Gujarati News

Gujarati News

News of Thursday, 3rd March 2016

ન્યુઝ, વ્યુઝ, ‌રીવ્યુઝ

JNU, બૌદ્ધિકો અને સરકારઃ કકળાટ વચ્‍ચે પીસાતું સત્‍ય

જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીનો આ કંઇ પ્રથમ વિવાદ નથી. ડાબેરી અને રાષ્‍ટ્રવિરોધી વિચારધાના કેન્‍દ્રબિંદુ જેવી આ શૈક્ષણીક સંસ્‍થામાં અવાર નવાર આવા છમકલા થતા રહ્યા છે. તફાવત એટલો જ છે કે આ વખતે કદાચ પ્રથમ વખત રાષ્‍ટ્રદ્રોહી તત્‍વો સામે પગલા લેવાયા. અને એટલે જ કેટલાક ડાબેરીઓ, બૌધ્‍ધિકો અને પત્રકારો તથા રાજકારણીઓના પેટમાં તેલ રેડાયું છે. JNU વિવાદ પર એક અત્‍યંત અભ્‍યાસપૂર્ણ લેખ....

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં થયેલા રાષ્‍ટ્રવિરોધી સુત્રોચ્‍ચાર અને દેખાવો પછી ઝી ન્‍યુઝના તંત્રી સુધિર ચૌધરીએ બહુ સ્‍પષ્‍ટપણે કહયું. કેટલાક અંગ્રેજી ભાષાનાં પત્રકારોએ માહોલ એવો સજર્યો છે કે, હવે દેશદ્રોહી નારા લગાવવા અને દેશ-વિરોધી પ્રવૃતિઓ કરવી એ કોઇ રાષ્‍ટ્રદ્રોહી કૃત્‍ય નથી ગણાતું. હવે તમે ખુલ્લેઆમ અજમલ કસાબની, અફઝલ ગુરુની કે યાકુબ મેમણની તરફેણ કરી શકો છો, તેમની તરફેણમાં લાંબા - લાંબા લેખો લખી શકો છો અને ટેલીવીઝન કાર્યક્રમો કરી શકો છો. આમ તો અંગ્રેજી ભાષાનાં આ કાર્યક્રમો દેશની પુરી એક ટકો વસતી પણ સમજી શકતી નથી પરંતુ ઇંગ્‍લીશ ચેનલોમાં આ પત્રકારો ચપડચપડ અંગ્રેજી બોલીને દેશને તેમની પધ્‍ધતિથી ચલાવવા માંગે છે. આ મુઠ્ઠીભર પત્રકારો અને બુધ્‍ધિજીવીઓ દેશના ઓપિનિયન મેકર્સ બની બેઠા છે. તેઓ દેશનાં જનમાનસ સાથે ચેડા કરી રહ્યા છે.

સુધિર ચૌધરી પોતે એક સીઝન અને સીનીયર પત્રકાર છે. તેમણે ઉપરોકત વાત પોતાની ચેનલ ઝી ન્‍યુઝનાં એક કાર્યક્રમમાં કહી. વાસ્‍તવિકતા એ છે કે ૯ ફેબ્રુઆરીના દિવસે જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (જેએનયુ) માં બનેલી ઘટના અને તે પછી ગૃહ મંત્રાલય દ્વારા લેવાયેલા પગલાના કારણે ફ્રડીમ ઓફ એકસ્‍પ્રેશન અને સેકયુલરિઝમ જેવા શબ્‍દો ફરી એક વખત ચર્ચામાં છે. કદાચ પ્રથમ વખત એવું જોવા મળી રહયું છે કે, નેશનલ મીડિયા પણ રીતસર બે છાવણીઓમાં વહેંચાઇ ગયું છે. ડાબેરી માનસિકતા ધરાવતા રાજદીપ સરદેસાઇ, બરખા દત્ત અને રવિશકુમારે ખુલ્લેઆમ દેશદ્રોહીઓની તરફેણ કરતો મોરચો માંડયો છે. તેમનાં મતે રાષ્‍ટ્રીય સુરક્ષા કરતા પણ વધુ મહત્‍વ કહેવાતી અભિવ્‍યકિતની આઝાદીનું છે. જેએનયુમાં જે પ્રકારનાં નારાઓ લાગ્‍યા એવા કોઇ દેશ બર્દાશત કરે નહિં. આટલું થયા પછી પણ સ્‍ટુડન્‍ટ યુનિયનનો કન્‍હૈયા સલામત છે. અને સુત્રોચ્‍ચારનો સુત્રધાર મનાતો ખાલીદ દસ-દસ દિવસ સુધી ભૂગર્ભમાં રહી શકે છે એ જ મોટી વાત છે. જેએનયુનાં વિદ્યાર્થીઓની ઓથ લઇને, યુનિવર્સિટીના કેમ્‍પસમાં સંતાઇ બેઠેલા ખાલીદે દસ દિવસ પછી મોડી રાત્રે કેમ્‍પસમાં ફિલ્‍મી હિરોની ઇસ્‍ટાઇલમાં સભા સંબોધી. પેટીપેક કેમ્‍પસમાં એ સાવજ જેવી ત્રાડ પાડતો હતો પણ પોલીસ સામે સરન્‍ડર કરવાની તેનામાં હિમ્‍મત નહોતી. પોતાની સ્‍પીચમાં તેણે દરેક જમણેરી પત્રકાર અને રાજકારણી વિરૂધ્‍ધ ઝેર ઓકયુ.

