Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

કોરોના અને સંગીત(૩)

સારેગરે, રેગમગ, સારેગરે નીસા...

એકજ શ્વાસમાં આ શ્વરના પલ્‍ટા ગાવ, જેથી શ્વસનતંત્રની શકિતમાં અને તેની રોગપ્રતિકારક શકિત વધશે

પ્રિય વાંચક મિત્રો,

આપ સૌ ખુશ હશો. આનંદિત હશો. કોરાના અને સંગીત ભાગ-૧ અને ભાગ-રમાં આપણે કોરોનાની સામાન્‍ય માહિતી અને શરીર અને મનની તંદુરસ્‍તી માટે સાંગીતિક, સાધનાની માહિતી મેળવી મિત્રો ભાગ-૩ લેખ અતિ મહત્‍વનો છે.

મિત્રો, ગુજરાતીમાં કહેવત છે ને કે ‘‘આપણે મુશ્‍કેલીમાં પડીએ નહીં અને કોઇને પાડીએ નહીં !'' એજ રીતે આપણે આજે આ મહાસંકટના સમયમાં આપણી જાત અને આજુબાજુ રહેલા લોકોને આ મહામારી સમા કોવીડ-૧૯ થી બચાવવાના છે અને માટેજ દૂરંદેશીથી વિચારીએ તો આ કહેવત સમગ્ર વિશ્વ માટે મહત્‍વની પુરવાર થઇ છે.

મિત્રો તેનાથી બચવા માટે કોરોના વાયરસના લક્ષણો જાણવા આવશ્‍યક છે. તાવ આવે પછી સુકી ખાંસી અને અઠવાડિયા પછી શ્વાસ લેવામાં તકલીફ મિત્રો આ લક્ષણો હોય એટલે કોરોનાજ છે. તેવું પણ માનશો નહી પણ ‘‘ચેતતો નર સદા સુખી'' એટલે જરૂર ડોકટર પાસે જજો. તેમની સલાહ લેજો. કદાચ આ ફલ્‍યુ સામાન્‍ય શરદી કે સામાન્‍ય વાયરસ પણ હોઇ શકે પણ જો કોવિડ-૧૯ હોય તો તરત હોસ્‍પિટલમાં દાખલ થજો કે કોરેન્‍ટાઇન થશોજી કારણ કે આ કોવીડ-૧૯ ગંભીર સ્‍વરૂપ ધારણ કરશે. તો ન્‍યુમોનિયા શ્વાસ લેવાની ખૂબ તકલીફ કીડની ફેઇલ થવી અને પછી શરીરના બીજા અવયવો પર માઠી અસર થતાં મૃત્‍ય સુધીની નોબત આવી શકે છે. જે આજે આપણે સૌ જોઇ રહ્યાં છીએ, કે આખા વિશ્વમાં ર૧૩ દેશો આ વાયરસથી સંક્રમિત થયા છે. અને ૪૩,૭૪,૮૮૯ લોકોને આ વાયરસ લાગ્‍યો છે અને ર,૯૪,૪૧ર લોકો વિશ્વમાં મૃત્‍યુ પામ્‍યા છે. માટે જ મિત્રો ગભરાવવા કરતા સાવચેતી ચીવટ રાખવી વધુ આવશ્‍યક છે ડાયાબીટસ અને હૃદય રોગના પેશન્‍ટને વધુ સાચવવાની જરૂર છે. બાળકો તથા વડીલો (૬પ વર્ષ ઉપરની વ્‍યકિતઓ) એ પણ વધુ ધ્‍યાન રાખવું. આવશ્‍યક છ.ે

