Gujarati News

Gujarati News

News of Monday, 4th September 2023

અમૃત પીએ તે દેવ ઝેર પી એતે મહાદેવ

શ્રાવણ સત્‍સંગ

શિવતત્‍વ આભથી પણ ઉંચુ છે અને પાતાળથી પણ ગહન છે. પ્રકાશમાં નહી, પણ અંધારામાં પણ મળશે.

 

આપણે સોમ હોય તો ચિત્ત ચૈતન્‍ય, આહલાદક અનુભુતિમાં  રહે છે. શુભ સંયોગ એ થાય છે કે આશુતોષ મહાદેવને ભજવા માટે સોમવાર જ આપણા માટે સંપન્ન થયો છે.મહિનામાં પાંચ સોમવાર એટલે એન્‍દ્રીય અમૃત પીવો ઉત્‍સવ આમ તો શિવજીને પુજા  પ્રિય છે. આમ તો કોઇ  પણ દિને ભગવાન શિવજી ઉપાસના કરી શકાય પણ સોમવારે શિવજીની પૂજા કરવાથી બમણુ પુણ્‍ય પ્રાપ્ત કરી શકાય.

 

શિવ કહે છે શ્રાવણ મને પ્રિય છે. શિવ એટલે કલ્‍યાણ તેમણે હંમેશા સૃષ્‍ટિનું ભલુ જ ઇચ્‍છયુ છે અરે....! બુરૂ કરનારનુ પણ ભલુ કર્યું છે આટલી અનુગતા હોય તો જ મહાદેવની શકાય.

અમૃત પીએ એ દેવ અને ઝેર પીએ એ મહાદેવ. પ્રસન્નવદને તેઓ દરેકના હૃદયમાં બીરાજે છે. જરૂર છે એમને સાચાદિલથી અને ખરાભાવથી પુજવાની તેઓ તુરતમાં પ્રસન્ન થાય છે, અને કોઇ વિધિવિધાનમાં પડતા નથી શિવને તો માત્ર જળનો એક લોટો બિલ્‍વપત્ર ચડાવો એટલે કરૂણાનિધાન પ્રસન્ન બિલ્‍વપત્ર ત્રણ ઝૂમખા હોવાથી તેઓ ત્રિદેવરૂપ પણ મનાય છે પાંચ ઝૂમખાનું બીલીપત્ર અતિશુકનીયાળ મનાય છ.ેહિમાલયના પહાડોય ઘટાદાર બીલીના વૃક્ષોનું જંગલ છે એનુ માંડાવીડ સૌદર્ય, શિવ જેવું છ.ે

જટામાં ગંગા ધારણ કરનાર દેવાધિદેવ મહાદેવ પાસે લોકો આવે છે અને પોતાના પાપ ધોવા પ્રયત્‍ન કરે છે.

સદાશિવ મહાદેવને ખબર છે કે શ્રાવણ માસ પછી ભકતોની ભીડ ઓછી થઇ જાય છ.ે

છતાય એજ અનુકંપા  અને આશિષ તેમના ભકતજનોને આપે છ.ે આવા મહામૃત્‍યુજય દેવાધિદેવ મહાદેવજીનો સાત્‍સંગ પ્રણામ. ભારતીય વૈદીક સંસ્‍કૃતિમાં તપર્યાના માર્ગ બનાવવામાં આવ્‍યા છે. કયારેક તમે એવી પ્રવૃતિ કરવા લાગો જે તમારા માટે સુવિધાજનક નથી માટે એવી વસ્‍તુઓ પસંદ કરો જે તમે સભાન રીતે કરવા લાગો છો.

જીવનની જુદી-જુદી પરિસ્‍થિતિમાં કેવી રીતે સભાન રહેવું.

મતલબ કે આધ્‍યાત્‍મિકતાનું મુળભુત પાસુ સતત પસંદગીઓ તરફ વળવાનું જે તમે ધીરે ધીરે કરી શકો છો.

 

(10:15 am IST)