 કેન્‍દ્રના ગૃહ મંત્રાલયએ અને દિલ્‍હી પોલીસે આ મામલે સારો એવો સંયમ દાખવ્‍યો છે. ખરેખર તો એક આકરો મેસેજ આપવા ખાલીદની ગીરફતારી માટે જેએનયુમાં પેરા મિલીટરી ફોર્સ ઉતારવાની આવશ્‍યકતા હતી. આવું થયું હોત તો બૌધ્‍ધિક કીડાઓને પણ એક સંદેશો ગયો હોત. જેએનયુ મામલે આ બૌધ્‍ધિકોએ દાટ વાળવામાં કશું બાકી રાખ્‍યું નથી. રવિશકુમારે અંધારૂ ઘોર કરીને આખો શો કર્યો, બરખા દત્તે એકતરફી રીપોટીંગ કર્યુ અને બાકી હતું તો વડાપ્રધાનને એક ઓપન લેટર પણ લખી કાઢયો. કેટલાય દંભી બિનસાંપ્રદાયિકોએ આ મુદ્દે ટ્‍વિટાટ્‍વિટ કરી મૂકયું. સ્‍થાનીક મચ્‍છરો પણ ગણગણાટ કરી ગગન ગજાવવામાંથી બાકાત ન રહયા. જેમની સરકારના કાળમાં અફઝલને ફાંસીની સજા અપાઇ હતી એ રાહુલ ગાંધી પણ આગમાં પેટ્રોલ ઠાલવવા જેએનયુ પહોંચી ગયા. સવાલ એ છે કે, શું મુઠ્ઠીભર ઘનચકકર વિદ્યાર્થીઓની અભિવ્‍યકતની આઝાદી આ દેશના હિત કરતા અને દેશ પ્રત્‍યેની વફાદારીથી વિશેષ છે ? વળી અભિવ્‍યકિતની આઝાદીના જે ભજનો ગાઇને ડાબેરીઓ જે બંધારણને ટાંકી રહ્યા છે તે બંધારણે પણ રાષ્‍ટ્રહિતને સર્વોચ્‍ય ગણ્‍યું છે. પત્રકાર સંદીપ દેવએ પોતાની ફેસબુક વોલ પર આ બાબતે વિગતવાર લખ્‍યં છે.: ‘‘હું કાલે બંધારણમાં અભિવ્‍યકિતની આઝાદાી વિશેની વ્‍યાખ્‍યા વાંચતો હતો. અનુચ્‍છેદ ૧૯ (ર)માં સ્‍પષ્‍ટપણે આ વિશે છ અપવાદ અંગે જણાવાયું છે. અભિવ્‍યકિતની આઝાદી કયા કિસ્‍સામાં આપી ન શકાય તે અંગે તેમાં સ્‍પષ્‍ટ ઉલ્લેખ છે.અને જેએનયુમાં બનેલી ઘટનાઓને અભિવ્‍યકિતની આઝાદી તરીકે આવરી કે છાવરી શકાય નહિં. અનુચ્‍છેદ ૧૯ (ર)માં એ વાત સ્‍પષ્‍ટ કરાઇ છે કે, રાષ્‍ટ્રની સુરક્ષાને જેનાથી ખતરો હોય તેવા વકતવ્‍યોને અભિવ્‍યકિતની આઝાદી અંતર્ગત ગણી શકાય નહિ. ૯ ફેબ્રુઆરીના સુત્રોચ્‍ચાર જશ રિાવઇન્‍ડ કરોઃ ‘ભારત તેરે ટુકડે હોંગે, ભારત કી બર્બાદી તક જંગ રહેગી' શું આ સૂત્રોચ્‍ચારોમાં દેશને નષ્‍ટ કરવાનો સાદ પડધાતો નથી ? અનુચ્‍છેદ ૧૯ (ર) કહે છેક,ે સર્વોચ્‍ય અદાલતનું અપમાન જેમાં થતું હોય તેવી સ્‍પીચને અભિવ્‍યકિતની આઝાદીનો લા આપી શકાય નહિ. હવે જુઓ જેએનયુમાં એ દિવસે કેવા સૂત્રો બોલાયા હતા. ‘અફઝલ હમ શર્મિંદા હૈ, તેરે કાતિલ ઝિન્‍દા હૈ' આ સુત્ર સીધું જ અદાલત પર પ્રહાર કરે છ.ેઅફઝલને ફાંસીની સજા સુપ્રિમ કોર્ટે જ ફટકારી હતી. અહીંતો ખુદ પૂર્વ ગૃહમંત્રી પી.ચિદમ્‍બરમ પણ કહે છે કે, ‘અફઝલને સજા આપવામાં ભુલ થઇ ગઇ હતી.' ભુલ કોની ? એમનો સંકેત સુપ્રિમ કોર્ટ તરફ છે. અનુચ્‍છેદ ૧૯(ર) આવ ઘણી બાબતોનો ફોડ પાડે છે. દેશની એકતા અને અખંડીતતા સામે ખતરારૂપ હોય તેવા ભાષણો કેસુત્રોચ્‍ચારોને અભિવ્‍યકિતની આઝાદીમાં સમાવી શકાય નહિ. જેએનયુમાં બોલાયું કે, ‘કાશ્‍મીર કી આઝાદી તક જંગ રહેગી. કેરેલા કી આઝાદી તક જંગ રહેગી' ભારતની અખંડીતતા પર આ વાકયો પ્રહાર સમાન ન ગણાય શું ? સવાલ એ છે કે, શું રાહુલ વાંધી, અરવિંદ કેજરીવાલ, સીતારામ યેચુરી, ડી.રાજા, કે.સી.ત્‍યાગી, રવિશકુમાર અને રાજદીપ સરદેસાઇ જેવા લોકો-જેઓ દેશદ્રોહીઓના સાથીદાર જેવું વલણ અપનાવી રહ્યા છ.ે શું તેમને બંધારણના આ ઉલ્લેખો વિશે જાણ નથી? બિલકુલ જાણ છે. પરંતુ તેઓ સરકારને અને કાનુન વ્‍યવસ્‍થાને બાનમાં લેવા દબાણની રાજનીતી કરી રહ્યા છે. જેમાં તેઓ ખાસ્‍સી હદે સફળ પણ થયા છે. આજે ઉમર ખાલીદ જેવા લોકો યુનિવર્સિટી કેમ્‍પસનો ઉપયોગ ખુલ્લેઆમ આતંકના અડ્ડા તરીકે કરી રહ્યા છે. આજે રવિશ અને રાજદીપ જેવા લોકોને કારણે દેશદ્રોહનો મુદ્દો ગૌણ થઇ રહ્યો છે. અને લોકો પતિયાલા હાઉસ કોર્ટમાં વકીલોની મારામારીની, ભાષણના વિડીયોથી છેડછાડની અને ભાજપ-પી.ડી.પી.ની સરકારની વાતો કરી રહ્યા છ.

