Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૪-૧૧-ર૦૧૮ રવિવાર
આસો વદ-૧ર
ગોવત્સ બારસ વાઘ બારસ, અમૃત સિદ્ધિયોગ ર૧-૩પ થી, દગ્ધયોગ સૂર્યોદયથી રપ-રપ
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-કન્યા
મંગળ-મકર
બુધ-વૃશ્ચિક
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પ૩, સૂર્યાસ્ત-૬-૦૭
જૈન નવકારશી-૭-૪૧
ચંદ્ર રાશિ-કન્યા (પ,ઠ,ણ)
નક્ષત્ર-ઉતરા ફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૧૮ ચલ-લાભ-અમૃત-૧ર-૩૧ સુધી, ૧૩-પપ થી શુભ-૧પ-૧૯ સુધી, ૧૮-૦૮થી શુભ-અમૃત-ચલ-રર-પપ
શુભ હોરા
૭-પ૦થી ૧૦-૩૮ સુધી, ૧૧-૩૪ થી ૧ર-૩૧ સુધી, ૧૪-ર૩થી ૧૭-૧૧ સુધી, ૧૮-૦૮થી ૧૯-૧૧ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો લગ્નેશની સ્થિતિ નબળી હોય તો આવી વ્યકિત સાથે સગાઇ લગ્ન બાબત ઉતાવળ ન કરવી કારણ કે આવી વ્યકિત લગ્ન પછી પણ તેની માતા પિતા સાથે રરહેવાની ઇચ્છા રહે છે કોઇ ચોક્કસ નિર્ણય નથી લઇ શકતા જેથી લગ્નજીવનમાં તત્કલીફો રહે છે. જો લગ્નેશ નબળો હોય કે છઠ્ઠે આઠમે બારમે હોય પણ જો ગુરૂ બળવાન હોય અને લગ્નેશ ઉપર ગુરૂની દૃષ્ટિ હોય તો ચોક્કસ વિચારી શકાય. અહીં બીજા ગ્રહો ન પણ ધ્યાનમાં લેવા જોઇએ. જો સૂર્ય બળવાન હોય તો પણ વ્યકિતનો આત્મ વિશ્વાસ સારો હોઇ શકેઅસૂર્ય નમસ્કાર રોજ કરવા.