Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૬-૭-ર૦૧૯ શનિવાર
અષાઢ સુદ-૪, વિનાયક ચતુર્થી, ભદ્રા-૧૩-૧૧ સુધી,
વરસાદનો પ્રબળ યોગ
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-સિંહ
મંગળ-કર્ક
બુધ-કર્ક
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મિથુન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૯,
સૂર્યાસ્ત-૭-૩૩
જૈન નવકારશી-૬-પ૭
ચંદ્ર રાશિ- સિંહ (મ,ટ)
નક્ષત્ર-મઘા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-પ૦ થી શુભ-૯-૩૧ સુધી, ૧ર-પરથી ચલ-લાભ-અમૃત-૧૭-પ૪ સુધી, ૧૯-૩૪થી લાભ-ર૦-પ૪ સુધી, રર-૧૩થી શુભ-અમૃત-૦-પર
શુભ હોરા
૭-૧૬થી ૮-ર૪ સુધી, ૧૦-૩૮થી ૧૩-પ૯ સુધી, ૧પ-૦૬થી ૧૬-૧૩ સુધી, ૧૮-ર૭થી ર૧-ર૦ સુધી
બ્રહ્માંડના સિતારા
જીવનમાં ફકત ગ્રહોને આધારે જીવન નથી ચાલતું થોડીક વહેવારીક સમજદારીઓ પણ કેળવવી પડે છે ઘણી વ્યકિતઓ જેમની કુંડલીમાં શનિ રાહુની સ્થિતિ કેન્દ્રમાં હોય તેવો માનસિક રીતે નબળા હોય શકે અને જેને લઇને તેઓ પોતાની નબળાઇ છુપાવવા માનસિકતા છતી ન થાય માટે તેબાબતને ઇગોનું નામ આપી દેતા હોય છે. નક્ક અને જીદ્દી હોય છે પોતાની અણસમજને પોતાનો ઇગો છે તેવું કહેતા હોય છે. ઇગો કેવો રાખવો જોઇએ કોઇ એવું વિચારતા હોય કે તે મને ફોન કરે તો જ હું તેને ફોન કરીશ વગેરે તે ઉપરાંત ઘરની અંદર કોઇ વસ્તુ બાબત પણ તેઓ ખોટા નિર્ણયો લેતા હોય છે અને હંમેશા ડીપ્રેશનમાં રહેતા હોય છે.