 મારૂ નામ ઇલા છે. મારો જન્‍મ એક સાધારણ કુટુંબમાં થયો છે અમે ત્રણ બહેનો અને બે ભાઇઓમાં હું સૌથી નાની અને લાડકી છું.શું કામ ? કે જયારે હું બે વર્ષની હાલતી ચાલતી હતી અને તાવમાં પોલીયાથી મારા બંન્ને પગ કામ કરતા બંધ થયા ત્‍યારે મારા માતા-પિતા દર મહિને અમદાવાદ ટ્રીટમેન્‍ટ માટે લઇ જતા. અમારી આર્થિક પરિસ્‍થિતી સારી નહોતી મારા પિતા એકમે ફોજીગમાં મિસ્‍ત્રી તરીકે કામ કરતા.ટુંકા પગારમાં ગુજરાન ચલાવતા છતાં મારા પગની સારવાર કરવામાં કોઇ ખામી રાખેલ નથી. મને ઉચકીને શાળાએ તેડવા મુકવા આવતા. હું જ્‍યારે સમજણી થઇ ત્‍યારે મને જામનગર ડો.વી.એમ.શાહને ત્‍યાં પગ બતાવવા લઇ ગયા ત્‍યારે ડોકટરે મને જોઇને મારી હાજરીમાં જ કહી દીધું કે આ દિકરીને ભણાવો-ગણાવો આમાં કાંઇ ફેરફાર થઇ શકે તેમ નથી. ત્‍યારે હું નારાજ થઇ ગઇ કે મને સારૂ જ નહીં થાય ? મારો ઇલાજ કોઇ નહીં કરી શકે ? શું મારે આમ ચાર પગે ઢસડાતા ઢસડાતા જ જીંદગી કાઢવાની છે ? હું વિચારમાં ને વિચારમાં રાત્રે ઉઘતી પણ નહીં અને રડયા જ કરતી હું હાર માની ને સાવ ભાંગી ગઇ અને નિરાશ થઇ ઇશ્વરને પ્રાર્થના કરવા લાગી કે હે ઇશ્વર મેં એવા શું પાપ કર્યા હશે ? મેં તમારૂ શું બગાડયુ છે ? તું આ દુનિયામાં મને શું કામ લઇ આવ્‍યો.? પરંતુ મને સમજાય ગયું કે એમાં ઇશ્વરનો કોઇ દોષ નથી.હવે મને લાગે છે કે હું આ દુનિયામાં આવી એ મારા સદભાગ્‍ય છે. પહેલા વંદન હું મારી જનેતાને કરીશ કે ગમે તેવી પરિસ્‍થિતી હતી છતાં પણ ભણાવી ગણાવી મને પગભર કરી.આજ હું જે છું તે મારા માતા-પિતા થકી છું.

