Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૪-૧૦-ર૦૧૯, શુક્રવાર
આસો સુદ-૬,
સરસ્વતી આવાહન ૧ર-૧૯ પછીથી દુર્ગા સમાપ્ત
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-કન્યા
બુધ-તુલા
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-કન્યા
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪૦
સૂર્યાસ્ત-૬-૩૧,
જૈન નવકારશી-૭-૨૮
ચંદ્રરાશિ- વૃશ્ચિક (ન,ય)
૧ર-૧૯થી ધન (ભ,ફ,ધ,ઢ)
નક્ષત્ર-જયેષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૪૦થી ચલ-લાભ-અમૃત-૧૧-૦૭ સુધી, ૧ર-૩૬ થી શુભ-૧૪-૦પ સુધી, ૧૭-૦૩ થી ચલ-૧૮-૩૧ સુધી, ર૧-૩૪ થી લાભ-ર૩-૦પ સુધી
શુભ હોરા
૬-૪૦થી ૯-૩૮ સુધી,
૧૦-૩૭થી ૧૧-૩૭ સુધી,
૧૩-૩પ થી ૧૬-૩૩ સુધી,
૧૭-૩ર થી ૧૮-૩૧ સુધી
બ્રહ્માંડના સિતારા
વર્તમાન યુગમાં પૈસાની ખૂબજ જરૂર રહે છે. વ્યકિતનું આર્થિક પાસુ જો નબળુ હોય તો ઘણી બધી સમસ્યાઓનો સામનો રહે છે અને ખૂબજ ઇમાનદાર અને મહેનતુ વ્યકિત હોવા છતાં સમાજમાં જોઇએ તેવું માન મલતું નથી. જીવન સંઘર્ષમય રહે છે પણ આવી વ્યકિતને અંદર સચાઇની હીંમત હોય છે. તન્દુરસ્તી સારી રહે છે અને જેને લઇને ઉંઘ પણ સારી આવે છે જો જન્મનો સૂર્ય ત્રીજે હોય કે દશમે હોય અને ગુરૂની દૃષ્ટિમાં કે ગુરૂના ઘરમાં સૂર્ય હોય તો આવી વ્યકિત ખૂબજ ઇમાનદાર હોય છે અને ખૂબજ મહેનતુ હોય છે. આર્થિક રીતે નબળી હોવા છતાં પણ તેની મહેનતને લઇને તેને માન સન્માન પણ મલે છે અને તેને મલતુ માન સન્માનમાં તે પોતે સંતોષ માને છે.