Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

અંધકાર

''નકારાત્મકતાથી કયારેય પરેસાન નહી થાવ તમે દિવો પ્રગટાવશો અને અંધકાર પોતાની જાતે જ અદ્રશ્ય થઇ જશે''

અંધકાર સાથે લડવાની કોશીષ ના કરો તેનો કોઇ રસ્તો જ નથી કારણ કે અંધકારનું કોઇ અસ્તીત્વ જ નથી-- તમે કેવી રીતે તેની સાથે લડી શકો ? ફકત દિવો પ્રગટાવો અને અંધકાર જતો રહેશે તેથી અંધકારને ભૂલી જાઓ, ડરને ભૂલી જાઓ બધી જ નકારાત્મક બાબતોને ભૂલી જાઓ કે જે સામાન્ય રીતે માણસના મનને બીવડાવે છે.ફકત ઉત્સાહનો નાનકડો દિવો પ્રગટાવો.

સવારે ખૂબજ ઉત્સાહથી જાગો, એવા નીર્ણય સાથે કે આજે તમે તમારૂ જીવન ખૂબજ આંદથી જીવશો-અને પછી ખૂબ જ ઉત્સાહથી જીવવાની શરૂઆત કરો નાસ્તો કરો પરંતુ એવી રીતે ખાસો કે તમે ભગવાનને ખાઇ રહ્યા છો પછી તે પ્રસાદ બની જશે સ્નાન કરો-પરંતુ યાદ રાખો કે ભગવાન તમારી અંદર છે તમે ભગવાનને સ્નાન કરાવી રહ્યા છો. પછી તમારૂ નાનકડુ સ્નાન ઘર પણ મંદિર બની જશે.

સવારે ઉઠો એક નિર્ણાયકતા સાથે, એક ચોકકસતા સાથેએક સ્પષ્ટતા સાથે તમારી જાતને વચન આપો કે આજનો દિવસ ખૂબ જ સુંદર હશે અને તમે તેને ખૂબ જ સારી રીતે જીવશો અને જયારે તમે રાત્રે પથારીમાં જાઓ ત્યારે ફરીથી યાદ કરો આજે કેટલી સુંદર-વસ્તુઓ તમારી સાથે બની ફકત યાદ કરવાથી જ તે ઘટનાઓને-આવતીકાલે ફરી બનવા માટે મદદ મળશે આજે જે કઇ સુંદર પળો તમારી સાથે બની તેને યાદ કરતા-કરતા ઉંઘી જાઓ તમારા સ્વપ્ન વધારે સુંદર બની જશે સ્વપ્નમાં પણ તમારો ઉત્સાહ વહેશે અને તમે સ્વપ્નમાં પણ નવી ઉર્જા સાથે જીવવા લાગશો દરેક પળને પવિત્ર બનાવો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:51 am IST)
  • દેશભરમાં રાત્રે 10 થી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુ : 31મી જુલાઈ સુધી શાળા-કોલેજ બંધ રહેશે : સિનેમા હોલ, જીમ , સ્વિમિંગ પુલ અંગે રાજ્ય સરકાર કરશે નિર્ણંય : કન્ટેઇમેન્ટ ઝોનમાં કોઈપણ છૂટછાટ નહીં , માત્ર જીવન જરૂરી ચીજ વસ્તુ મળી શકશે : દિલ્હીમાં મેટ્રો ટ્રેન સેવા શરુ કરાશે : અનલોક-2ની ગાઇડલાઇન જાહેર : ઓડિટોરિયમ,સામાજિક ધાર્મિક આયોજનો અંગે પણ રાજ્ય સરકાર સ્થિતિને અનુલક્ષીને નિર્ણંય કરશે access_time 10:13 pm IST

  • ભારતમાં કોરોનાએ કાળોકહેર વર્તાવ્યો :છેલ્લા 24 કલાકમાં 18,339 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 5,67,536 કેસ: 2,15,301 એક્ટિવ કેસ :કુલ 3,35,271 દર્દીઓ રિકવર થયા :વધુ 417 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 16,904 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 5257 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,69,883 થઇ: તામિલનાડુમાં નવા 3949 કેસ :દિલ્હીમાં વધુ 2084 કેસ નોંધાયા: કર્ણાટકમાં 1105 નવા કેસ : તેલંગાણામાં નવા 975 કેસ :આંધ્ર પ્રદેશમાં વધુ 793 કેસ નોંધાયા access_time 1:08 am IST

  • ઉદ્ધવ સરકારનો નવો ફતવો : સરકારી ઓફિસોમાં મરાઠી ભાષાનો ઉપયોગ કરો : અમલ નહીં કરનારાનો પગાર નહીં વધે : ભવિષ્યમાં નોકરીમાંથી હાથ ધોવાની પણ નોબત આવશે access_time 8:38 pm IST