Gujarati News

Gujarati News

News of Saturday, 26th August 2023

સાચી ભકિત અને ભકિતભાવ સાતત્‍યપુર્ણ રાખીએ...!

શ્રાવણ સત્‍સંગ

દેવાધિદેવ મહાદેવ સર્વના ઇશ્વર હોઇને કારણ દેહના અધિપતિ છે. વ્‍યાસ મૂનિએ જણાવ્‍યું છે કે, ઉ-કારમાં અકાર બહ્મા છે. ઉકાર વિષ્‍ણુ પોતે છે અને મકાર મહાદેવ છે અને અર્ધ માત્રામાં મહેશ્વરી છે.

બિંદુ તે પરબ્રહ્મ પરમાત્‍મા છે. પરસ્‍પર એકબીજાથી તે શ્રેષ્‍ઠ છે. ભગવતી અર્ધમાત્રાક રહ્યા છ.ે તે તેથી નિત્‍ય છે. અને વિશેષ કરીને ઉચ્‍ચારણ કરવાનું  અશકય છ.ે

એમ કહે છે કે, વિષ્‍ણુમાંથી બ્રહ્મા અને બ્રહ્માના લલાટમાંથી રૂદ્ર ઉત્‍પન્ન થયેલા છે ત્‍યાં ભોળાનાથ મહાદેવ પોતાની ઇચ્‍છાથી વરદાન આપવા માટે મુળ રૂદ્રના અંશરૂપ બીજા રૂદ્ર નામે પ્રકટ થયા હતા. વળી વિષ્‍ણુ કરતા ભગવાન શંકર વિષે દેવીતત્‍વનું સમિપ્‍ય હોવાથી ઉત્તમ પણુ કહેવામાં આવ્‍યું છ.ે વળી પ્રાકૃત દૃષ્‍ટિએ પણ કૃષ્‍ણ શિવના આરાધક હોય તેમાં આર્ય નથી શ્રીકૃષ્‍ણે શિવનું આરાધન કરી તપ કર્યું હતું શ્રી કૃષ્‍ણ મનુષ્‍ય દેહ હોવાથી તે માનુષીલીલા પ્રમાણે મહાદેવજીનું આરાધન કરેલ હતું. વળી શ્રી કૃષ્‍ણ વિષ્‍ણુના અંશાવતાર હતા.

પરમાર્થની દૃષ્‍ટિએ પણ વિષ્‍ણું કરતા શિવજી-ભોળાનાથ મહાદેવ ઉત્‍કૃષ્‍ટજ છે તેથી દેવાધિદેવ મહાદેવજીનું આરાધન વિષ્‍ણુ કરે જ તેમાં નવાઇ નથી.

આ ત્રણે દેવો સત્‍ય, રજ, તમએ ત્રણ અહંકારથી મુકત છે. વિષ્‍ણુ આદી સ્‍વતંત્ર છે જ નહી તપર્યા કે યજ્ઞો કરીને જેઓ મુકત થવાની ઇચ્‍છા કરે છે.

પરંતુ તેઓ સર્વ દેવો યોગ માયાને વશ હોઇને વારંવાર અવતાર ધારણ કરે છે.

ઇશ્વર પર ટકી રહેતો એક સરખો અને એક ધારો ભાવ તે ભકિત સાચી અને ભકિતભાવ સાતત્‍યપૂર્ણ રાખવો જોઇએ.

દીપક એન. ભટ્ટ

(11:29 am IST)