મિત્રો સૌથી મહત્‍વની વાત એ છે કે આજ સુધી આ વાયરસનો કોઇ ઇલાજ, દવા કે વેકસીન (રસી) શોધાઇ નથી માટે મિત્રો ફકતને ફકત આપેજ આપણો ઇમ્‍યુનીટી પાવર વધારવો પડશે, તો તે માટે શું કરશો? મિત્રો હું પણ તંદુરસ્‍ત રહેવા માટે જે કરૂં છું. તે તમે પણ જરૂર અપનાવજો ઘરનો રાંધેલો સુપાચ્‍ય ખોરાક લેજો, સવારે આદુનો રસ લેજો. વળી લીંબુ પાણી ખૂબ પીજો વિટામીન સી થી ઇમ્‍યુનીટી વધશે. તુલસી મધથી ફુદીનો પણ વાટીને લઇ શકો છો થોડા સુકો મેવો જરૂર ખાજો તે શકય ન હોય તો શીંગ અને ચણા જેમાં ભરપૂર પ્રોટીન છે. તે ખાજો થોડી કસરત જરૂર કરજો ઘરનું કામકાજ કરી શરીર તંદુરસ્‍ત રાખજો. રાત્રે સુતી વખતે ગરમ દુધમાં એક ચમચી હળદર અને પા એક ચમચી ઘી નાખી પીજો કારણ હળદર એન્‍ટીબાયોટીક છે. કિટાણુઓનો નાશ કરેછે. વળી તમારી મનગમતી કોઇપણ એક કળા (art) પાછળ સમય કાઢજો તેમા મન પરોવજો વળી મોબાઇલ રમ્‍યા કરતાં જરૂરી એવી ઉંઘ પણ લેજો અને શરીરને માનસિક અને શારીરિક આરામ આપજો આમ ‘‘જાતે નર્યા તે પહેલું સુખ!'' બરાબર જાણી લેજો મિત્રો, વળી આવો મોકો ફરી નહીં આવે માટે પરિવાર સાથે ખુબ આનંદ કરી લેજો !

મિત્રો, કોરોનાનો કહેરનો ફેલાવોએ અનેક લોકોના મનમાં ડર, ભય, નિરાશા પ્રસરાવી દીધી છે. આજે જ સમાચાર પત્રમાં મે વાંચ્‍યું કે કોરોનાગ્રસ્‍ત યુવતીએ ભયભીત બની, ડીપ્રેશનમાં આવી ને હોસ્‍ટિલમાંથી પડતું મુકયું અને મરણને શરણ થઇ વળી એક બેને માત્રને માત્ર મને કોરોના થઇ જશે તેવા ભયથી પાંચમાં માળપરથી ભૂસકો માર્યો મિત્રો, આ પ૦ દિવસનાલોકડાઉનમાં અનેક લોકોને આપઘાતના વિચારો આવ્‍યા હશે. અનેક લોકો ડિપ્રેશનમાં ગયા હશે પણ મિત્રો આપણે આ પરિસ્‍થિતિનો સહજ સ્‍વીકાર કરવાનો છે ડર અને ભયને અલવિદા આપવાની છે શાત માટે તેને આપણા મનમાં ઘુસવા દેવાનો તમારા મનને આનંદથી ભરી દો જેથી બીજા અવગુણો, કષાયોને ઘુસવાની જગ્‍યા જ ન રહે ! તો ચાલો આજે ત્રીજા ચરણમાં સંગીતની વધુ નવી એકસરસાઇઝ  કરીએ 

૧. સારેગરે, રેગમગ, ગમપમ, મપદાપ, પધનીધ, ધનીસાંની પઘનીધ મપધપ, ગમપધ, રેગમગ સારે ગરે ની સારેસા.

ર. સારેગમ ગરે, રેગમપ મગ, ગમપધપમ, મપધની ધપ, પધની સાંનીધ, મપધનીધપ, ગમપધપમ, રેગમપ મગ સારેગમગરે, ની સારેગરેસા,

મિત્રો પ્રથમ બે ચરણની એકસરસાઇઝ  પુરી કર્યા બાદ તમારામાં તાકાત હોય તેટલી ઝડપથી આ સ્‍વરોના પલ્‍ટા ગાજો. એક શ્વાસમાં શ્વાસ ફરીને ગાજો જેનુ શ્વસન તંત્ર મજબુત તેની રોગ પ્રતિકારક શકિત મજબુત અને કોરાના ભાગે દુર દુર !

