News of Wednesday, 5th October 2016

આવકવેરા ખાતું વ્‍યાજ ચુકવે છે તેનાં કરતાં ડબલ વ્‍યાજ કરદાતા પાસેથી વસુલ કરે છે

કરદાતાને ૬% વ્‍યાજ ચુકવે તેની સામે ૧ર% લેખે ઉઘરાવે છે

રાજકોટ,: ઇન્‍કમટેક્ષ ડીપાર્ટમેન્‍ટ જો કોઇ કરદાતાએ તેની જવાબદારીથી ઓછો આવકવેરો ભર્યો હોય, ટી.ડી.એસ. અથવા ટી.સી.એસ. ઓછો ભર્યો હોય અથવા મુદતથી મોડો ભર્યો હોય તો માસીક ૧% લેખે વ્‍યાજ ચુકવવાની ફરજ પાડે છે. આમ વાર્ષિક ૧ર% લેખે કરદાતાઓએ વ્‍યાજ ચુકવવાનું રહે છે જેની સામે કરદાતાઓએ વધુ ભરેલ રકમ ઉપરનાં રીફંડમાં વાર્ષીક ફકત ૬% લેખેજ વ્‍યાજ ચુકવે છે. આ ઉપરાંત મોડો ટેક્ષ ભરાયેલ હોય અથવા ન ભર્યો હોય તેની ઉપર પેનલ્‍ટી દંડ તો જુદો. આવાકવેરા કાયદામાં જ આવી જોગવાઇ હોય, કોઇપણ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કરદાતાઓને આ બાબત ન્‍યાય આપી શકતા નથી.

આવકવેરા કાયદા હેઠળ જુદી-જુદી કલમોમાં નીચે મુજબ ટેક્ષ ઓછા ભરવા, અથવા ન કરવા કે ભરવાનું ભૂલાઇ ગયેલ હોય તો વ્‍યાજ ભરવાનું થાય તેની સંક્ષિપ્તમાં વિગત નીચે મુજબ છે.

(૧) કલમ-૧૧પ કોઇપણ કંપની અથવા મ્‍યુચ્‍યુઅલ ફંડો ડીવીડન્‍ડ રકમ ચુકવે તે દિવસે ટેક્ષ ભરવાનો થાય. વિલંબીત ચુકવણી ઉપર માસીક ૧% વ્‍યાજ સાથે ભરવાનું રહે છે.

(ર) કલમ-૧પ૮ કરદાતાને ત્‍યાં રેડ પડેલ હોય તથા તેમણે જાહેર કરેલી આવક ઉપર નિયત સમયમાં ટેક્ષની ચુકવણી કરેલ હોય અથવા તેનું આવકવેરાનું રીર્ટન સમયસર નીયત ટાઇમમાં ન ભરેલ હોય તો

(૩) કલમ-ર૦૧ ટી.ડી.એસ. તથા ટી.સી.એસ.માં કર કપાત કરવાની જવાબદારી કરદાતાની છે. આ કર ઓછો ભરાય અથવા ન ભરાય - મોડો ભરાય ત્‍યારે.

(૪) કલમ-ર૦૬ કર ઉઘરાવવાનું ભૂલી ગયેલ હોય અથવા કર ઉઘરાવીને ભરેલ ન હોય, કે ઓછો ભરેલ હોય.

(પ) કલમ-રર૦ કરદાતાનું સ્‍કુટીની એસેસમેન્‍ટ આવકવેરા અધિકારી જે ડીમાન્‍ડ નોટીસ આપે તે કર ૩૦ દિવસમાં ન ભરાય ત્‍યારે.

(૬) કલમ-ર૩૪ દરેક કરદાતાઓએ પોતાનું આવકવેરા રીર્ટન સમયસર નિયત તારીખ પહેલા ટેક્ષની ચૂકવણી સાથે ભરવાનું ફરજીયાત છે. જો તેમાં વિલંબ કરે, મોડું ભરે અથવા ન ભરે અને આવકવેરાની નોટીસ આવ્‍યે ત્‍યાર ભરે તેવા સંજોગોમાં.

(૭) કલમ-ર૩૪ એડવાન્‍સ ટેક્ષઃ આવકવેરા ખાતાએ એડવાન્‍સ ટેક્ષ ભરવા માટે વર્ષ દરમીયાન ચાર તારીખો ફીકસ કરેલ છે અને તેમાં કુલ અંદાજીત આવક ઉપરની ગણત્રી કરી એડવાન્‍સ ટેક્ષ ભરવાનો રહે છે. જો એડવાન્‍સ ટેક્ષનો હપ્તો ઓછો ભરાય અથવા વર્ષને અંતે રીર્ટન ભરતા સમયે સેલ્‍ફ-એસસમેન્‍ટ ટેક્ષ કુલ ટેક્ષના ૧૦%થી વધુ હોય તો તમામ એડન્‍વાસ ટેક્ષની ઓછી ભરાયેલ રકમ ઉપર તેમજ સેલ્‍ફ એસસમેન્‍ટ ટેક્ષ ઉપર માસીક ૧% લેખે વ્‍યાજ તથા દંડ સાથે ભરવાનો રહે છે.

