Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd August 2023

ભોળાનાથ મહાદેવનાં અપાર મહિમા અહંકાર માટે પ્રાર્થના દ્વારા ક્ષમા માંગીએ

આટલું મોટુ વિશ્વ, આ વિશ્વમાં આપણે એક નાનકડા બિંદુ સમાન છીએ, પછી અહંકાર કેવો? અને અહંકાર હોય તો પછી એની નિરર્થકતા કેટલી? પુષ્‍પદંતના અહંકાર વિશે વાત કરીએ.

શિવ મહિમ્‍ નસ્ત્રોતના રચિયતા પુષ્‍પદંત શિવ ભક્‍ત હતા. તેઓ વિદ્વાન હોવા સાથે એક સારા કવિ પણ હતા તેઓ પોતાના આરાધ્‍યદેવ ભોળાનાથ મહાદેવજી વિશે એક ગહન તત્‍વજ્ઞાન સભર કાવ્‍ય રચના કરવા માંગતા હતા. વર્ષોની મહેનત પછી તેમણે શિવ મહિમાસ્ત્રોતની રચના કરી.

આસ્ત્રોત લખ્‍યા પણ તેમનામાં અહંકાર વ્‍યાપી ગયો. તેમને લાગ્‍યુ કે પોતે બહુ મોટુ કાર્ય કરી નાખ્‍યુ છે.

તે શિવજી-ભોળેનાથના મંદિરમાં ગયા પોતે રચેલી શિવ મહિમ્‍નસ્ત્રોત મહાદેવજીને અર્પણ કરી ત્‍યારે ભોળેનાથે તેમને કહ્યું, પહેલા તું નંદીના મોઢાનું નિરીક્ષણ કર.

પુષ્‍પદંતે નંદીના મોં મા જોયું તો નંદીના દાંત પર પોતે રચેલીસ્ત્રોતની એક પેક પંક્‍તિ સુક્ષ્મરૂપે લખાયેલી નજરે પડી....

આ જોઇને પુષ્‍પદંત તો સત્‍બ્‍ધ થઇ મુંઝવણમાં મુકાઇ ગયો, એને પરેશાન થયેલો જોઇને મહાદેવજીએ કહ્યું આ બંધુ ઘણા સમય પહેલા લખાઇ ગયું હતું, તું તો માત્ર કાવ્‍યને પ્રગટ કરવા નિમિત છો.

મતલબ કે આપણે હંમેશા એ વાતનો ખ્‍યાલ રાખવો જોઇએ કે આ પૃથ્‍વી પર આપણને ઇશ્વરે મોકલ્‍યા છે અને ઇશ્વરે સોંપેલું કામ આપણે કરીએ છીએ.

અગર જો આપણને તેનું કોઇ ફળ મળતું હોય તો પછી અહંકાર શેનો કરવો?

આપણે તો માત્ર નિમિત છીએ, બાકી તો કર્તા તો બીજા જ છે.

અહંકારથી ક્રોધ જન્‍મે છે અને ક્રોધથી અવિવેક જન્‍મે છે. પરિણામે ઝઘડો, મારામારીની ઘટના વધે છે.

અહંકાર દુર કરવો હોય તો આપણને જીવન પરમકૃપાળુ પરમાત્‍માની કૃપાથી પ્રાપ્‍ત થયું છે. એમ માનીને સંવાદી જીવન જીવીએ.

પ્રાર્થના દ્વારા અહંકાર માટે ક્ષમા માંગીએ અને સાચા આત્‍મિક વિકાસ માટે અહંકાર રહિત બનવા પ્રતિજ્ઞા લઇએ.

પરમાત્‍માના ગુણ અનંત અને અસંખ્‍ય છે. એ ગુણોનું સાચુ જ્ઞાન કોઇને પણ થઇ શકે એમ નથી. ભોળાનાથ મહાદેવજીનો અપાર મહિમા છે.

શંભુથી પર ના દેવ,મહિમ્‍નથી પરના ના સ્‍તુતિ,

અઘોરમંત્રથી યેના, ગુરૂથી પર તત્‍વના!

 

(12:13 pm IST)