પ્રશ્નઃ મોનિકાબેન મારો શ્વાસ ૧પ સેકન્‍ડ સુધીજ લંબાય છે. વધુ લંબાવવા શું કરૂં ? (શીતલ જાની, રાજકોટ)

જવાબઃ શીતલબેન સવારે પ્રાતઃકાળમાં (બને તો) ઉઠીને સ્‍વર ભરો અને રોજ કરો. એક દિવસ પણ પાડશો નહી ૪૧ દિવસ પછી મને જણાવશો દુધ ગળા મસલ્‍સ અને હાડકાને મજબુત બનાવે છે. તે અને હળદર જરૂર લેજો. પછી પણ રોજ રીયાઝ ચાલુ રાખજો.

મિત્રો શાસ્ત્રીય સંગીત એક વિજ્ઞાન છે કોરોનાને સંગીત દ્વારા દુર કરવાની વધુ ટીપ્‍સ આવતા અંકમાં જરૂર વાંચજો અને અનુસરજો.

આપના પ્રશ્નો આવકાર્ય છે.

મિત્રો શાસ્ત્રીય સંગીત એક વિજ્ઞાન છે કોરોનાને સંગીત દ્વારા દુર કરવાની વધુ ટીપ્‍સ આવતા અંકમાં જરૂર વાંચજો અને અનુસરજો.

આપના પ્રશ્નો આવકાર્ય છે.

અકિલા પર મોકલી શકો છો કે મારા ઇમેલ પર મોકલી શકો છો જરૂર જવાબ આપીશ. drmonicashah@ gmail .com  ઘરે રહો-તંદુરસ્‍ત રહો. અને આનંદિત રહો.

ડો. મોનિકા હિતેન શાહ

શાષાીય અને ઉપશાસ્ત્રીય સંગીતના ગાયિકા પીએચ.ડી. મ્‍યુઝીક આરાધના સંગીત એકેડમી

(10:54 am IST)
  • ભારતમાં કોરોનાએ ફૂફાડો માર્યો : છેલ્લા 24 કલાકમાં આજે અત્યાર સુધીના સૌથી વધુ 8101 કેસ વધ્યા: રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 1, 73,458 કેસ નોંધાયા : 85,840 એક્ટિવ કેસ : રિકવરીમાં જબરો વધારો :11,729 દર્દીઓ રિકવર થયા જબરો વધારો : કુલ 82,627 દર્દીઓ રિકવર થયા :વધુ 269 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 4980 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 2682 કેસ સાથે કુલ સંક્રમિતની સંખ્યા 62,228 થઇ : તામિલનાડુમાં નવા 874 કેસ :દિલ્હીમાં 1105 નવા કેસ નોંધાયા access_time 12:53 am IST

  • અરબી સમુદ્રમાં સર્જાયેલ હવાનું દબાણ મુંબઇ અને દક્ષિણ ગુજરાતની નજીક આવી ગયું છે, વરસાદી વાદળાં આવવા લાગ્યા છે. જેના લીધે ચોમાસુ કરન્ટ 3 રાજ્યોમાં નજીક આવી પહોંચશે. જૂનના પ્રથમ સપ્તાહમાં મુંબઈમાં જોરદાર વરસાદ, 2 અને 4 જૂન વચ્ચે મુંબઈમાં ભારે વરસાદ પડશે : હવામાન ખાતું access_time 10:19 pm IST

  • દિલ્હીમાં ભૂકંપના આંચકા : દિલ્હી-એનસીઆરમાં આંચકા અનુભવાયા : પંજાબ અને હરિયાણાની ધરતી પણ ધ્રુજી : રિક્ટર સ્કેલમાં 4,6ની તીવ્રતા નોંધાઈ : કેન્દ્ર બિંદુ હરિયાણાના રોહતક નજીક હોવાનું અનુમાન : લગભગ 30 સેકન્ડ સુધી આંચકાની અનુભવ થયો access_time 9:51 pm IST