Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

એકવાર એક સાધુ સાથે મળવાનું થયું. તેણે મને કહ્યું 'મેં લાખોની સંપત્તિ પર લાત મારી છે.' આ સાંભળી મને આશ્ચર્ય થયું. મેં સાધુને પુછયું 'આ લાત આપે કયારે મારી?' ઘણા ગૌરવથી તેઓ બોલ્યા, 'આશરે ત્રીસ વર્ષ થયા.' રસ્તે જતાં મને વિચાર આવ્યો કે જે ત્યાગ પ્રયત્નથી કરવામાં આવે છેતે અહંકારથી મુકત નથી. એ અહંકાર છે કે પોતે લાખ્ખોને લાત મારી છે.

ત્યાગ સહજ આવ ેતો સમ્યક હોય છે, કરવામાં આવે તો અસમ્યક થઇ જાય છે. ધર્મની સમસ્ત સાધના માટે આ સત્ય છે. અહંકારના માર્ગ ઘણા સુક્ષ્મ છે, ઘણા રહસ્યમય છે, અને જયાં તેના અસ્તિત્વની કલ્પના ન આવે, જયાં ઉપરથી તેનું દર્શન બિલકુલ ન થાય ત્યાં પણ તે ઉપસ્થિત થઇ જાય છે. અહંકારના સ્થુલરૂપ તો દેખાય છે, તેથી તે એટલા ઘાતક નથી, જેટલાં તેના સુક્ષ્મરૂપ ઘાતક છે. સાધારણતઃ સુક્ષ્મરૂપ દેખાતા નથી. તેથી તેમાં ઘણી આત્મવંચના થાય છે. પોતે ધાર્મિક, ત્યાગી, જ્ઞાની, અહિંસક વગેરે હોવાનો અહંકાર એવો જ છે.

નીતિ (Morality) અધ્યાત્મ (Spirituality) ની સ્ફુરણા છે. જેઓ કહેવાતી આરોપિત નૈતિકતાના અહંકારથી પરિતૃપ્ત થઇ જાય છે તેઓ આ અલૌકિક આધ્યાત્મિક સ્ફુરણાજન્ય નીતીથી વંચિત રહી જાય છ.ે જેમાં અહંકારની છાયા પણ પ્રવેશ કરી શકતી નથી. સૂર્યના પ્રકાશમાં ઝાકળના બિંદુઓ જેમ વિલીન થઇ જાય છે તેમ આત્માનુભૂતિના પ્રકશમાં અહંકારની વરાળ થઇ જાય છે. અહંકાર અજ્ઞાન અને અંધકારનો પ્રવાસી છે તેના પ્રાણ, શ્વાસ, પ્રશ્વાસ તે વડે નિર્મિત છે. અજ્ઞાનના અભાવમાં તેનું જીવન સંભવે નહિ.

અજ્ઞાન અહંકાર છે. જ્ઞાન અહંકારથી મૂકિત છે. અજ્ઞાનનું આચરણ અહંચર્ય છે, જ્ઞાનાચરણ બ્રહ્મચર્ય છે. અહંચર્ય હિંસાછે. બ્રહ્મચર્ય અહિંસા છે.

આપણે કોણ છીએ ? શરીર અને ચિત્ત તથા આ બન્નેની જોડથી ફલિત અહંકાર; પરંતુ મૃત્યુની જવાળાઓ તેન ભસ્મ કરે છે. તેની પાર કંઇ પણ શેષ બચતું દેખાતું નથી. તો મનુષ્ય ભયભીત કેમ ન થાય ? કઇ રીતે તે પોતાને સાંત્વન આપે ? આવી સ્થિતિમાં ભય સ્વાભાવિક છે અને આ ભયથી બચવા માટે વ્યકિત કંઇપણ કરવા તૈયાર થઇ જાય છે. આ ભયથી જ હિંસાના અનેક રૂપોની ઉત્પત્તિ થાય છ.ે તેથી જ હું કહું છું કે ભય એ હિંસા છે અને અભય એ અહિંસા છે. હિંસાથી મુકત થવા માટે ભયથી મુકત થવાનું છે. ભયથી મુકત થવા માટે મૃત્યુથી મુકત થવાનું છે. મૃત્યુથી મુકત થવા માટે સ્વયંને જાણવાનો છે.

