Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

જય જગન્નાથના જય ઘોષ સાથે

સાગર કિનારે પૂરી તીર્થે યોજાતી ભવ્ય રથયાત્રા...!

ઓરીસ્સાના સાગર કાંઠે આવેલ પૂરીમાં આવેલ ભવ્ય જગન્નાથ મંદિરનું નિર્માણ ગંગાવંશના રાજા અનંગ ભીમદેવ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્થાપત્ય કલા નિહાળીને આ મંદિર કેટલું અદ્દભૂત અને ભવ્ય છે તેનો ખ્યાલ આવી શકે છે. ભવ્ય મંદિરને બે વિશાળ દુર્ગા, પ્રાંગણ  નિજ મંદિર, ગર્ભ ગૃહ અને ચારેય દિશામાં ચાર દ્વાર છે. જે સિંહ દ્વાર, અશ્વદ્વાર, વ્યાધ્ર દ્વાર, તેમજ હસ્તિદ્વાર તરીકે ઓળખાય છે.

અહીંના વિશાળ સભા મંડપમાં કિર્તન અને સ્તુતિગાન કરવામાં આવે છે અને અષાઢી બીજની ભવ્ય રથયાત્રાના પ્રારંભે ગાન વાહન અને નર્તત પ્રાંતઃ કાળથી કરવામાં આવે છે. એક સમયે આ સમગ્ર પ્રદેશ ''પુરૂષોતમ ક્ષેત્રનો પ્રદેશ'' કહેવાતો જે કાળાંતરે પુરી તરીકે પ્રસિદ્ધ થયો.

ભગવાન જગન્નાથની અષ્ટકમ્ તેમજ જયદેવના ગીત ગોવિંદ જેવી ઉચ્ચ આધ્યાત્મિક રચનાઓમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. તે સર્વધર્મ સમાનની ભાવનાની ઉચ્ચત્તમ અનુભૂતિ સમાન છે.

સર્વધર્મ સમાનના પ્રતિક સમી રથયાત્રાની  તૈયારીઓ પૂર જોશમાં ચાલે છ.ે એક ખાસ સંપ્રદાયનો લોકસમુદાય રથ નિર્માણમાં કાર્યરત રહે છે. વૈશાખ માસના શુકલ પક્ષની ત્રીજથી અહીં રથનું નિર્માણ કાર્ય શરૂ થાય છે.ે

ભગવાન જગન્નાથ, બલભદ્ર તેમજ સુભદ્રા માટે અલગ અલગ રથ તૈયાર કરવામાં આવે છે.

સૌથી વિશાળ રથ જગન્નાથજીનો હોય છે. આ રથમાં કાષ્ટના સોળ વિશાળ પૈડા હોય છે અને રથની ઉંચાઇ પપ ફુટ કે ૧૩.પ મીટર જેટલી હોય છે. આ રથમાં કાષ્ટના નાના મોટા ૮૩ર જેટલા ટુકડાનો ઉપયોગ કરવામાં આવે છ ેજયારે તેની લંબાઇ, પહોળાઇ, લગભગ ૧૦.પર મીટર જેટલી હોય છે. આ રથ ઉપર જે વિશાળ આવરણનો ગુંબજ બનાવવામાં આવે છે. તેમાં લાલ અને પીળા રંગનો ઉપયોગ થાય છે કહે છ ેકે, રણછોડરાયજીને લાલ અને પીળોરંગ અતિપ્રીય છ.ે આ રથના સારથી દારૂકા હોય છે.

બલરામજી તથા સુભદ્રાજીની રથની લંબાઇ પહોળાઇ અને ઉંચાઇ, તેમજ રંગ નિશ્ચિત હોય છ.ે આ પંરપરા વર્ષોથી જળવાઇ રહી છ.ે

બલરામજીના રથના પૈડા ૧૪ હોય છેઉંચાઇ ૧૩.ર મીટર અને આવરણ લાલ અને ભૂરા રંગનું હોય છ.ે રચના સારથી મતાલી હોય છે.

જયારે સુભદ્રાજીના રથની ઉંચાઇ ૧ર.૯ મીટર રહે છે તેના આવરણમાં લાલ અને શ્યામ રંગનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના સારથી અર્જુન છે.

