Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

તોફાની પવન

''આ તોફાની પવન જે જોરથી અથડાય છે તે ખરેખર દુશ્મન નથી. તે તમને એકીકૃત થવામાં મદદરૂમ બને છે એવુ લાગે છે કે તે તમને જડમૂળથી ઉખેડી નાખશે પરંતુ તેની સાથે લડવામાં તમામ મૂળ વધારે મજબુત બને છે''

વૃક્ષ વિશે વિચારો તમે વૃક્ષને રક્ષણ આપવા માટે રૂમમાં લઇ આવો  તેના ઉપર જોરથી પવન નહી ફુંકાય. જ્યારે બહાર તોફાન હશે ત્યારે તે ખતરાથી બહાર હશે. પરંતુ ત્યા કોઇ પડકાર નથી, બધુ જ રક્ષણમા છે. પરંતુ ધીમે-ધીમે વૃક્ષ મુરઝાવા લાગશે, તે લીલુછમ નહી રહે. તે અંદરથી મરવા લાગશે-કારણ કે પડકાર જ જીવનને ઘડે છે.

વૃક્ષ સાથે અથડાતો તોફાની પવન ખરેખર દુશ્મન નથી તે તમને એકીકૃત થવામાં મદદરૂપ છે. એવુ લાગે છે કે તે તમને જડમૂળથી ઉખેડી નાખશે પરંતુ તેની સાથે લડવામાં તમારા મૂળ  વધારે મજબુત બને છે. તમે તમારા મૂળને વધારે ઉંડા ઉતારી દેશો જેથી તોફાન પહોચીને નાશ ના કરી શકે. સૂર્ય ખૂબજ ગરમ છે અને એવુ લાગે છે કે તે બાળી નાખશે પરંતુ વૃક્ષ પોતાની જાતને -સૂર્યથી બચાવવા માટે વધારે પાણી ચુસે છે. તે વધારે ને વધારે લીલુછમ થતુ જાય છે. કુદરતી તાકતો સામે લડવાથી તેને તેના આત્માને પરીચય થાય છ.ે કેવળ સંઘર્ષથી જ આત્માનો ઉદય થાય છ.ે

જો બધુ જ સરળ હશે તો તમે વિખેરાવા લાગશો, ધીમે-ધીમે તમે વિભાજીત થતા જશો કારણ કે એકીકૃત થવાની કોઇ જરૂર જ નથી તમે એક લાડ કરેલા બાળક જેવા બની જશો. તેથી-જયારે પડકાર આવે તેનો હીમતથી સામનો કરો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:14 am IST)
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારમાંથી અને મનીષ સીસોદીયા પ્રતાપગંજ બેઠક પરથી ચૂંટણી લડશે : આપની જાહેરાત access_time 9:00 pm IST

  • અમને આશા છે કે બેઠકમાં સન્માન જનક હિસ્સો મળશે અને કોંગ્રેસ સાથે જોડાણ કરીશું: બિહાર આરજેડી નેતા તેજસ્વી યાદવ access_time 10:12 pm IST

  • JNU હિંસામાં સંડોવણીઃ ABVPના અક્ષત - રોહિતને પોલીસ સમન્સઃ એબીવીપીએ અક્ષત અને રોહિત તેના સભ્યો હોવાનો ઈન્કાર કર્યો, અક્ષત અવસ્થીએ જેએનયુની સાબરમતી હોસ્ટેલની શેરીમાં ટોળા દ્વારા વાહનો અને ફર્નીચરની કરાયેલી તોડફોડની વિસ્તૃત વિગતો આપી : અક્ષત અને રોહિતે જેએનયુમાં વિદ્યાર્થીઓ પર હુમલામાં પોતાની ભુમિકા સ્વીકારી લીધી હોવા છતાં પોલીસે હજુ સુધી તેમની કોઈ ધરપકડ કરી નથી : અક્ષત અવસ્થી પોલીસ સ્ટેશને જશે પરંતુ તપાસમાં જોડાશે નહિં : સૂત્રો, દિલ્હી પોલીસે કેસની તપાસ માટે કબૂલાતની ટેપ્સ માટે ઈન્ડિયા ટુડે ટીવીને કહ્યુ access_time 12:42 am IST