Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

પરમ સંન્યાસીને આપણે સર્વતંત્ર-સ્વતંત્ર કહીએ છીએ તેને કોટિ હીન કોટિમાં મૂકીએ છીએ. નિશ્ચિત ત્યારે તેનામાં એક અનુશાસન જન્મે છે. અને તેનાં સૌંદર્યનો મહિમા અપૂર્વ હોય છે.

તે અનુશાસન પ્રસાદરૂપ હોય છે. તે સ્થિતિમાં કોઇ પ્રકારનું આરોપણ હોતું નથી. કોઇ પ્રયત્ન હોતો નથી.

કરવું જોઇએ માટે જ તમે નથી કરતા. ત્યારે જે સંભવે છે તે સુંદર અને શુભ હોય છ.ે

તમે પરિભાષામાં સાંભળી હશે-શુભ કાર્ય કરનાર સંત છે. હું તમને કહેવા માગું છું કે સંત દ્વારા શુભ કાર્ય થાય છે. શુભ કાર્ય દ્વારા કોઇ સંત નથી બનતું સંત બનવાથી શુભ કાર્યો થાય છે.

આચરણને ઉપરથી ઓઢી લેવાથી અંતરમાં કોઇ ક્રાંતિ નથી થતી. જો અંતરમાં ક્રાંતિ થાય તો બાહ્ય આચરણ દૈદીપ્યમાન થઇ જાય છે. પ્રકાશિત થઇ જાય છે. આભાથી આલોકિત થઇ જાય છે. અને પછી તેવી વ્યકિત સ્વભાવ અનુસાર જીવે છે. તેના માટે કોઇ અભ્યાસની જરૂર નથી. તેની અંતસચેતનામાં જે પ્રતિફલિત થાય છે. તે પ્રમાણે તે જીવે છે.

તમારો સ્વભાવ જે રીતે પ્રતિભાવ કરે તે પ્રમાણે જીવજો. તમારા અંતસમાં જે ઉગે તેનાથી અન્યથા નહિ કરતા. તે જ છે. વાસ્તવિક સંન્યાસ!

જે વ્યકિત સ્વયંની માલિક છે તે સ્વતંત્ર છે. અને માલિક કોણ છે ? જેણે સ્વયંને જાણ્યો તે જ માલિક થઇ શકે.

જેને સ્વયંનો બોધ નથી તે તો માલિક કઇ રીતે થઇ શકે ? સ્વયંના બોધથી જીવનમાં બધું જ પરિવર્તિત થઇ જાય છે.

જીવનમાં એક નિશ્ચિ મર્યાદા આવે છે. અને તે મર્યાદામાં કોઇ કુરૂપતા નથી હોતી તેમર્યાદામાં સ્વતંત્રતાનો વિરોધ નથી મર્યાદાના કમળ સ્વતંત્રતાના સરોવરમાં ખીલે છે.

તમે જરા જીવનમાં પ્રેમથી જીવીનેતો જુઓ. ધ્યાનપૂર્ણાતાથી જીવીને તો જુઓ ! પ્રાર્થના તો પ્રેમનું જ નવનીત છે. તે તો પ્રેમનો જ નિચોડ છે.

જીવનને સ્વભાવ અનુસાર જીવવું તે જ છે વિદ્રોહ ! માટે જ હું કહુંછું-

આધ્યામિત્ક જીવન વિદ્રોહીનું જીવન છે. તપસ્વીનું જીવન છે. અને પતશ્ચર્યા તો એક જ છે. કે તમે અંતસ પ્રમાણે બાહ્ય આચરણ કરો, પછી જે પરિણામે આવે ! તમે અંતરમાં જેવા હશો. તેને જ બહાર દર્શાવશો. તમે તમારાં આચરણને અંતસ્ અનુસાર બનાવશો.

તમારા અંતરમાં જે હોય તેને જ બહાર ફલિત થવા દેજો. પરમાત્મા તો માત્ર તેમને જ પ્રાપ્ત થાય છે. જેનું જીવન સો ટકા સાચું હોય છે. અને સાચું જીવન, પ્રમાણીક જીવન જીવવું અત્યંત મુશ્કેલ છે, તપશ્ચર્યાપૂર્ણ છે. કારણ કે ડગલે અને પગલે બાધાઓ આવશે.

સમાજ અસત્ય પર જીવે છે. અને અસત્ય દ્વારા સમાજમાં જીવવું સરળ બને છે. પરંતુ તેવું જીવન પરમાત્મા-જીવન જીવવામાં બાધારૂપ બને છે.  તમને આશ્ચર્ય તો ત્યારે થશે જે દિવસે તમારા અંતસ્માં પ્રભુપ્રસાદ અવતરશે અને તમે સર્વતંત્ર-સ્વતંત્ર થશો.

તમારા જીવનમાં ત્યારે એક દાયિત્વનો બોધ જન્મશે. જે તદ્દન નૃતન હશે. અચાનક તમે અનુભવશો કે તમે જીવનની મર્યાદાઓને કર્તવ્યોને નિભાવો છો પરંતુ તે કોઇ બાહ્ય દબાણને કારણે નહિ. કોઇ ળબજબરીને કારણે નહિ. હવે તો તમારા અંતસ્માંથી પ્રેમ વહી રહ્યો છે.ે હવે તમે અનુભવવા લાગ્યા કે અહી કોઇ અન્ય તો છે જ નહિ. તે દિવસે સંભવશે એક અનુશાસન-અતિ ગરિમાપૂર્ણ, અતિ સુંદર, અપૂર્વ !

તે દિવસે સંભવશે એક દાયિત્વ, જવાબદારી-કોઇના દ્વારા થોપેલી નહિ. તમારા સ્વયંના બોધની ક્ષમતામાંથી જન્મેલી સ્વયંસ્કુર્ત !

સ્વયંસ્કુર્ત બનો. અંતસ્ને જાગ્રત કરો- અને તમે પરમાત્માની નજીક પહોંચવા લાગશો.

સ્વયંના સ્વામી બનીને જીવો, અને સ્વામી બનીને મરો. તમારાં સ્વામિત્વનો એટલો જ અર્થ છે કે તમે સ્વબોધને ઉલબ્ધ થાઓ !

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:32 am IST)
  • રાત્રે ૮-૪૦ : જામનગર – ભાવનગર – રાજકોટ – સોમનાથ – જુનાગઢ જીલ્‍લાના અનેક વિસ્‍તારોમાં ર થી ૧૦ ઇંચ વરસાદના અહેવાલો મળે છે. access_time 8:46 pm IST

  • ભરૂચ-સુરત નવસારી જળબંબોળ :ગીર-સોમનાથ પંથકમાં 9 ઇંચ ખાબક્યો access_time 9:22 pm IST

  • રાત્રે 8-40 વાગ્યે : દક્ષિણ-મધ્ય ગુજરાતના સુરત-વલસાડ-ભરૂચ-વડોદરા -નવસારી સહિતના સંખ્યાબંધ જિલ્લાઓમાં મોડીરાત સુધી દે ધનાધન વરસાદ ચાલુ :8 ગામોમાં વીજળી ગુલ :197 નાના મોટા હાઇવે બંધ કરાયા :સૌરહસ્ત્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ :કચ્છ હજુ કોરોધાકોડ :નડિયાદથી અમદાવાદના પટ્ટામાં ભારે વરસાદ :તાપીથી વાપી સુધી જબ્બર વરસાદી તાંડવઃ : સતત ચાલુ access_time 9:22 pm IST