Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ

ઓશો મેડીટેશન - ૧૦૮

ગુંચવાયેલ મન

‘‘લાઓત્‍સે કહે છેઃ હું ગુંચવાયેલ માણસ છું જયારે બધા લોકો સ્‍પષ્‍ટ હોય છે. ત્‍યારે હું જ ફકત સ્‍પષ્‍ટ હોતો નથી જયારે બધા લોકો બુદ્ધિશાળી લાગે છે. ત્‍યારે હું મુરખ લાગુ છું.''

લાઓત્‍સુ એવું કહેવા માગે છે કે તે જીવનને ગણતરીથી જીવતો નથી- તે જીવે છે. તે કોઇપણ પ્રાણીની જેમ કોઇપણ વૃક્ષની જેમ કોઇપણ પક્ષીની જેમ જીવે છે. તે કેવળ જીવે છે. જીવન શું છે અને કયાં લઇ જાય છે. તેની ગણતરી કર્યા વગર કોઇપણ જગ્‍યાએ લઇ જાય તે સારૂ છે. અથવા કયાય ના લઇ જાય તો પણ સારૂ છ.ે

મનને બાજુમાં મુકી દો. તે અઘરૂ છે પણ થઇ શકે છે. આધુનિક મન માટે અમુક નિર્ણાયક પ્રશ્નોમાંથી એક છે- ચતુરાઇને બાજુ પર મુકવી તમારે થોડા વધારે જંગલી થવાની જરૂર છે તે તમારી અંદર ખુબજ નિર્દોષતા લાવશે. તે તમને ખૂબ જ ઉંડા પ્રેમમાં ઉતરવા માટે તૈયાર કરશે તે ખાસ કોઇ વ્‍યકિત માટે નથી પરંતુ તે ફકત પ્રેમ છે-જીવન માટે, અસ્‍તીત્‍વ માટે અથવા કોઇપણ વ્‍યકિત માટે તે કોઇના પણ માટે હોઇ શકે ચિત્રકામ, કવિતા, નૃત્‍ય, સંગીત, નાટક વગેરે- પરંતુ ખુબજ ગહન પ્રેમ કે જે તમારૂ આખુ જીવન બની જાય તેમાં તમે એટલા બધા ખોવાઇ જાવ કે તેની બહાર કઇ બચે જ નહી તેથી તમે અને તમારો પ્રેમ એક બની જશો આ તમારા માટે એક પરિવર્તન હશે.

ત્‍યા ભય છે. પરંતુ ભયને પસંદના કરો જેઓ ભયને પસંદ કરે છે તેઓ તેમની જાતનો નાશ કરેછે. ભયને ત્‍યા રહેવા દો. તેમ છતા પણ તમેપ્રેમમાં ઉતરો

 

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૪ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:12 am IST)
  • ભારે વરસાદ માટે પણ અપાયેલ તાકિદઃ આવતીકાલે પશ્ચિમ બંગાળ, સિકકીમ, આસામ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદની હવામાન તંત્રે આગાહી કરી છે access_time 10:27 am IST

  • ઓસમાણ મીરનો જન્મદિવસઃ શુભેચ્છાવર્ષાઃ સુપ્રસિધ્ધ ગુજરાતી લોકગીત ગાયક- સ્વર સમ્રાટ ઓસમાણ મીરનો જન્મદિવસ ગઇકાલે હતો અનેક મિત્રો, શુભેચ્છકોએ અભિનંદન વર્ષા કરી હતીઃ આંધ્રપ્રદેશના રાજયસભાના સભ્ય શ્રી પરિમલ નથવાણીએ તેમના ટવીટર હેન્ડલ ઉપર ઓસમાણભાઇને શુભેચ્છા પાઠવી હતી access_time 10:26 am IST

  • મહારાષ્ટ્રમાં આજે એક જ દિવસમાં સૌથી વધુ 2940 કોવિડ -19 કેસ નોંધાયા છે, રાજ્યમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 44,582 પર પહોંચી છે, જેમાં મુંબઈના ધારાવી વિસ્તારમાં આજે 53 નવા COVID19 પોઝિટિવ કેસ નોંધાયા છે. ધારાવીમાં કુલ પોઝિટિવ કેસ વધીને 1478 અને ધારાવી માજ 57 લોકોના મોત થયા છે: રાજ્ય આરોગ્ય વિભાગ access_time 8:04 pm IST