Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૩-૮-ર૦૧૮ શુક્રવાર
અષાઢ વદ-૬,ભદ્રા-૧ર-૦૯થી ર૪-૧ર, પંચક સમાપ્ત-૧૪-રપ સૂર્યનો આશ્લેષામાં પ્રવેશ, રવિયોગ ૯-૧૪ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-મીન
મંગળ-મકર
બુધ-કર્ક
ગુરૂ-તુલા
શુક્ર-કન્યા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૨૦
સૂર્યાસ્ત-૭-રપ
જૈન નવકારશી-૭-૦૮
ચંદ્ર રાશિ-મીન (દ,ચ,ઝ,થ)
૧૪-રપથી મેષ
નક્ષત્ર-રેવતી
કાર્યોનો શુભ સમય
૬-ર૧થી ચલ-લાભ-અમૃત-૧૧-૧પ સુધી, ૧ર-પ૩ થી શુભ-૧૪-૩૧ સુધી, ૧૭-૪૮ થી ચલ-૧૯-ર૬ સુધી,
શુભ હોરા
૬-ર૧થી ૮૯-૩૭ સુધી,
૧૦-૪ર થી ૧૧-૪૮ સુધી,
૧૩-પ૯થી ૧૭-૧પ સુધી,
૧૮-ર૦થી ૧૯-ર૬ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણી વખત સગાઇ લગ્ન બાબત યુવક-યુવતિ ઉતાવળ કરે છે. જલ્દી લગ્ન કરાવવામાં માતા-પિતાનો પણ ભાગ હોય છે. તેઓ એવું માને છે કે જલ્દી અને યોગ્ય ઉઉંમરે સગાઇ લગ્ન થઇ જાય તો સારૂ જયારે યુવક યુવતિઓને વિજાતિય આકર્ષણને લઇને જલ્દી સગાઇ-લગ્ન થઇ જાય તેવું વિચારતા હોય છે અને જેને લઇને કોઇ જાતની વહેવારીક તપાસ કર્તા નથી. યુવક અને તેના પરિવારના સભ્યો પોતે ખૂબજ પૈસાપાત્ર છે તેવી બનાવટ ઉભી કરતા હોય છે અને ખૂબજ સંસ્કારી છે તેવી વર્તુણક ઉભી કરે છે. જયારે શનિ કે રાહુની સ્થિતિ ચંદ્ર કે સૂર્ય ઉપર દૃષ્ટિ કરે છે ત્યારે આ રીતે છેતરાય જવાય છે તો કયારેક કોઇ સગાઇ સબંધીના દબાણને લઇને તકલીફો થાય છે.