 ધો.૫ થી ૧૦ બાલકિશોર વિદ્યાલયમાં અભ્‍યાસ કરેલ.હું બંન્ને પગે ચાલી શકતી નહી છતાં મને સ્‍પોર્ટસમાં પહેલેથી ખુબ રસ હતો.દર શનિવારે વ્‍યાયામનો દિવસ હોય ત્‍યારે મને ડ્રમ વગાડવા દેતા ત્‍યારે હું ખુબ દુઃખી થતી મારી આંખમાંથી આંસુ નીકળી જતા મને મનમાં એમ થતું કે મારે પણ બંન્ને પગ સાજા હોત તો અત્‍યારે હું પણ વ્‍યાયામમાં ભાગ લઇ શકત.

ધો.૧૦ થી ધો.૧૨ સુધી કડવીબાઇ વિરાણી કન્‍યા વિદ્યાલયમાં ભણતી ત્‍યારે મારા પગનું ઓપરેશન અમદાવાદ સિવીલ હોસ્‍પીટલમાં કરવામાં આવ્‍યુ. ઓપરેશન બાદ મેં બે કેલીપર્સ અને બે બગલ ઘોડીથી ચાલવાનું શરૂ કર્યુ.

૧૯૯૦માં  અમદાવાદ ખાતે ખેલ મહાકુંભમાં ટ્રાઇસીકલ રેસમાં હું ફર્સ્‍ટ આવી ત્‍યારે મારી ખુશીનો પાર નહોતો કારણકે મારી જીંદગીનો પ્રથમ યાદગાર પ્રસંગ હતો.

૧૯૯૧ માં અમદાવાદ સ્‍વામિનારાયણ મંદિરમાચં પ્રમુખસ્‍વામીના આશિર્વાદથી સત્‍સંગી પરિમલ દોશી સાથે આર્યસમાજની વિધીથી મારા લગ્ન થયા. મારૂ લગ્ન જીવન ખુબ સારૂ ચાલવા માંડયુ ત્‍યાર બાદ ૧૯૯૩ માં જેમ સોનામાં સુગંધ ભળેતેમ મારા ખોળે દિકરીનો જન્‍મ થયો ત્‍યારે મારી ખુશીનો પાર ન હતો.મને ત્‍યારે એક શુખનો ઓડકાર આવ્‍યો કે હું જેમ મારી માની લાડકી દીકરી છું તેમ હું એક દીકરીની મા પણ છું તે મારા માટે અહોભાગ્‍ય છે.

