Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા. પ-૪-ર૦૧૮,ગુરૂવાર
ચૈત્ર વદ-પ, વિંછુડો,
દગ્ધયોગ-૧૯-૦રથી સૂર્યોદય,
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-ધન
બુધ-મીન
ગુરૂ-તુલા
શુક્ર-મેષ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૮
સૂર્યાસ્ત-૭-૦૧
જૈન નવકારશી-૭-ર૬
ચંદ્ર રાશિ- વૃશ્ચિક (ન.ય.)
નક્ષત્ર-અનુરાધા-
૯-૧૯થી જયેષ્ઠા
માંગલીક કાર્યોનો શુભ સમય
૬-૩૮ થી શુભ-૮-૧૧ સુધી,
૧ ૧-૧૭ થી ચલ-લાભ-અમૃત-
૧પ-પ૬ સુધી, ૧૭-૩૦ થી શુભ-અમૃત-ચલ-ર૧-પ૬ સુધી,
શુભ હોરા
૬-૩૮ થી ૭-૪૦ સુધી,
૯-૪૪ થી ૧ર-પ૦ સુધી,
૧૩-પર થી ૧૪-પ૪ સુધી,
૧૬-પ૯ થી ર૦-૦૧ સુધી,
બ્રહ્માંડના સિતારા
જીવનમાં સફળતા મેળવવી ખૂબજ સહેલી છે અને અઘરી પણ છે. જો જુની કહેવત છે કે મન હોય તો માળવે જવાય ટૂંકમાં તમારૂ લક્ષ્ય જો સફળતાને જોતું હશે તો તમો જરૂરથી સફળતા મેળવશો. દુનિયામાં જે લોકો સફળ થયા છે તેઓ પાસે કોઇ જાતની સગવડ ન હતી છતાં મહાન વૈજ્ઞાનિક કોઇ આઇ.પી.એસ. તો કોઇ આઇ.એ.એસ. કે ડોકટર બનેલા છે. તેઓ પાસે ન તો સ્ટડી રૂમ કે ઘરમાં વાંચવા માટે જગ્યા ન હોય એકજ રૂમ હોય તો શું કરવું ભણવું છે કાંઇક બનવું છે તો એકજાતની ધગસ વ્યકિતને સફળતા તરફ લઇ જાય છે. ઘણા એવા લોકો છે જે અત્યારે ટોચ ઉપર છે તેઓ મને કહેતા હોય છે કે અમો તો રાત્રે ઘરના કોઇ જો તકલીફ ન પડે એટલે બાથરૂમમાં ખુરશી નાખીને વાંચતા અને ફસ્ટ કલાસ પાસ થતા તેઓની મનની શકિત કામ કરતી હતી.