Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

નોરતુ ૭ મું: યા દેવી શકિતરૂપેણ સંસ્થિતાં

ત્રિકુટ પર્વત પર અધિષ્ઠાત્રી પર શકિતનું સ્વરૂપ

''જય માતાજી'' ''માં શેરાવાલી''

''જય માતાજી'' ''શેરાવાલી''...ા ના જયઘોષ સાથે ભકતજનો ભાવિકો માં વૈષ્ણોદેવીના દર્શન માટે આતુરતા પૂર્વક આગળ વધતા રહે છે.

જમ્મુ-કાશ્મિરમાં પહાડી પર આવેલા આ તિર્થ સ્થળના દર્શન માટે દર વર્ષે હજારો ભાવિકજનો આવી પહોંચે છે.

જમ્મુથી કટરા અને કટરાથી ૧૪ કિ.મી. નો પહાડી રસ્તો, સેંકડો યાત્રાળુઓ ''જય માતાજી''ના જયઘોષ સાથે આ ૧૪ કિ.મી. લાંબી પહાડી પરની પદયાત્રા કરે છે.

જો કે હવે તો આ તિર્થધામના દર્શન માટે અનેક સુવિધાઓ થઇ ચુકી છે.

ભકતજનો માટે ઘોડેશ્વારી ડોલી, બેટરી રીક્ષા ઉપરાંત હેલીકોપ્ટર સુવિધા પણ ઉપલબ્ધ થઇ છે.

વૈષ્ણોદેવી જવા માટે એક પગથીયાવાળો રસ્તો, અને બીજો પાકો રસ્તો પણ છે. પગથીયાવાળો રસ્તો વધુ વિકટ છે.

વૈષ્ણોદેવી યાત્રાના માર્ગ પર રસ્તાની બંને બાજુ શુદ્ધ પીવાનું પાણી ચા-નાસ્તો, લીબું સરબત વગેરે પણ મળે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી તો યાત્રાનો માર્ગ ઝળહળાટ થઇ ગયો છે. દિન રાત ભાવિકજનો વૈષ્ણોદેવીના દર્શનાર્થે આવતા રહે છે.

જમ્મુથી ૬ર કિ.મી. દુર આવેલા વૈષ્ણોદેવી તિર્થધામ ત્રિકુટ પર્વત પર ર હજાર બસ્સો બાર મીટરની ઉંચાઇ પર છે. આ શકિતપીઠ વૈષ્ણોદેવીનો ઇતિહાસ સાડાસાતસો વષો પુરાણો છે ભકતજન શ્રીઘરને સ્વપ્નમાં મળેલા નિર્દેશ મુજબ વૈષ્ણોદેવીનું મંદિર ગુફામાં આવેલું છે.

આ તિર્થધામનું પ્રવેશદ્વાર અત્યંત સાંકડું અને નીચું છે ભાવિકજનોએ ગુફામાં પ્રવેશતા પહેલા પંદરવીસ ફુટ તો પેટે ચાલીને ઘસડાતા ઘસડાતા મંદિરમાં પ્રવેશ કરવો પડે છે.

આ ગુફા લગભગ સોએક ફુટ લાંબી છે. ગુફામાં મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલીમાતાની મૂર્તિઓ છે. આ ગુફાને ભગવતી દેવી વૈષ્ણોદેવીનો દરબાર કહેવામાં આવે છે.

દેવપુરાણ અનુસાર ત્રિકુટ પર્વત પરના અધિષ્ઠાત્રી પર શકિતનું સ્વરૂપ છે. વૈષ્ણોદેવીના નેત્રોમાં સૂર્ય અને ચંદ્ર છે તેમના વસ્ત્રોમાં તારલાઓ છે. દેવોએ પરાશકિતને આઠેય ભૂમીઓમાં અસુરોને હણવા માટે જુદા જુદા અસ્ત્ર શસ્ત્ર આપ્યા છે. અને દેવીમાંનું વાહન છે

સિંહ વૈષ્ણોદેવીએ ત્રિશુલના વજ્રપહારથી અહીંજ ગુફાનું નિર્માણ કરી અહી જ વાસ કર્યો હતો. અને ભૈરવને પણ વરદાન આપી મોક્ષ આપ્યો હતો.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:15 am IST)
  • મધ્યપ્રદેશના તમામ શહેરોમાં રાત્રી કર્ફ્યુ : દર રવિવારે લોકડાઉન : છીંદવાડા જિલ્લામાં સાત દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ : શાજાપુરમાં રાત્રે 8 વાગતાથી બે દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લાગુ : તમામ સરકારી ઓફિસો મહિના સુધી સપ્તાહમાં પાંચ દિવસ ખુલશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 12:39 am IST

  • દિલ્હી : ભાજપના વરિષ્ઠ નેતા શ્રી લાલકૃષ્ણ અડવાણીએ આજે AIIMS ખાતે ​​કોવાક્સિન રસીનો બીજો ડોઝ લીધો : તેમણે માર્ચ 9 એ તેમનો પ્રથમ ડોઝ લીધો હતો. access_time 1:26 pm IST

  • રાજકોટ જિલ્લામાં કોરોના મહામારીની પરિસ્થિતિ અતિભયજનક બની : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 427 અને ગ્રામ્યના 93 કેસ સાથે કુલ અધધધ 520 નવા કોરોના ના કેસ નોંધાયા : લોકો ધ્રુજી ઉઠ્યા access_time 7:36 pm IST