Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.ર-૧૧-ર૦ર૧ મંગળવાર
આસો વદ-૧ર
બારસ સવારે ૧૧-૩૧ સુધી છે
વૈધુતિ સમા ૧૮-૧૩ થી
ધનતેરસ
યમદીપ દાન - ભાવે પ્રદોષ
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-કન્યા
મંગળ-તુલા
બુધ-કન્યા
ગુરૂ-મકર
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-પર,
સૂર્યાસ્ત-૬-૦૮
જૈન નવકારશી- ૭-૪૦
ચંદ્ર રાશિ- કન્યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર- ઉંત્તરા ફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૦૮ થી અભિજિત ૧ર-પ૩ સુધી
૯-૪૧ થી ચલ-લાભ-અમૃત
૧૩-પપ સુધી ૧પ-૧૯ થી શુભ
૧૬-૪૩ સુધી ૧૯-૪૪ થી લાભ ર૧-૧૯ સુધી, રર-પપ થી શુભ અમૃત ર૪-૩૧ સુધી
શુભ હોરા
૮-૪પ થી ૧૧-૩૪ સુધી, ૧ર-૩૦ થી ૧૩-ર૭ સુધી, ૧પ-૧૯ થી ૧૮-૦૮ સુધી, ૧૯-૧ર થી ર૦-૧પ સુધી,
બ્રહ્માંડના સિતારા
આજે ધનતેરસનો પવિત્ર તહેવાર છે. ભગવાન ધન્વતરીને પ્રાર્થના કરવી કે દુનિયાના દરેક જીવને તંદુરસ્તી આપે આજે મંગળવારે ધનતેરસ હોય વધુ શુભ બને છે. આજે સમુદ્રમંથન સમય ભગવાન ધન્વન્તરીની જન્મ જયંતી છે. જે દેવતાઓ અને રાક્ષસો દ્વારા સમુદ્રમંથન સમયે બહાર આવેલા જે પરમેશ્વરના ચિકિત્સક છે. મનુષ્યો તેમની પુજા કરે તો જરૂરથી તેઓ આર્શીવાદ આપે છે. આજના દિવસે દેશ અને વિશ્વમાંથી મહામારી નાબુદ થાય તેવી પ્રાર્થના કરીએ શ્રી લક્ષ્મીજીનું પૂજન પણ આજના દિવસે થાય છે. બપોરે ૧૧-૩૧ પછી તેરસ શરૂ થશે કિંમતી ચીજ વસ્તુની ખરીદી પણ આજના દિવસે થઇ શકે મા-લક્ષ્મીને યાદ કરી પૂજા કરીને સારૂ કાર્ય કરવું.