૧૯૯૬ માં મને રાજકોટ એન્‍જીનીયરીંગ એસોસીએશન સંસ્‍થામાં સર્વિસ મળી ગઇ મારો ઘર સંસાર ખુસ સારો ચાલતો હતો હું ખુબ ખુશ હતી. પરંતુ સમય જતા મારા પતિની કુટવેના કારણે મેં પતિનો ત્‍યાગ કર્યો ત્‍યારે મને ખુબ આઘાત લાગેલ. મિત્રો.. આજ હું આ દુનિયામાં ન હોત પરંતુ મારી લાડકી દીકરીનું શું થશે? એમ માની હું ભૂતકાળ ભૂલી વર્તમાનમાં જીવવા માંડી.

૨૦૦૦ની શાલમાં જ્‍યારે રાજીવગાંધી ફાઉન્‍ડેશમાંથી લોખંડી મહિલા એવા સોનીયાગાંધી હસ્‍તક મને કાયનેટીક સ્‍કુટર આશરે ૬૦.૦૦૦ ની કિમતનું ફ્રી માં મળેલ ત્‍યારે મને સ્‍વપ્‍ન લાગતુ હતુ અને મારી આંખમાંથી હર્ષના આંસુ સરી  પડેલ તે મારા જીવનનો યાદગાર પ્રસંગ હતો.

‘‘વર્લ્‍ડ ડોનર ડે''  ના દિવસે રેડક્રોસ બ્‍લડ બેન્‍ક તરફથી મને આમંત્રણ મળેલ જેને૫૦ થી વધારે વખત રકતદાતાઓનું સન્‍માન કરેલ ત્‍યારે મને રેડક્રોસનું શીલ્‍ડ આપી સન્‍માનીત કરેલ.

મુલ્‍યોને અનુરૂપ છે ખરૂ?

કોંગ્રેસ વિરોધી અનેક લોકોને આ નારો ખુબ પસંદ પણ આવ્‍યો અને કોંગ્રેસ-યુપીએના છેલ્લા કેટલાક વર્ષોના શાસનથી ત્રસ્‍ત પ્રજાએ ચુંટણીઓમાં કોંગ્રેસને ધ્‍વસ્‍ત કરી દીધી. જો કે અનેક મૃદુ વિચારકોને આ વાત ઘણી જ ખુંચી અને તે સહુએ લોકશાહીમાં મજબુત વિરોધ પક્ષની જરૂરીયાત ઇત્‍યાદી વિચાર બિંદુથી આ બાબતની પોતાના જ્ઞાન અને ક્ષમતા મુજબ ઝાટકણી કાઢી.

જો કે આ ચુંટણીઓમાં સમગ્ર દેશની પ્રજાના પ્રચંડ  સમર્થનથી વિજયી નીવડી રાષ્‍ટ્રના વડાપ્રધાન પદે નરેન્‍દ્ર મોદીના કાફલાને હવે એ વાત સમજાઇ ગઇ હશે કે ચુંટણીઓમાં કોંગ્રેસને ગમે તેવો મોટો પરાજય આપી દો તો પણ આ રાષ્‍ટ્રને કોંગ્રેસ મુકત કરવાનું કામ લોઢાના  મંચુરીયન ચાવવા જેવું છે. દેશની લગભગ દરેક દરેક જાહેર અને ખાનગી સંસ્‍થાઓમાં કોંગ્રેસ પોતાના છેલ્લા સાડા છ દાયકાના શાસનકાળથી પોતાના અંગતમાણસોને ગોઠવતી આવી છે. આ દેશના મોટા ભાગના બૌધ્‍ધિકોને યા તો કોંગ્રેસે યેન કેન પ્રકારે ખરીદી લીધા છે અથવા તો આ દેશના મોટાભાગના બૌધ્‍ધિકો માટે કદાચ રાષ્‍ટ્રીય સ્‍વાભીમાન કે રાષ્‍ટ્રીય અસ્‍મિતા એ કોઇ મુદ્દો જ નથી.

