Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૬-૧૦-ર૦૧૮ શનિવાર
ભાદરવા વદ-બારસ, સન્યાસીના શ્રાદ્ધ, મઘા શ્રાદ્ધ, બારસનું શ્રાદ્ધ તેરસનું શ્રાદ્ધ,
શનિ-પ્રદોષ ,
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-સિંહ
મંગળ-મકર
બુધ-કન્યા
ગુરૂ-તુલા
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪૧, સૂર્યાસ્ત-૬-ર૯
જૈન નવકારશી-૭-ર૯
ચંદ્ર રાશિ- સિંહ (મ,ટ)
નક્ષત્ર-મઘા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૪૧ થી ચલ-લાભ-અમૃત-૧૧-૦૭ સુધી, ૧ર-૩૬થી શુભ-૧૪-૦૪ સુધી, ૧૭-૦ર થી ચલ-૧૮-૩૦ સુધી, ર૧-૩૩ થી લાભ-ર૩-૦૪
શુભ હોરા
૬-૪૧ થી ૯-૩૮ સુધી, ૧૦-૩૭થી ૧૧-૩૬ સુધી, ૧૩-૩પ થી ૧૬-૩ર સુધી, ૧૭-૩૧ થી ૧૮-૩૦ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો શનિ પાંચમા સ્થાનમાં હોય અને સ્વગૃહી એટલે કે મકર કે કુંભની હોય અથવા શુક્રના ઘરનો હોય ઉચ્ચનો હોય તો આવી વ્યકિતને ટેકનીકલ લાઇન લોખંડ-મશીનરી જેવા વ્યવસાયમાં ન ધારેલી સફળતા મલે છે. ઇન્ટરનેશનલ કંપનીમાં જોબ મલે છે અને તેમાં સારી સફળતા મેળવે છે. જો ચંદ્ર વૃશ્ચિક-મીન કે કર્ક રાશિનો હોય તો પોતાના વયવસાયમાં સફળતા મેળવે છે અને ગુરૂની કે ચંદ્રની મહાદશામાં ખૂબજ આર્થિક લાભ મેળવે છે-વિદેશની કંપની સાથે કામકાજ થઇ શકે છે અને પોતે પણ વિદેશ વસવાટ કરી શકે છે.