(૯) રી-ઓપન કલમ ૧૪૮ નીચે અથવા અન્‍ય કોઇ પણ આવકવેરા કાયદા નીચે કરદાતાનું એસસમેન્‍ટ પ્રોસીંડીંગ-રી ઓપન એટલે કે ફેર તપાસણી થાય તો તેવા સંજોગોમાં કરદાતાને ઇન્‍ટીમેટેશન ઓર્ડર તથા રીફંડ આવી ગયેલ હોય - તે સંજોગોમાં  રીફંડ ઉપર વધારા અડધા ટકાનો તથા વધારાી નાવક ઉપર માસીક ૧% લેખે ટેક્ષ કરદાતાએ ભરવાની જવાબદારી ઊભી થાય છે.

(૯) રીફંડ ઉપર વ્‍યાજ : જો કોઇ કરદાતાએ એડવાન્‍સ ટેક્ષ વધુ ભર્યો હોય તેમજ તેનો ટી.ડી.એસ. પણ વધુ કપાયેલ હોય અને કરપાત્ર આવક ઉપરનો ટેક્ષ ઓછો થતો હોય તેવા સંજોગોમાં આવકવેરા ખાતુ, જો સમયસર રીર્ટન ભરાયેલ હોય તો રીફંડ ઉપર ૧લી એપ્રીલ એટલે કે એસસમેન્‍ટ વર્ષ શરૂ થયાની તારીખથી રીફંડ ઉપર વાર્ષીક ૬% એટલે કે માસીક ફકત અડધા ટકા લેખે વ્‍યાજ ચુકવવાને પાત્ર બને છે.

આમ આવકવેરા ખાતુ ટેક્ષ ઓછો ભરાયેલ હોય, ન ભરાયેલ હોય અથવા ભરવાનું ભૂલી ગયેલ હોય તો કરદાતાઓ પાસેથી માસીક ૧% એટલે કે વાર્ષિક ૧ર% લેખે વસુલ કરે છે. જયારે રીફંડ ઉપર અડધો ટકો એટલે કે વાર્ષિક ૬% વ્‍યાજ ચુકવે છે. માટે સમયસર થોડો વધુ ટેક્ષ ભરી વાર્ષીક ૧ર% ચુકવવાને બદલે ૬% લેખે રીફંડ ઉપર વ્‍યાજ લેવું હીતકારક છે. હવે તો રીફંડ પણ સામાન્‍ય રીતે ત્રણ-ચાર મહીનાનાં સમયમાં જ સીધુ કરદાતાનાં ખાતામાં વ્‍યાજ સાથે જમા થાય છે.

:: લેખક ::

નીતિન કામદાર

સી.એ. રાજકોટ

ફોન નં. (૦ર૮૧) રરર૭૬૮૮

 

(5:05 pm IST)
  • સુરતમાં ઝરમર : અમદાવાદમાં વાતાવરણમાં પલ્ટો : ધૂળની ડમરી ઉડી : સુરતમાં સવારે ઝરમર વરસાદ : વાતાવરણમાં ઠંડક પ્રસરી : અમદાવાદમાં જોરદાર પવન ફૂંકાયા, ધૂળની ડમરીઓ ઉડી access_time 3:43 pm IST

  • અમરેલી જિલ્લા પોલીસ બેડામાં ધરખમ ફેરફાર : જિલ્લાના 18 પોલીસ અધિકારીઓની અરસપરસ બદલી : અન્ય 28 પોલીસ કર્મીઓને એલસીબી, એસઓજી, પેરોલ્ફલો સ્કોવ્ડ્માં નિમણૂકના હુકમો કરતા એસપી શ્રી નિર્લિપ્ત રાય : ધારી સીપીઆઈના શ્રી પી.વી.જાડેજાને સાવરકુંડલા ટાઉન પીઆઇની ફરજ સોંપાઈ access_time 11:00 pm IST

  • બનાસકાંઠામાં નગરપાલીકાની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો : બનાસકાંઠા નગરપાલીકાના પ્રમુખપદે ભાજપના અશોક ઠાકોર અને ઉપપ્રમુખ પદે હેતલબેન રાવલની વરણીઃ કોંગ્રેસના ૧૯ સામે ૨૩ સભ્યોના ટેકાથી ભાજપનો ભગવો લહેરાયો access_time 2:43 pm IST