શરૂઆતથી  જ રાજકારણનો અડ્ડો કે રાજકારણની તાલીમશાળા બનતી આવી છે. આઝાદી કાળના આપણા નેતાઓએ પણ રાજકારણના પાઠ પોતાના અભ્‍યાસ દરમ્‍યાન શૈક્ષણીક સંસ્‍થાઓમાં જ શીખ્‍યા હતા. પરંતુ અત્‍યારે જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી સહીતની સંસ્‍થાઓમાં આ રાજકારણો હવે સક્રિય રાષ્‍ટ્ર વિરોધનું સ્‍વરૂપ ધારણ કર્યુ છે. આ પ્રવૃતિ સામે સંકળાયેલ તેમજ કોઇ પણ મોદી કે એનડીએને પછાડવા માંગતા લોકો તેને ફ્રિડમ ઓફ સ્‍પીચ એન્‍ડ એકસપ્રેશન જેવા રૂપકડા નામ આપે છે. પરંતુ આવા માર્કેટીંગ પાછળ લગભગ સઘળું એક મોટા રાષ્‍ટ્ર વિરોધી ષડયંત્ર જેવું જ છે.

જેએનયુ અને તેના જેવી દેશની બીજી શૈક્ષણીક સંસ્‍થાઓના વિદ્યાર્થીઓને ખુલ્લેઆમ રાષ્‍ટ્ર વિરોધી સુત્રોચ્‍ચાર કરતા સાંભળીને, તેમના મુખેથી અફઝલગુરૂ અને તેના જેવા બીજા આતંકીઓની નિર્દોશતાની વાર્તાઓ સાંભળીને કેટલાક પાયાના વિચારો આવે છે.

આખરે એક વિદ્યાર્થી હોવું એ કઇ ઘટનાનું નામ છે ? વિદ્યાર્થી એટલે શું ? વિદ્યાર્થીની મુળભુત જવાબદારીઓ શું છે અને તેના મુળભુખ કર્તવ્‍યો કયાં કયાં છે ? એક સંવેદન શીલ અને આદર્શ વિદ્યાર્થીએ કેવી ભૂમિકા ભજવવાની હોય ? આ વિશ્વ વિદ્યાલયોમાં વિદ્યાર્થીઓ આવા બેજવાબદાર અને મનરિવ વ્‍યવહાર પાછળના કારણો શું શું છે ? અહી અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને પોતાના અભ્‍યાસથી વિશેશ આવી વિધ્‍વંસક પ્રવૃતિઓમાં રસ શાં માટે છે ?

પોતાની જાતને અને આ રાષ્‍ટ્રને શરમજનક સ્‍થિતિમાં મુકી રહેલા આ વિદ્યાર્થીઓ વીશે હું વિચારી રહયો હતો ત્‍યારે આ જ પ્રશ્નો મને વારંવાર સતાવી રહયા હતાં. આ રાષ્‍ટ્રને આઝાદી મળવા પાછળ કેટકેટલાયે લોકોના બલિદાન છે, આ આઝાદી માટે કેટકેટલી સુહાગનોએ વિધવા થવું પડયું છે. આ આઝાદી માટે કેટકેલાયે બાળકોએ અનાથી થવું પડયું છે કોઇકે તે માટે પોતાનો ભાઇ ગુમાવ્‍યો છે તો કોઇકે પોતાની બહેન ગુમાનવી છે. આઝાદી પાછળના બલિદાનોની અને તે માટે હજારો લાખો લોકોએ ખેલેલા દાયકાઓના સંઘર્ષની વાતો લખવા બેસીએ તે  સેંકડો હૃયુદય દ્વાવક કથાઓ સાંભળવા મળે. એક લોકશાહી રાષ્‍ટ્રના નાગરિક માટે એક નાગરિક તરીકે રાષ્‍ટ્રવાદથી ઉમદા બીજો કયો ધર્મ હોઇ શકે?  પરંતુ આજકાલ આઘાત જનક રીતે કેટલાક બૌધ્‍ધિકો તો ત્‍યાં સુધીનો અભિપ્રાય આપી રહ્યા છે કે રાષ્‍ટ્રવાદથી વધુ જોખમી બીજી કોઇ જ ભાવના નથી. મુસ્‍લિમ વિદ્યાર્થીઓએ કે મુસ્‍લિમોની ભાવના તરફ વધુ સંવેદન શીલ એવા લોકોએ ભુ. પુ. રાષ્‍ટ્રપતિ એપીજે અબ્‍દુલ કલામ કે સંગિનકાર ઝાહીર હુસેન, બિલાયત ખાં, સંગિતકાર એ આર રહેમાન જેવા લોકો પાસેથી પ્રેરણા લેવી જોઇએ. આ લોકો આ જ દેશમાં રહીને  મણીયર સામાજીક સ્‍થાન મેળવી પોતાના વ્‍યવસાયમાં ટોચ સુધી પહોંચી શકયા છે.