જ્ઞાનની શકિત તો મારામાં છે. અન્યથા હું પરને, બાહ્યને કઇ રીતે જાણી શકત ! જ્ઞાનની શકિત તો અવિચ્છિન્ન મારામાં ઉપસ્થિત છે. હું જાગું તો પણ છે. હું નિદ્રાધીન છું તો પણ છે. હું સ્વપ્નમાં છું તો પણ છે. હું સ્વપ્નશૂન્ય સુષુપ્તિમાં છું તો પણ છે. હું જાગૃતિને, નિંદ્રાને, સ્વપ્નને, સુષુપ્તિને જાણું છું હું તેનો દ્રષ્ટા છું. હું જ્ઞાન છું, કારણ કે જે મારામાં અવિચ્છિન્ન છે તે મારૂ સ્વરૂપ છે. જ્ઞાનથી અતિરિકત મારામાં કંઇ પણ અવિચ્છિન્ન (Continuous) નથી. વસ્તુતઃ હું જ્ઞાનથી પૃથક નથી. હું જ્ઞાન જ છું. આ જ્ઞાન જ મારી સત્તા છે, મારો આત્મા છે. હું જ્ઞાન છું તેથી જ તે પરને જાણું છું. હું જ્ઞાન છું તેથી જ સ્વને જાણી શકું છું.

હું પોતાને જાણતો નથી, આ બોધ પણ સ્વજ્ઞાન પ્રત્યેના પ્રયાણનું પગલું છે.

હું પરને જોઉ છું તેથી પરને જાણું છું. જો પરન ન જોઉં, જો પર ચૈતન્યની સામે અનુપસ્થિત હોય, તો જે શેષ રહે તે સ્વ. છ.ે

સ્વનું 'દર્શન' નહિ થઇ શકે, 'દર્શન' માત્ર પરનું છે. સ્વ. તો દ્રષ્ટા છે. દૃશ્યમાં તે પરિણત નહિ થઇ શકે, તેથી સ્વનું કયારેય દર્શન થઇ શકતું નથી, જયારે કોઇપણ દૃશ્ય નથી ત્યારે જે છે તે હું છું.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:03 am IST)
  • લોધિકા તાલુકાના રાવકી ગામે ભરવાડ અને પટેલ જૂથ વચ્ચે માથાકૂટ:પટેલને માથામાં કુહાડી મારતા ઘાયલ:પટેલોનું ટોળું રાજકોટ એસપી ઓફિસે પહોંચ્યું access_time 12:13 am IST

  • વડોદરામાં ચાંદીનો મોટો જથ્થો પકડાયો :નવાપુરા પોલીસે પકડયો જથ્થો :100 કિલો ચાંદીનો જથ્થો: કારમાં ચાંદી લઈને જતા બે શખ્સોની પોલીસે કરી અટકાયત :બંને શખ્સોની પુછપરછ : મોટી માત્રામાં ચાંદીનો જથ્થો પકડાતા વિવિધ એજન્સી કામે લાગી access_time 10:48 pm IST

  • ગાંધીનગર: રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સને નારી અને બાળ સંરક્ષણ ગૃહોમાં CMO દ્વારા સઘન તપાસના આદેશ:બાળ તેમજ નારી સંરક્ષણ ગૃહમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા બાબતે સમીક્ષા કરી રિપોર્ટ કરવાની સૂચના :મુઝફ્ફરનગર યૌન શોષણ કેસને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારના આદેશ access_time 9:03 pm IST