Gujarati News

Gujarati News

News of Thursday, 18th June 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

સંકોચાયેલ હૃદય

''જ્યારે તમે કોઇ શંકાને આવવા દો છો ત્યારે તમે હૃદયમાં તાણ અનુભવો છો કારણ કે વિશ્વાસથી હૃદયને આરામ મળે છે. અને શંકાથી તનાવ.''

સામાન્ય રીતે લોકોને આ ક્રિયાની ખબર નથી હોતી. ખરેખર તો તેઓ સતત હૃદયથી સંકોચાયેલા રહે છે. તેથી તેઓ ભૂલી ગયા છે કે હૃદયને આરામની અવસ્થામાં કેવો અનુભવ થાય છે. તેઓને લાગે છેકે બધુ બરાબર છે. પરંતુ સોમાંથી નવાણું લોકો સંકુચીત હૃદય સાથે જીવે છે.

જેટલા વધારે તમે મસ્તીષ્કમાં રહો છો તેટલું હૃદય-સંકુચીત થાય છે જયારે તમે મસ્તીષ્કમાં નથી હોતા ત્યારે હૃદય કમળની જેમ ખીલી જાય છે. અને તે ખૂબજ સુંદર છે જયારે તે ખીલે છે. પછી તમે ખરેખર જીવંત છો અને હૃદય આરામમાં છે. પરંતુ હૃદય ફકત વિશ્વાસ અને પ્રેમની અવસ્થામાં જ વિશ્રામ કરી શકે શંકાની -સ્થીતીમાં મન દાખલ થાય છે. શંકા મનનો દરવાજો છે.

એકવાર તમે શંકામાં જકડાઇ જાવ છો તમે મનથી જકડાઇ જાવ છો તેથી જયારે શંકા આવે તેને કોઇ મુલ્ય ના આપો હું એવું નથી કહેતો કે તમારી શંકા દરેક  વખતે ખોટી છે તમારી શંકા -સંપૂર્ણ પણે સાચી પણ હોઇ શકે પરંતુ તેમ છતા પણ તે ખોટી છે કારણ કે તે તમારા હૃદયનો વિનાશ કરે છે. તે કિંમત યોગ્ય નથી.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:32 am IST)
  • રાજયમાં ૧૨ વાગ્યા સુધીમાં ૧૦૨ તાલુકામાંં વરસાદ : વેરાવળમાં ૨ ઇંચ, મોડાસામાં ૨ ઇંચ, મેંદરડામાં ૨ ઇંચ, સુત્રાપાડા ૨ ઇંચ, બેચરાજીમાં ૨ ઇંચ, ઘોઘામાં પોણા ૨ ઇંચ, જેસરમાં પોણા ૨ ઇંચ, મહેસાણામાં દોઢ ઇંચ, માળીયામાં દોઢ ઇંચ, ધ્રોલમાં દોઢ ઇંચ, લીલીયામાં સવા ઇંચ, હારીજમાં સવા ઇંચ, વિસાવદરમાં સવા ઇંચ, કોટડા સાંગાણીમાં સવા ઇંચ, સરસ્વતીમાં ૧ ઇંચ, માલપુરમાં ૧ ઇંચ, પાલીતાણામાં ૧ ઇંચ, લાઠીમાં ૧ ઇંચ ખાબકયો વરસાદઃ access_time 3:04 pm IST

  • રાજકોટની કુલ ૧૪૯ સૂચિત સોસાયટીમાંથી ૫૩૩૭ દાવા મંજુરઃ હજુ ૭૩૯ના મંજુરીના હુકમો બાકી : રાજકોટના પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ અને તાલુકા મામલતદાર ક્ષેત્રમાં આવેલી કુલ ૧૪૯ સૂચિત સોસાયટીના બાંધકામો અંગે ૬૦૭૬ દાવા અરજી આવી હતીઃ જેમાંથી ૫૯૨૮ બાંધકામો રેગ્યુલાઈઝ કરવા અંગે સુનાવણી હાથ ધરાઈઃ તેમાં ૫૩૩૭ દાવા કલેકટર તંત્રે મંજુર કરી દીધાઃ હજુ ૭૩૯ દાવા અંગેના મંજુરી હુકમો બાકીઃ સૌથી વધુ રાજકોટ પૂર્વ ક્ષેત્રના ૩૬૧ હુકમો બાકીઃ દક્ષિણમાં ૨૫૩ અને તાલુકામાં ૧૧૬ દાવા અંગે હવે નિર્ણયઃ કલેકટરે તાજેતરમાં બોલાવેલ મીટીંગમાં આખરી સમીક્ષા કરાઈઃ ૧૫ દિ'માં પુરૂ કરવા આદેશો access_time 3:04 pm IST

  • મોટી કંપનીનું વિમાન રન-વેથી સ્લીપ થઇ ગયું ? : દેશના મોટા કોર્પોરેટ હાઉસનું ખાનગી વિમાન પરમ દિવસે હૈદ્રાબાદ એરપોર્ટ ઉપર રન-વેની બહાર ચાલ્યુ ગયાના અહેવાલો મળે છે. પાંખો અને લેન્ડીંગ ગીયર ડેમેજ થયાનું ન્યુઝ ફર્સ્ટ નોંધે છે. જો કે વિમાનમાં બેઠેલાઓ અને મુસાફરો સલામત છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 3:51 pm IST