પરંતુ દુઃખદ વાત એ છે કે જેએનયુ તેમજ તેના જેવી અન્‍ય શૈક્ષણીક સંસ્‍થાઅઓમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અફઝલ ગુરૂ અને યાકુબ મેમણ જેવા લોકો પ્રેરણા મૂર્તિ છે.

આ યુનિવર્સિટી પાસે રાષ્‍ટ્ર વિરોધી પ્રવૃતિઓનો એક લાંબો ઇતિહાસ છે. જો કે તાજેતરની જ વાત કરીએ તો ર૦૧૩ માં સંસદ પરના હુમલાના જે મુખ્‍ય આરોપી એવા અફઝલગુરૂને ફાંસી આપવામાં આવી હતી તેને અન્‍યાયી અને કાયદાની પ્રક્રિયા વિરૂધ્‍ધની જાહેર કરી આ યુનિવર્સિટીના સત્તાધીશો સરકાર વિરૂધ્‍ધ રીત સરનું એક અભિયાન છેડી દીધું હતું સમગ્ર યુનિવર્સિટી સંકુલમાં અફઝલ ગુરૂની ફાંસીનો તેમજ કાશ્‍મીરમાં આતંકવાદીઓ સામે ભારતના વલણનો વિરોધ કરવા વિદ્યાર્થીઓને એલાન આપતા પોસ્‍ટરો ચીપકાવવામાં આવ્‍યા હતાં.

આ અંગે તેઓએ એક વિશાળ કુચનું પણ આયોજન કર્યુ હતું. આ સમગ્ર કાર્યક્રમમાં કાશ્‍મીરી ત્રાસવાદી મકબુલ બટ્ટને પણ ખૂલ્લેઆમ સમર્થન આપવામાં આવ્‍યું હતું અને તે માટે યુનિવર્સિટી સંકુલમાં સાબરમતી ધાબા પર ખાસ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું.

જેએનયુના વિદ્યાર્થીઓ અને સત્તાધીશોએ સંસદ પરના હૂમલાના માસ્‍ટર માઇન્‍ડ અફઝલ ગુરૂ અને કાશ્‍મીરી એકટીવીસ્‍ટ મકબુલ બટ્ટને ન્‍યાય તંત્રના હાથે હણાયેલા શહિદ ઠેરવ્‍યા છે. તેની આ સજાનો વિરોધ કરવા તેઓએ ‘એકન્‍ટ્રી વીઘાઉટ પોસ્‍ટ ઓફીસ - અગેઇન્‍સ ધ જયુડીશીઅલ કીલીંગ ઓફ અફઝલ ગુરૂ એન્‍ડ મકબુલ બટ્ટ નામથી એક કાર્યક્રમ ઘડી કાઢયો હતો.

આ કાર્યક્રમનો પ્રચંડ વિરોધ કરતા ‘અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતાઓએ આ કાર્યક્રમના આયોજકોની યુનિવર્સિટીમાંથી હકાલ પટ્ટી કરવા દબાણ ઉભુ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. આ સંદર્ભમાં યુનિવર્સિટીના એડમીનીસ્‍ટ્રેશને ડીસીપ્‍લીનરી એન્‍કવાયરી હાથ ધરી હતી. જો કે તેઓએ એવો બચાવ કર્યો હતો કે કાર્યક્રમના આયોજકોએ આ બાબતે તેમના પાસેથી પરવાનગી લીધી ન હતી.

એબીવીપી અને બીજા કેટલાક સંગઠનોએ તેવો આરોપ મુકયો કે વિદ્યાર્થીઓની તે રેલીમાં ભારત વિરોધી સુત્રો પોકારવામાં આવ્‍યા હતાં. આ બાબતે એક વીડીઓ, રેકોર્ડીંગ પણ રજૂ કર્યુ. જો કે રેલીમાં ભાગ લઇ રહેલા વિદ્યાર્થીઓએ એવો દાવો કર્યો હતો કે આ વીડીયો રેકોર્ડીંગ બનાવટી છે અને તેઓએ ભારત વિરોધી કે પાક તરફી  સુત્રોચ્‍ચાર કર્યા ન હતા. આ સંદર્ભમાં જેએનયુના સ્‍ટુડન્‍ટ યુનિયન પ્રેસીડન્‍ટ કન્‍હૈયા કુમારની રાષ્‍ટ્ર સામે યુધ્‍ધ છેડવાના મામલે ધરપકડ કરવામાં આવી હતી.

