Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૬-૮-ર૦૧૮ સોમવાર
અષાઢ વદ-૯, ભદ્રા-ર૦-પ૯થી
કુમાર યોગ-૧૪-૦૭થી
સૂર્યોદય-૬-ર૧,સૂર્યાસ્ત-૭-ર૩
જૈન નવકારશી-
ચંદ્ર રાશિ-વૃષભ (બ,વ,ઉ)
નક્ષત્ર-કૃતિકા
૧૪-૦૭થી રોહિણી
કાર્યોનો શુભ સમય
૬-રર થી અમૃત-૮-૦૦ સુધી,
૯-૩૮ થી શુભ-૧૧-૧પ સુધી,
૧૪-૩૧ થી ચલ-લાભ-અમૃત-
ચલ-ર૦-૪૬ સુધી
શુભ હોરા
૬-રર થી ૭-ર૭ સુધી, ૮-૩રથી
૯-૩૮ સુધી, ૧૧-૪૮થી ૧પ-૦૩ સુધી, ૧૬-૦૮થી ૧૭-૧૪ સુધી
બ્રહ્માંડના સિતારા
સગાઇ લગ્ન બાબત ઘણા લોકોની કુંડલી મોડા લગ્ન યોગ હોય છે. આવી વ્યકિતની કુંડલીમાં શનિ બળવાન થઇયે સાતમા સ્થાનને અવરોધતો હોય છે પણ મોડા લગ્ન સીવાય આવી વ્યકિત ખૂબજ નસીબદાર હોય છે. તેઓની તન્દુરસ્ત એકદર સારી હોય છે છત્રીસ વર્ષ સુધી લગ્નજીવનથી દૂર રહેવામાં તેઓના જીવનમાં ઘણી બધી જગ્યાએ પ્રગતિ થાય છે. જયારે અહીં શનિની ચાલને નહીં સમજદાર વ્યકિતઓ પોતે જલદી લગ્ન થઇ જાય તે માટે પ્રયત્નો કરે છે. કયારેક આવા પ્રયત્નો ફળે છે અને લગ્ન થઇ જાય છે પણ આવા લગ્નો ટકતા નથી અને લગ્નજીવન તુટી જાય છે અને પછી ઉંમર વર્ષ છત્રીસ કે તેથી વધુ ઉમેરે લગ્ન થાય છે. અથવા તો લગ્નજીવનમાં થયેલી ગેર સમજો દૂર થાય છે. સમાધાન થાય છે.