Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

આચાર્ય રજનીશ સાનિધ્યમાં કેટલીક જ્યોતિર્મય ક્ષણ

એક વૃદ્ધે પૂછયું, ''હું વિચારોને લીધે દુઃખી છું. પહેલા આમ ન થતું. પણ જ્યારે પોતાની અંદર ધ્યાન આપવા માંડયું ત્યારથી ખૂબ અશાન્તિ જણાવા લાગી. વિચારોની અસંગત વ્યર્થ ગતિથી ગભરાઇ ગયો છું. ચોવીસે કલાકે ચિત્તની અશાન્તિનો ખ્યાલ ચાલુ રહે છે. કોઇ કોઇ વાર તો ગાંડો ન થઇ જાઉં એવીશંકા ઊઠે છે. મને રસ્તો બતાવો ! કહો હું હું શું કરૃં ? શું ન કરૃં ? આ વિચારમાંથી મુકિતનો કોઇ ઉપાય છે.'' ખરેખર, તેઓ વિચારોને લીધે દુઃખી જણાય છે, તેમનું માથું અને આંખો એનાં સાક્ષી છ.ે

આચાર્યશ્રી થોડીવાર શાંત રહીને બોલ્યા. એવી એમની ટેવ છે. પ્રાયઃ કાંઇક કહેતાં પહેલાં તેઓ શાંત થાય છ.ે આ મૌનક્ષણોમાં તેઓ સામી વ્યકિતનું નિરીક્ષણ કરતા હોય છે. કદાચ કોઇ આંતરિક સતહ પર તેઓ કાંઇ સંબંધ જોડે છે, પછી બોલે છે. તેઓ ધીરી ધીરે બોલ્યા, ''આ જ્ઞાન શુભ છ.ે વિચારોની વ્યર્થતા જણાય છે. તેમના આવાગમનથી થતી અશાંતિની અનુભૂતિ થાય છે. ઘણં તો એ જાણતા જ નથી. આ જાણ્યા પછી એમાંથી છૂટવાનો પ્રયાસ જરૂર થઇ શકે.''

સામાન્ય રીતે જ્યાં સુધી માણસ પ્રત્યેક વિચારના પ્રવાહ સાથે ગતિશીલ રહે છે, ત્યાં સુધી તેને વિચારથી ઊભી થતી અશાંતિનો અનુભવ નથી થતો પણ તે થોભીને વિચારોને જુએછે, ત્યારે તેને વિચારોની સતત દોડ અને અશાંતિ પ્રત્યક્ષ થાય છ.ે વિચારોથી મુકિતની દિશામાં આ જરૂરી અનુભૂતિ છે. આપણે થોભીને જોઇએ ત્યારે જ આપણને વિચારોની વ્યર્થતાનો ખ્યાલ આવે છે, ખરે જ જેઓ તેની સાથે દોડતા રહે છે તેઓને એની કયાંથી ખબર પડે ?

તેથી જ મેં કહ્યું છે કે તમારૃં જ્ઞાન શુભ છે; અને તેથી ગભરાઓ નહીં, પણ ખુશ થાઓ. પણ આટલેથી બંધ ન થશો. વિચારોની પ્રક્રિયા તરફ અત્યન્ત નિર્વૈય કિતક ભાવ કરો-માત્ર દર્શકનો ભાવ ! વિચારો સાથે તમારો સંબંધ માત્ર જોવા પૂરતો જ છે એમ જાણો ! એથી વિશેષ કાંઇ નહીં. જ્યારે વિચારનાં વાદળાં મનને ઘેરી લે અને ગતિશીલ હોય ત્યારે તેને પૂછો, હે વિચાર ! તું કોનો છે ? શું તું મારો છે ?

તમને જવાબ નહીં મળે. કારણ વિચાર તમારા નથી. તે તમારા અતિથિ છે. તમારા મનને તેણે  મુસાફરખાનું બનાવ્યું છે. તેને પોતાના માનવાએ ભૂલ છે. તે ભૂલ વિચારોમાંથી મુકત થવા નથી દેતી. તેમને પોતાના, માનવાથી જે તાદાત્મ્ય ઉભું થાય છે તે તમેને છૂટવા નથી દેતું. આ, જે કેવળ અતિથિ છે., તેજ સ્થાયી નિવાસી બનેછે. વિચારોને નિર્વૈયકિતક ભાવે જોવાથી ક્રમે ક્રમે તેનાથી સંબંધ છૂટે છે.

જ્યારે કોઇ કામના વિચાર આવે ત્યારે ધ્યાનથી તેના તરફ લક્ષ્ય આપો કે આ વાસના છેકે વિચાર ઉઠે છે ? પછી જુઓ, અને જાણો કે હવે તે પૂર્ણતયા મન આગળ છે, પછી જાણો કે હવે તે વિલીન થાય છે. હવે વિલીન થઇ ચૂકયો છે.

હવે બીજો વિચાર છે. વિચાર પૂરો થાય છે, વીલીન થઇ રહ્યો છે, વિલીન થયો છે. આ રીતે શાંતિથી ઉદ્વિગ્નતા વિના દર્શકની જેમ સાક્ષી બનીને વિચારોની સતત ધારાનું નિરીક્ષણ કરો. તેમના તરફ કોઇ ભાવ ન રાખો સારો નરસો, કાંઇ નહીં.

તેમના વિષે કોઇ શુભ-અશુભ નિર્ણય ન કરો. માત્ર જુઓ અને નિરીક્ષણ કરો. આમ શાન્ત પસંદગી વિના નિરીક્ષણ કરવાથી વિચારોની ગતિ ક્ષીણ બને છ.ે અન્તે નિર્વિચાર સમાધિ મળે છે.નિર્વિચાર સમાધિમાંં વિચાર વિલીન થાય છે પણ વિચાર શકિત  ઓ છ.ે એ વિચાર-શકિતને જ હું પ્રજ્ઞા કહું છું. વિચાર-શકિતના જાગરણ માટે વિચારમુકત થવું અત્યંત જરૂરી છે.

હું એ વૃદ્ધને જોઉં છું. સાંભળતાં સાંભળતા જ તેમનું માથું હળવું થયું લાગે છે. તેમની આંખો શાન્ત લાગે છે. તેમણે એક ઉંડો શ્વાસ લીધો. જાણે કોઇ ભાર હળવો થઇ ગયો હોય, અને તેઓએ કોઇ સંકલ્પ કર્યો હોય. છેવટે તેમણે કહ્યું, ''મારા માટે બીજો કોઇ હુકમ છે?''

આચાર્યશ્રી બોલ્યા, ''સત્યની ખોજના માર્ગે અથવા પોતાની ખોજના માર્ગે નવા બે સૂત્ર યાદ રાખવા જરૂરી છે. પહેલું: ''પ્રારંભ ભ કરો''! અને બીજું : ''ચાલુ રાખો''! આ બે સ્વર્ણસૂત્રોનું જે અનુગમન કરેછે તે જરૂર જ ગન્તવ્ય સ્થળે પહોંચે છ.ે

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:28 am IST)
  • રુચિરા કાબોજ ભૂટાનમાં ભારતની નવા રાજદૂત નિયુક્ત :આગામી દિવસોમાં સાંભળશે કાર્યભાર :વરીષ્ઠ રાજનાયિક રુચિરા કાબોજને ભારતના રાજદૂત અતિકે ભૂટાનમાં નિયુક્ત કરાયા access_time 12:58 am IST

  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST

  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST