Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૪-ર-ર૦૨૦,મંગળવાર
મહા સુદ-૧૦
ભકત પુંડટિક ઉત્સવ, રોહિણી
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-વૃષભ
મંગળ-વૃશ્ચિક
બુધ-કુંભ
ગુરૂ-ધન
શુક્ર-મીન
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૨૬,
સૂર્યાસ્ત-૬-૩પ,
જૈન નવકારશી-૮-૧૪
ચંદ્રરાશિ-વૃષભ (ઁબ.વ.ઉ.)
નક્ષત્ર-રોહિણી
માંગલિક કાર્યોનો શુભ સમય
૧૦-૧૪થી ચલ-લાભ-અમૃત-૧૪-રપ સુધી, ૧પ-ર૪થી શુભ-૧૭-૧૩ સુધી, ર૦-૧ર થી લાભ-ર૧-૪૯ સુધી, ર૩-રપ થી શુભ-અમૃત-૧-૦૧ સુધી
શુભ હોરા
૮-૧૮થી ૧ર-૦પ સુધી,
૧૩-૦૧ થી ૧૩-પ૭ સુધી,
૧પ-ર૪થી ૧૮-૩૬ સુધી,
૧૯-ર૦થી ર૦-૪પ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણી વ્યકિતઓ જયોતિષમાં અંધશ્રદ્ધામાં ખૂબજ ડુબી જાય છે તો કયારેક એવું બને છે કે તેઓએ ઘણી વ્યકિતઓને જન્માક્ષર બતાવેલ હોય છે પણ તેમના નસીબ કે ભાગ્યોદય સારા ન હોય તેઓએ જેને જન્માક્ષર બતાવેલ હોય તેમાંથી કોઇ રસ્તો મળેલ ન હોય અને જેને લઇને વ્યકિતનો જયોતિષ ઉપરથી ભરોસો પણ ઉઠી જાય છે. તેમની વાત સાચી હોય છે. તેઓએ હજારો કે લાખો રૂપિયાનો ખર્ચ વીધી વિધાન અને નંગ-કે માદળીયા તાંત્રીક વીધીના બહાને તેમના પૈસા અને સમયની બરબાદ થતી જોય હોય છે. અહીં તેઓની શું ભુલ હશે તે તેઓને સમજાય જાય છે.