અષાઢ સુદ એકમ પડવાના દિને જગન્નાથજી, બલભદ્રજી, સુભદ્રાજી પૂઃન સ્થાન ગ્રહણ કરે છે. અને બીજા દિવસે અષાઢીબીજના પ્રાંતઃ મુહુર્તમાં 'ખીચડા'ના નૈવેદ્ય બાદ પોતે પોતાના રથમાં બીરાજમાન થઇને જન સમુહના ખબર અંતર પુછવા જાણે કે અધીરા બની જાય છ.ે

આ પહેલાં પુરીના રાજવી પોતે સોનાના ઝાડુથી રથયાત્રાનો માર્ગ સાફ કરે છ.ે અને ત્યાર પછી જ 'જયજગન્નાથ'ના જયકારા સાથે ઢોલ ત્રાંસા અને હર્ષનાદોના ગગનભેદી જયઘોષ સાથે જગન્નાથજીના રથને ખેંચવામાં આવે છ.ે આમ વાજતે ગાજતે સંગીત મંડળીઓના સંગીતના તાલે, વિવિધ વાજીંત્રોના તાલે રથયાત્રાનો રથ અને ઉલ્લાસ સભર ભકિતમય વાતાવરણમાં પ્રારંભ થાય છે.

જગન્નાથ મંદિરના પ્રાંગણમાંથી પ્રારંભ થયેલી રથયાત્રા મંથર ગતિએ આગળ વધે છે. આ ત્રણેય મહારથને ખેંચવા હજારો શ્રદ્ધાળુ ભકિતજનો જોડાય છે. અને સારાયે પુરી શહેરમાં અહોભાવનો મહાસાગર હિલોળે ચડે છે. હજારો દર્શનાર્થીઓ રથયાત્રાના રૂટ પર ઉભા રહીને ભાવુક બનીને સામે ચાલીને પધારી રહેલા જગન્નાથજીને પ્રેમ પૂર્વક ભકિતભાવથી આવકારે છ.ે રથયાત્રાનો ત્રણ કિલોમીટરનો વિશાળ માર્ગ માનવ સમુદાય અને ભાવિકજનોથી ઉભરાઇ જાય છે. માનવ મહેરામણ વચ્ચે પસાર થતી રથયાત્રા તેનીભવ્યતાથી ઝાંખી કરાવે છ.ે

રથયાત્રા સુર્યાસ્ત સુધીમાં આ ત્રણ કિલોમીટરનો માર્ગ પસાર કરે છ.ે અને માર્ગ પર સૌ કોઇનું અભિવાદન ઝીલતા ઝીલતા બાગ બગીચાવાળા ગુંડીયા વાડી પહોંચે છે. જયાં તે એક સપ્તાહ સુધી સ્થાયી થાય છ.ે

આ પછી અષાઢ સુદ દસમના દિવસે 'બહુરયાત્રા' વાપસી યાત્રાનો પ્રારંભ થાય છે રથયાત્રાના ત્રણેય રથ પાછા ફરે છે. શ્રદ્ધાળુઓ ત્રણેય રથોને ખેંચીને જગન્નાથજી મંદિરના વિશાળ પ્રાંગણમાં લાવે છ.ે

બીજા દિવસે જગન્નાથજી, બલરામજી, સુભદ્રાજીને સુંદર વસ્ત્ર પરિધાન સુવર્ણ આભુષણોથી શુશોભીત કરી પુજા અર્ચના થાય છ.ે અને ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીની કાષ્ટની મૂર્તિઓને મુળ સ્થાન પર પ્રસ્થાપિત કરવામાં આવે છ.ે

આમ આ ભવ્ય ધાર્મિક ઉત્સવ ત્રણ સપ્તાહ સુધી ઉજવાય છે.

-દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:13 am IST)
  • પાકિસ્તાનના કરાંચીમાં જન્મેલી તથા શ્રી નરેન્દ્ર મોદીને ભાઈ ગણતી મહિલા કમર મોહસીન હસન રાખડી બાંધવા દિલ્હી પહોંચી : છેલ્લા 24 વર્ષથી રાખડી બાંધવાનો ક્રમ ચાલુ છે access_time 12:40 pm IST

  • અમિતભાઇ શાહ સાંજે કાશ્મીર જવા રવાના થશે : ૩૭૦મી કલમ નાબુદ કર્યા પછી દેશના ગૃહમંત્રી પ્રથમ વખત શ્રીનગર જઇ રહયા છેઃ ૧૬મીએ દિલ્હી પરત ફરશે access_time 1:15 pm IST

  • જુલાઈ મહિનામાં દેશની નિકાસમાં ૧.૩૨ અબજ ડોલરનો વધારો થયો છે: જૂનમાં નિકાસ કુલ ૨૫.૦૧ અબજ ડોલર હતી જે જુલાઈમાં વધીને ૨૬.૩૩ અબજ ડોલર થઈ છે. access_time 11:57 pm IST