Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

તનાવ ભર્યા યુગમાં વરદાનરૂપ વિશ્વવ્યાપી ઓશો સક્રિય ધ્યાન

પ્રશ્નઃ- એક મિત્રએ પૂછયું છે કે ધ્યાનના પહેલા ચરણમાં જ એક-બે મિનિટમાં બિલકુલ થાકી જાવ છું.

ના, થાકી નથી જાતા, થાકવાનો ખ્યાલ પેદા થાય છે, થાકવાનો ખ્યાલ મોટી વાત છે. જ્યારે તમને લાગી રહ્યું છે કે બિલકુલ થાકી ગયો છું, તે સમયે કોઇ એક બંદૂક લઇને તમારી પાછળ લાગી જાવ કે મારી નાખીશ, ત્યારે તમને ખબર જ પડશે કે બિલકુલ થાકયા નથી. માઇલો દોડતા ચાલતા રહેશો, થાકની ખરબજ નહિ પડે. કેમ કે થઇ ગયું ? થાકી ગયા છો તમે, એક માણસ બંદૂક લઇને પાછળ પડી ગયો, હવે તમે દોડી કેવી રીતે શકો?

અસલમાં આપણી અંદર એટલી શકિત છે એની આપણને જાણ જ નથી. થોડીક શકિત જે ઉપર હોય છે તેનો આપણે ઉપયોગ કરીને જીવતા રહીએ છીએ બસ તે જરાક થાકી જાય, બસ આપણે વિચારીએ હવે તો થાકી ગયા, હવે વાત પૂરી થઇ ગઇ.

જે સમયે તમને લાગે કે થાક લાગ્યો તે સાથે હજુ વધુ તાકાતથી શરૂ કરો. તમે બે મિનિટની અંદર જાણશો કે થાક જતો રહ્યો અને અંદર વધુ શકિત આવી ગઇ. થકાનની ક્ષણ ખૂબજ કિંમતી છે તે બતાવી રહ્યંુ છે કે તમે કેટલી શકિતનો ઉપયોગ કરવાની ટેવ વાળા છો. બસ એટલું જ બતાવી રહ્યું છે. બીજું કાંઇ નથી બતાવતું આ તમારી સરહદ છે. તમે અહી સુધી ઉપયોગ કરો છો. અત્યાર સુધીમાં તમે બે મિનિટમાં જેટલી શ્વાસ લીધી, એટલી જ શ્વાસ લેવાનું કામ કર્યું. હશે. બસ એક ટેવની સીમા છે. ત્યાં થાકી ગયા, મન કહે છે, બસ હવે સરહદ આવી ગઇ, હવે થાકી ગયા.

જો બે મિનિટ શ્વાસ લેવામાં થાકી ગયા તો જીવતા કેમ રહેશો? ના તે આદતની સરહદ છે. ગભરાવો નહિ, તે સમયે શ્વાસ લેવાની જોરથી તાકાત લગાવો. તમે મિનિટ વારમાં જાણશો કે તે સરહદ પાર કી ગયા અને એક નવા આયામની શકિત આવવાની શરૂ થશે કે શરૂ થઇ ગઇ. થાકવાની ક્ષણ જ સરહદની ક્ષણ હોય છે અને જો કોઇ માણસ પોતાનાં થાકવાની ક્ષણને પાર કરી લેતો ખૂબજ હેરાન હશો.

જેમ કે તમે કયારેય ખ્યાલ કર્યો હશે રાતે તમે રોજ દશ વાગે સૂઇ જાય છો, તો દશ વાગે નીંદર આવવા લાગે છે.પરંતુ અગિયાર વાગ્યા સુધી જાગો પછી અગિયાર વાગે નીંદર નહિ આવે. વાત શું થઇ ગઇ ? દશ વાગે આવતી હતી તો અગિયાર તો એનાથી પણ વધારે આવવી જોઇએ અસલમાં સરહદ પાર થઇ ગઇ. તમે એક કલાક વધારે જાગ્યા. તો જે શકિતથી તમે દશ વાગ્યા સધુી જાગતા હતા. તે કામમાં આવવાની શરૂ થઇ ગઇ છે. આપણી પાસે શકિતનો રિજર્વાયર જથ્થો છે. એમાંથી આપણે કેટલાય શકિત લઇ  શકીએ છીએ અને તે જે શકિતનો સ્ત્રોત છે. આપણી પાસે તે કયારેય ચુકતો નથી, કેમ કે છેવટે તે પરમાત્મા સાથે જોડાયેલ છે અનંત જન્મોથી શ્વાસ લઇ રહ્યા વો તમે થાકયા નથી બે મિનિટમાં શ્વાસ લેવાથી થાકી જશો ? નહિ થાકો જયારે થાકો ત્યારે જોરથી વધારે કોશિષ કરો. અસલમાં તમારા થાકનો સ્વીકાર ન કરો. તમારા થાકને તોડી નાખો. તે મિત્રએ પૂછયું છે ક પછી આખો દિવસ હાથ-પગમાં દુઃખાવો થાય છે. કયારેક પીઠમાં દુઃખ થાય છે.

થાશે જ, જો બે મનિટમાં થાકી જાશો તો દર્દ નહી થાય તો શું થાશે ?

ના, બે મિનિટમાં થાકો નહિ, પૂરી તાકાત લગાવો ૩૦ મિનીટ જો પૂરી તાકાત લગાવશો તો તે બધાથી ઓછા થાકશે. આ મારા રોજના સેંકડો અનુભવથી કહી રહ્યો છું તમને જે માણસ ૩૦ મિનિટ પુરી તાકાત લગાવશે તે ઓછામાં  ઓછા થાકશે અને જો ખરેખર  પૂરી તાકાત લગાવી દો તો ૩૦ મિનીટ પછી એકદમ હલકા અને તાજા થઇ જાશો.થાકશો નહીં.

