Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૪-૧૧-ર૦૧૯,સોમવાર
કારતક સુદ-૮
દુર્ગાષ્ટમી-ગોપાષ્ટમી, ગુરૂ રાશિ પરિવર્તન ધન રાશિમાં પ્રવેશ, ભદ્રા-૧પ-પપ સુધી, સિદ્ધિયોગ-સૂર્યોદયથી ર૭-ર૩
સૂર્યોદય-૬-પ૩, સૂર્યાસ્ત-૬-૦૭
જૈન નવકારશી-૭-૪૧
ચંદ્રરાશિ- મકર (ખ,જ)
નક્ષત્ર-શ્રવણ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-પ૪ થી અમૃત-૮-૧૮ સુધી ૯-૪ર થી શુભ-૧૧-૦૬ સુધી, ૧૩-પપ થી ચલ-લાભ-અમૃત-ચલ-૧૯-૪૩ સુધી,
શુભ હોરા
૬-પ૪ થી ૭-પ૦ સુધી, ૮-૪૬થી ૯-૪ર સુધી, ૧૧-૩૪ થી ૧૪-ર૩ સુધી, ૧પ-૧૯થી ૧૬-૧પ સુધી
બ્રહ્માંડના સિતારા
હાલના ઇથોપીયાના વડાપ્રધાન અભીને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મલ્યો છે. આ નોબેલ પુરસ્કાર અત્યંત પ્રતિષ્ઠિત એવોર્ડ છે. ઇથોપીયા અને ઇસરીયા વચ્ચે ર૦ વર્ષ જૂના સરહદના પ્રશ્નોને ઉકેલવામાં તેઓને સફળતા મલી છે. તેઓશ્રીની મળેલી જન્મ તારીખ પ્રમાણે ૧૮ ઓગષ્ટના રોજ તેમનો જન્મ થયેલ છે. તેઓને ર૦૧૯માં પુરસ્કાર મળેલ છે. તેમની જન્મ રાશિ મેષ આવે છે જેથી તેમનું રાશિ ઉપર નામ છે તેમ કહી શકાય. જન્મના ગુરૂની દૃષ્ટિ જન્મના મંગળ ઉપર છે. કર્ક રાશિના સૂર્ય શનિ છે, તો શુક્ર બુધ સિંહ રાશિમાં છે. મંગળ કન્યા રાશિમાં છે. જન્મના ચંદ્ર .પર તુલાના રાહુની દૃષ્ટિ છે. મંગળ ગુરૂનો નવપંચમ યોગ અને કર્ક રાશિના શનિ સૂર્ય ફકત ૪૩-૪૯ વર્ષની ઉંમરે આવો પુરસ્કાર મેળવવો ખૂબજ ઉમદા વ્યકિતત્વ અને ઉમદા કામ આવી વ્યકિતને હજારો સલામ..અભિનંદન.. અને નમસ્કાર.