Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

ઝવેરચંદ મેઘાણીના પુત્રવધુ કુસુમબેન મેઘાણીની સ્મૃતિમાં મહાત્મા ગાંધીને પ્રિય મેઘાણી ગીતો ગુંજયા

રાજકોટઃ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીનાં પુત્રવધૂ, પિનાકી મેઘાણીનાં માતા તથા આજીવન સમાજસેવિકા - પૂર્વ સાંસદ સ્વ. જયાબેન વજુભાઈ શાહનાં નાનાં બહેન સ્વ. કુસુમબેન નાનકભાઈ મેદ્યાણીની પુણ્યસ્મૃતિમાં અમદાવાદ સ્થિત મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ઐતિહાસિક ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ગાંધીજીને પ્રિય એવાં મેદ્યાણી-ગીતોનાં માતૃવંદનાસ્વરાંજલિ કાર્યક્ર્મનું આયોજન થયું હતું. સાક્ષર, સ્વાતંત્ર-સેનાની રામનારાયણ વિ. પાઠકના નિમંત્રણથી ગૂજરાત વિદ્યાપીઠની મુલાકાતે આવેલા ઝવેરચંદ મેદ્યાણીએ ત્યાંનાં યુવા વિદ્યાર્થીઓને ગીતો સંભળાવ્યાં હતાં તેથી આ કાર્યક્ર્મનું સવિશેષ મહત્વ રહ્યું.    મેદ્યાણી પરિવારમાંથી પિનાકી મેદ્યાણી, ડો. શેણી મેદ્યાણી, મંજરીબેન મેઘાણી અને રમેશભાઈ બાપોદરા, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના અધ્યક્ષ દેવેન્દ્રભાઈ દેસાઈ, ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડો. અનામિકભાઈ શાહ, સ્વ. જયાબેન વજુભાઈ શાહ પરિવારમાંથી ડો. અક્ષયભાઈ-અનારબેન શાહ, ડો. અમિતાબેન-ડો. દિનેશભાઈ અવસ્થી, ડો. પ્રીતિબેન, અજયભાઈ, તુષારભાઈ, અમીબેન અને હનીબેન, સ્વ. લીનાબેન રજનીકાંતભાઈ ગોસલીયા પરિવારમાંથી રૂપાબેન-ભરતભાઈ-મિતાલી મહેતા અને આશ્લેષા મોદી, ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ગોવિંદસંગભાઈ ડાભી, ભાલ નલકાંઠા પ્રાયોગિક સંદ્ય (ગુંદી આશ્રમ)ના પ્રમુખ ધીરૂભાઈ ડાભી, ગુજરાત વિદ્યાપીઠ નઈ તાલીમ સંઘના મહામંત્રી જેસંગભાઈ ડાભી, સહકારી ક્ષેત્રના અગ્રણી ધીરૂભાઈ ધાબલીયા, સીએફડીએનાં ડીરેકટર ઈન્દિરાબેન હીરવે, નિવૃત્ત્। આઈએએસ અધિકારી પી. કે. ગઢવી, કર્નલ યશવંત જોષી, અગ્રણી તબીબો ડો. આર. એન. નાયક, ડો. ગીતાબેન જોષી, ડો. અમીબેન-ચિરાગભાઈ શાહ, ડો નીતુબેન-પરાગભાઈ શાહ, ડાઙ્ખ. પ્રીતિબેન-રશ્મિનભાઈ સંઘવી, શૈલેષભાઈ સાવલીયા, જશુભાઈ-કુસુમબેન લાખાણી (યુએસએ), ગાંધીનગરથી ડો. પ્રદીપકુમાર આઝાદ, ડી. કે. શાહ અને ભરતભાઈ કવિ, રાણપુરથી નરેન્દ્રભાઈ દવે, મુકુન્દભાઈ વઢવાણા અને સિરાજભાઈ નરસીદાણી, સુરેન્દ્રનગરથી તૂપ્તિબેન આચાર્ય-શિરિષભાઈ શુકલ, રાજકોટથી રાજેશભાઈ ભાતેલીયા અને વાલજીભાઈ પિત્રોડા, ડીસાથી ભરતભાઈ ઠક્કર (ભાગ્યશાળી) અને નટુભાઈ વ્યાસ, સંગીતકાર શંભુભાઈ મહેતા, જૈન અગ્રણીઓ જતીનભાઈ દ્યીયા, મનોજભાઈ દ્યીયા, દેવેનભાઈ બદાણી, હંસાબેન પટેલ (ગ્રંથવિહાર), લતાબેન શાહ સહિત મોટી સંખ્યામાં સાહિત્ય-પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.     ગુજરાતનાં ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, નીલેશ પંડ્યા, ઋષભ આહીર અને ગંગારામ વાદ્યેલા ઝવેરચંદ મેદ્યાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનો રજૂ કર્યાં હતાં. જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત નિયોજન હતું. કુસુમબેન મેદ્યાણી પ્રત્યે લાગણી અને આદરભાવથી પ્રેરાઈને અભેસિંહભાઈ રાઠોડ અને સહુ કલાકારોએ સ્વરાંજલિ અર્પણ કરી હતી જે ખાસ ઉલ્લેખનીય છે. ભકત-કવિ નરસિંહ મહેતા રચિત ગાંધીજીને અતિ પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ' ને અભેસિંહ રાઠોડે મૂળ પ્રભાતી ઢાળમાં રજૂ કરીને કાર્યક્ર્મનો આંરભ કર્યો. ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, બાજે ડમરું દિગંત, તારા નામમાં ઓ સ્વતંત્રતા,  શિવાજીનું હાલરડું, વાહુલિયા, દરિયો ડોલે છે માઝમ રાતનો, બાઈ એક ત્રાજવડાં ત્રોફણહારી આવી, મન મોર બની થનગાટ કરે, કસુંબીનો રંગ જેવી ઝવેરચંદ મેદ્યાણી રચિત અમર રચનાઓ રજૂ થઈ. શ્નસોરઠી સંતવાણીમાંથી ગંગાસતી અને જેસલ-તોરલની અમરવાણી પણ રજૂ થઈ. કુસુમબેનના અમેરિકા સ્થિત તબીબ પુત્રી ડો. શેણીબેન મેદ્યાણી (સંગીત વિશારદ)એ પોતાની માતાને પ્રિય એવું સંત કબીર રચિત ભજન ગરવ કીયો સો નર હાર્યોસુમધુર કંઠે રજૂ કરીને અનોખી સ્વરાંજલિ અર્પી હતી. વાઘ-વૃંદ ચંદ્રકાંત સોલંકી (તબલા), ગૌતમ પરમાર (ઢોલક), જયંતી કબીરા (વાયોલીન), હેમુ પરમાર (બેન્જો), જગદીશ વાદ્યેલા-મોહિત વાદ્યેલા (મંજીરા)એ બખુબી સાથ આપ્યો હતો. સાઉન્ડ સિસ્ટમની સેવા શ્રધ્ધા સાઉન્ડ – બહાદુરસિંહભાઈ (અમદાવાદ)એ આપી હતી. વિવિધ મેદ્યાણી-સ્મૃતિ કાર્યક્ર્મો માટે પ્રેરણાસ્તોત્ર કુસુમબેન મેદ્યાણીની સ્મૃતિમાં આ વિશેષ કાર્યક્ર્મનું આયોજન ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા કરાયું હતું. આયોજનમાં ગૂજરાત વિદ્યાપીઠ તેમજ અભેસિંહભાઈ રાઠોડ, ગોવિંદસંગભાઈ ડાભી, શૈલેષભાઈ સાવલીયા, જતીનભાઈ ઘીયાનો સવિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.