આપણે થાકીએ છીએ આપણે પૂરી તાકાત લગાવતા નથી એક તાકાત પણ લગાવો છો અને આખો સમય અંદર વિચારો છો કે કયાંક થાકી ન જાવ-બે તાકાત પણ લગાવો છો અને રોકી પણ રાખો છો કે કયાંક વધારે ન થઇ જાય. બસ એમાંજ બધો ઉપદ્રવ થઇ જાય છે.

હવે જેવા તમે કહો છો કે પાઠમા દર્દ થાય છે, કોઇના હાથમાં દર્દ થાય છે. તેનો અર્થ એ છે કે હાથ નાચવા ઇચ્છતા હતા, તમે નાચવા ન દીધા, પીઠ ઝૂંકવાનું ઇચ્છતી હતી, તમે ઝુકવા ન દીધી, દર્દ થશે. પગ કુદવાનું ઈચ્છતા હતા તમે કૂદવા ન દિધા, દર્દથશે.

હવે એક મિત્ર અત્યારે મારી પાસે આવ્યો અને તેમણે કહ્યું કે દિવસ આખો રોવાનું મન કહી રહ્યું છે.

તો મે કહ્યું, ધ્યાનમાં તો રોયા હતા ?

તેઓએ કહ્યું ના ધ્યાનમાં તો રોવાનું આવ્યું નહિ ?

હવે તે ધ્યાનમાં રોવાનું રોકે છે. હવે દિવસ આખો રોવાનું મન થઇ રહ્યું છે.

ના, રોઇ લ્યો ધ્યાનમાં, પછી જોવો દિવસમાં રોવાનું કેવી રીતે સંભવ થશે. આપણે રોકી રહ્યા છીએ કયાંક એટલા માટે અડચણ છે. અને જો આ બધાને તમે જો હું કહી રહ્યો એવું જ કરી રહ્યા છો અને પછી પણ તમને થાક લાગે તો સમજવું કે તમારા શરીરને કોઇ રીતના વ્યાયામ કે એકસરસાઇજની ટેવ નથી. ત્રણ-ચાર દિવસ પાંચ દિવસમાં તે આદત પડી જાશે. કોઇપણ નવો વ્યાયામ શરૂઆતમાં તો ત્રણ-ચારમાં પાંચ દિવસ શરીર થોડુ દુખશે તે ત્રણ-ચાર  પાંચ દિવસોમાં સારૂ થઇ જાય છે, તેમન ી કોઇ વધારે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ રોકાય નહિ, તેને દુર્દ થવા દો અને તમે કરો.

આજના મનુષ્યના ચિતની અવસ્થા જોઇને ઓશે કહે છે. ''મનુષ્ય વિક્ષિપ્ત છે, એવું નથી કે થોડાક લોકો વિક્ષિપ્ત છે, આખી  મનુષ્યતાજ વિક્ષિપ્ત છે દરેક મનુષ્યની વિક્ષિપ્તતા સામાન્ય સ્થિતિ થઇ ગઇ છે એવું કેમ?

આપણે બધાને દમિત' બનાવી દિધા છે બધાજ રીતની વાતોને અંદર ધકેલીને તે અંદર-અંદર ખુલી રહી છે . તે બધાને જે આપણા સમાજમાં ઉછરીને આગળ વધ્યા છે.'

તમે ક્રોધ, કામ, હિંસા, લોભ બધુજ ભેગુ કરી લીધું છે હવે તે ભેગુ કરેલું તમારી અંદર વિક્ષિપ્તા બની ગયું છે.

પશ્ચિમના મોટાભાગના મનૌ ચિકિત્સકોના મત અનુસાર આજની વિક્ષિપ્ત મનુષ્યતા માટે, ચિંતાથી મુકત કરવા માટે ''સક્રિય ધ્યાન'' ખરેખર ઉપાય સાબિત થઇ રહ્યું છે.

સક્રિય ધ્યાન અત્યારના મનુષ્ય માટે છે. કારણ કે તે વિક્ષિપ્ત છે. મુશ્કેલીમાં છે. બેચેન છે, ચિંતામાં છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૧ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

-ઓશો

ધ્યાન દર્શન

સંકલન : સ્વામી સત્યપ્રકાશ-

૯૪૨૭૨-૫૪૨૭૬

(9:59 am IST)
  • અમેરિકામાં સૌથી વધુ કોરોના કેસો : કુલ આંક 54,248 થયો access_time 11:05 pm IST

  • વાગડમાં બહારથી આવેલા લોકોનો સર્વે શરૂ :હજારો લોકોનું વાગડમાં થયું છે આગમન: મહારાષ્ટ્ર, ઉત્તર ગુજરાતથી આવ્યા લોકો :બહારથી આવેલા લોકોની કરાશે તપાસ: આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી શરુ : તંત્ર દ્વારા જાહેરનામાની ચુસ્ત અમલવારી access_time 10:36 pm IST

  • જી-ટ્વેન્ટી દેશોની વિડીયો કોન્ફરન્સ બેઠક શરૂ થવા તૈયારી : ચીન અને રશિયા જોડાશે : કોરોના અંગે ચર્ચા : નરેન્દ્રભાઈ ભાગ લેશે access_time 4:31 pm IST