Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2017


સાથી હાથ બઢાનાઃ તૈયદભાઇ જુનાથને સારવાર માટે આર્થીક મદદની જરૂર

રાજકોટ તા. ૧ : શ્વાસની તકલીફનો સામનો કરી રહેલ રાજકોટના તૈયદભાઇ જુનાથને ગેગરીનની અસર થતા ક્રાઇસ્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે આઇસીયુમાં ખસેડવામાં આવેલ છે. લીવર ઉપર સોજો અને લોહીની ટકાવારી ઘટી ગયાનું તબીબી રીપોર્ટમાં જણાવાયુ છે. પરીક્ષણ કરાતા તેમને સિસ્ટેમીક લ્યુપસ ઇરિથીમેટોસીસ (એસ.એલ.ઇ.) નામનો જટીલ રોગ થયાનું કહે છે. ગેંગરીનના કારણે આંગળીઓ કાળી પડવા લાગી હોય તાત્કાલીક ઓપરેશનની સલાહ આપવામાં આવી છે. ફેફસામાં પાણી ભરાવાની સમસ્યા પણ ચિંતા જનક હોવાનું તબીબોએ જણાવેલ છે. એકદમ સાધારણ પરિસ્થિતીમાંથી આવતા તૈયદભાઇનો પરિવાર આગળની સારવારના ખર્ચ પહોંચી વળે તેમ ન હોય સમાજના સુખી સંપન્ન લોકોએ આગળ આવવા અપીલ કરાઇ છે. તેઓ ભારતીય સ્ટેટ બેન્કમાં બચત ખાતુ ધરાવે છે. ખાતા નં. ૩૧૫૧૧૮૭૭૦૭૨ છે. વધુ માહીતી માટે દાઉદભાઇ (મો.૯૪૨૬૮ ૧૯૯૭૩) નો અથવા રૂરૂ તેમના નિવાસ સ્થાન જામનગરરોડ, હુડકો કવાર્ટર ૧૦૧ કવટરની બાજુમાં રાજકોટ ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે.

(2:40 pm IST)
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આવતીકાલે લેવાનાર પરીક્ષા હવે ૧૯મીએ લેવાશે access_time 6:51 pm IST

  • વેરાવળ-સોમનાથના ટ્રસ્ટીશ્રીએ જણાવેલ કે હવામાન ખાતાની તા. ૧૧ થી તા. ૧૪ સુધીની વાવાઝોડાની આગાહી મુજબની સૂચના તા.૧૨ના રોજ યોજાનાર ગંગા દશેરા ઉત્સવનો કાર્યક્રમ સંપૂર્ણપણે રદ કરવામાં આવેલ છે access_time 11:44 am IST

  • વાવાઝોડા સંદર્ભે ટેલીફોન તંત્ર હાઇએલર્ટ જયુબેલી બાગ ખાતે જીલ્લાનો સ્પે. કન્ટ્રોલ રૂમ : વાવાઝોડા સંદર્ભે રાજકોટ ટેલીકોમ તંત્ર ધડાધડ પગલા લીધાઃ તમામ ટાવર ચાલુ રહે અને લાઇટ જાય તો ડીઝલથી જનરેટર સેટ ચાલુ કરી દેવા આદેશો રાઉન્ડ ધ કલોક સ્ટાફ દ્વારા વોચઃ વીવીઆઇપી નંબરો ઉપર ખાસ સ્ટાફ બેસાડાયોઃ ગઇકાલે સુરે. થી કપાયેલ ઓએફસી કેબલ જોડી દેવાયોઃ રાજકોટના હજારો ફોન ૧II કલાક મૂંગા રહ્યાઃ રાત્રે ૯ વાગ્યે શરૂ થયા access_time 3:28 pm IST