આલેખનઃ પિનાકી નાનકભાઈ મેદ્યાણીઃ  ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાન  (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(11:19 am IST)
  • અમદાવાદ: રૂપિયા 260 કરોડ ઓનલાઇન છેતરપીંડીનો મામલો :CIDએ વધુ એક ગુનામાં ભાર્ગવી શાહને તપાસ માટે મિર્ઝાપૂર કોર્ટેમાં ટ્રાન્સફર વોરંટથી અટકાયતની કરી માગ : કોર્ટે ભાર્ગવી શાહની અટકાયત માટેનો આદેશો આપ્યો access_time 12:23 am IST

  • પ્રિયંકાની સક્રિય રાજકારણ બાદ સોશ્યલ મીડીયામાં પણ એન્ટ્રીઃ ટવી્ટર ઉપર સક્રિય થયા : priyankagandhi થી ટવી્ટર હેન્ડલ શરૂ કર્યું access_time 3:30 pm IST

  • કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું પોરબંદર લોકસભા બેઠકથી લડવા મુદ્દે નિવેદન :પક્ષ જેની પસંદગી કરશે તેને ચૂંટણીમાં વિજયી બનાવીશું : રાદડિયા પરિવારના સભ્યને ચૂંટણી લડાવવાની ચર્ચા : જયેશ રાદડિયા કે તેમના ભાઇ લલિત રાદડિયાને ભાજપ ઉતારી શકે છે મેદાનમાં access_time 12:28 am IST