Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

શ્રાવણ સત્સંગ

ને ડોશીમાએ શિતળામાનુ રૂપધરી દર્શન દીધા

શ્રાવણ વદ સાતમ્ એટલે શિતળા સાતમ્ શિતળા માતા પાસે બહેનો પોતાના બાળકોની રક્ષા કાજે ખોળા પાથરીને પ્રાર્થના કરે છ.ે વહેલાં ઉઠે છ.ે સ્વચ્છ સુઘડ થઇ આખો દિવસ ટાઢું ખાય છે. ચૂલા લીપીં ગુપી તેમાં આંબો રોપી અગ્નિ મુદલ સળગાવતા નથી. એટલે જ શિતળા સાતમ્ને ટાઢી સાતમ્ પણ કહેવામાં આવે છ.ે

આગલે દિવસે એટલે કે રાંધણ છઠ્ઠના દેરાણી-જેઠાણીએ મધરાત સુધી પૂરી શાક, થેપલા, પકવાન મેવા, મીઠાઇ, વગેરે જાતજાતની વાનગીઓ રાંધી પછી તો જેઠાણી થાકયાં પાકયાં પોતાને ઘેર જઇ સૂઇ ગયા. પણ દેરાણી રૂપા ચૂલો સળગતો મૂકી સુઇ ગઇ.

કહેવાય છે કે રાત્રે સુમસામ શાંતિમાં શિતળા માતા ફરવા નીકળ્યા અને રૂપાને ઘેર આવીને ચૂલામાં આળોટવા જતાં જ આખા ડીલે દાઝયાં શ્રાપ આપ્યો. મને જેવી બાળીછે એવું જ તારૂ પેટ (છોકરા-છૈયા) બાળજો.

રૂપા પ્રભાતે ઉઠીને જુએ છે તો ચૂલો ભડભડ બળે, છોકરો પણ દાઝી જતાં પથારીમાં મરેલો પડેલો, આવી ઉપાધી જોતાં તે સમજી ગઇ કે, નકકી મને શિતળા માતાનો શ્રાપ લાગ્યો છે....! ચાલ જાંઉ માતાજી પાસે...! એમ કહી મરેલો છોકરો ઉપાડી તે  ચાલી શિતળા માતા પાસે.

રસ્તે ચાલતાં નાનકડી વાવ જોઇ. વાવનું પાણી એવું કે પીધા ભેગુ જ માણસ મરી જાય. આ વાવને વાચા થઇ. બહેન બ્હને...!! તું શિતળા માતાને પૂછ જે કે મારા એવાં તે શા પાંપ હશે કે, મારૂ પાણી પીતાં જ માણસ મરી જાય ?

ભલે બહેન ! એમ કહીને રૂપા તો આગળ ચાલી ત્યાં એક બળદ મળ્યો તેની ડોકે પથ્થર મોટો ડેરો બાંધેલો, ડેરો એવો વજનદાર કે, હાલતાં ચાલતાં પગ સાથે ભટકયા કરે ને પગને લોહીલોહાણ કરી નાખે.

આ બળદ સાથે વાતચિત થતાં બળદે કહ્યું બહેન શિતળા માને મારા પાપનું નિવારણ પૂછતા આવજો.

બહુ સારૂ કહી રૂપા તો એક જંગલમાં બોરડીના ઝાડ પાસે આવી પહોંચી, રૂપાને જોતાં જ બોરડી નીચે બેઠેલાં એક ઘરડાખખ માજી માથું ખંજવાળતા બોલ્યાં, બહેન કયાં ચાલ્યાં ?

મા શિતળાને મળવા...!

મારૂ માથું જોઇ દેશો ?

હા માં...!

કહેતાં  ક ને રૂપાએ ડોશીનું માથું એવું જોઇ દીધું કે માને હળવુંફુલ માથુ થતા ઉંઘ આવી ગઇ.અને આશિર્વાદ દીધો.  મારૂ માથું ઠાર્યું એવુ તારૃં પેટ ઠરજો...! અને સાચેજ મરી ગયેલો એનો પુત્ર આ આશિર્વાદ મળતા જ સાજો સારો થયો.

મા દિકરો ભેટી પડયાં, ને ડોશીમાંએ શિતળાનું રૂપ ધરી દર્શન દીધા પછી પેલી વાવને અને બળદના દુઃખ પણ દૂર કરાવ્યા...!!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:11 am IST)
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારમાંથી અને મનીષ સીસોદીયા પ્રતાપગંજ બેઠક પરથી ચૂંટણી લડશે : આપની જાહેરાત access_time 9:00 pm IST

  • કોંગ્રેસ સાથેના સંબંધો સામાન્ય બનશે કે કેમ એ તો આગામી સમય જ કહેશે: ડીએમકે પાર્ટી વડા એમ. કે. સ્ટાલિન પર ગઠબંધન ધર્મનું ઉલ્લંઘન કરવાનો આરોપ મુકતા આજની કોંગ્રેસના નેતૃત્વ, હેઠળ મળેલ CAA વિરોધી બેઠક માં ડીએમકે પક્ષ હાજર રહેલા નહિ access_time 8:25 pm IST

  • ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને વિધાનગર પોલીસ લાઈનમાં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ આહીર ભીમભાઇ દેસાઈ એ ગળા ફાસો ખાઈ આપઘાત કર્યો access_time 11:11 pm IST