાભ-અમૃત-૧પ-પ૦ સુધી, ૧૭-૧૪ થી શુભ-અમૃત-ચલ-ર૧-પ૦ સુધી,
શુભ હોરા
૭-રપ થી ૮-ર૧ સુધી,
૧૦-૧૩ થી ૧૩-૦૧ સુધી,
૧૩-પ૮થી ૧૪-પ૯ સુધી,
૧૬-૪૬ થી ૧૯-૪ર સુધી,
બ્રહ્માંડના સિતારા
ઘણી વખત એવું બને છે કે જયારે સગાઇ લગ્ન થઇ જાય પછી બને યુવક-યુવતિને એવો અહેસાસ થાય છે કે ખોટી જગ્યાએ પોતે સગાઇ લગ્નનો નિર્ણય લઇ લીધો છે અને હવે શું કરવું કયારેક આવો નિર્ણયો કોઇ સગા સબંધીના દબાણને લઇને લેવાઇ ગયા હોય કે બ્યુરો મારફત પણ એવું સમજાવવામાં આવતું હોય છે કે ખૂબજ સારા ઠેકાણુ છે અને ભુલવા જેવું નથી આવી વાતોમાં આવી જવાય છે જયારે ગુરૂની દૃષ્ટિ સાતમા સ્થાનની નજીક હોય ત્યારે આવી સ્થિતિ નિર્માણ થાય છે. અહીં રાહુની પણ ચાલ એવી હોય છે જે તમોને ખોટા નિર્ણયો તરફ લઇ જાય છે જેથી આ બાબતમાં કોઇના દબાણને લઇને સગાઇ લગ્નના નિર્ણયો ન લેવા અથવા આર્થિક ચમક દમકથી અંજાઇ ન જવું લગ્ન જીવનમાં ફકત આર્થિક બાબતો સફળતા નથી આપતી સાથે સાથે લાગણીઓની પણ જરૂરત હોય છે. લાગણી વગરનું જીવન સફળ નથી થઇ શકતું રોજ સૂર્ય નમસ્કાર કરવા.