આ સંદર્ભે આ પ્રકારનું વીડીયો રેકોર્ડીગ રજુ કરવામાં આવતા પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. યુનિયન પ્રમુખ કન્‍હૈયા કુમાર તો હજુએ જેલ હવાલે જ છે.

જવાહરલાલ નહેરૂ યુનિવર્સીટીમાં આ પ્રકારનો ઘટનાફેર નવીન બાબત નથી. ૧૯૬૯માં સંસદે જેની ખાસ કાયદા હેઠળ સ્‍થાપના કરી હતી તે શિક્ષણની ગુણવતામાં અને બીજી સહાયક સવલતોના સંદર્ભમાં નં. ૧ રેન્‍કીંગ ધરાવે છે. સંસ્‍થાના અનેક પ્રકારના અભ્‍યાસક્રમો ચાલે છે. સંસ્‍થાને આજ સુધીના અનેક ધુરંધરોના જ્ઞાનનો લાભ મળ્‍યો છે. જી.પાર્થ સારથી આ યુનિ.ના પ્રથમ વાઇસ ચાન્‍સેલર હતા. હાલમાં સંસ્‍થાનો એકેડેમીક સ્‍ટાફ ૬પ૦નો છે. વહીવટી કર્મચારીઓની સંખ્‍યા ર૦૧૧માં ૧ર૭૬ની હતી અને આજે જેએનયુ દિલ્‍હી ખાતે અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્‍યા ૮૪૦૦ની આસપાસની છે.

ભારતની વિવિધ સરકારી અને ખાનગી સંસ્‍થાઓએ જેએનયુને ભારતની સર્વશ્રેષ્‍ઠ  યુનિવર્સિટીઓ માંહે એક ગણાવી છે. પરંતુ વિશ્વની સર્વશ્રેષ્‍ઠ ૭૦૦ યુનિવર્સિટીઓમાં પણ જેએનયુનો કયાંય ઉલ્લેખ નથી. આમ ટુંકમાં ઉજ્જડ ગામમાં એરંડા પ્રધાન જેવું સ્‍થાન ભારતમાં જેએનયુનું છે.

જો કે જયારે આપણે સ્‍વયં ઉજ્જડ છીએ ત્‍યારે એરંડાના પ્રધાન હોવાનો આપણને કોઇ વસવસો નથી પરંતુ આ એરંડાને પણ અનેક એરૂ આભડી ગયા છે અને આભડી રહયા છે. આ સંસ્‍થાના ભુતપુર્વ વિદ્યાર્થીઓમાં સીતારામ મેચુરી, અનન્‍યા ખરે, પ્રકાશ કારેન, સુખદેવ થોરાટ, પલાગૌમી સાંઇવાથ, બી.આર.દિપક જેવા મહારથીઓનો સમાવેશ થાય છે.

વાસ્‍તવમાં આ યુનિવર્સિટી પ્રથમથી જ ડાબેરી વિચારધારાના ફેલાવાનું સાધન અને કેન્‍દ્ર રહી છે. વાણી અને વિચારના સ્‍વાતંત્ર્યના નામે દેશની સંસ્‍કૃતિ, દેશના ધર્મોની હાંસી ઉડાડવા જેવી બાબતો અહી પ્રથમથી જ સર્વ સામાન્‍ય રહી છે અને બેરોકટોક ચાલતી આવી છે. પરંતુ નરેન્‍દ્ર મોદીના વડાપ્રધાન બનવા બાદ આ તત્‍વોના પેટમાં તેલ રેડાયું હતું. ભાજપ કે એનડીએ પણ આ સંસ્‍થાને તેના ઇતિહાસના સંદર્ભમાં સુગની નજરે જોતા હોય તે સ્‍વાભાવીક છે પરંતુ એક સ્‍પષ્‍ટ વાત એ છે કે આ સંસ્‍થાના વિદ્યાર્થીઓ કે, જેને વિદ્યાર્થી કહેવાનું પણ આપણને રૂએ નહી તેઓ યેનકેન પ્રકારે પોતાની વિધ્‍વંસક પ્રવૃત્તિઓ થકી કેન્‍દ્ર સરકારને ઉશ્‍કેરવા માંગતા હતા. વાણિ કે વિચારના સ્‍વાતંત્ર્યનો વ્‍યાપ આતંકવાદીઓને બીરદાવવા જેટલો હોઇ શકે તેવું તો વિશ્વનો ભાગ્‍યે જ કોઇ બૌધ્‍ધિક કહી શકે, પાકિસ્‍તાન સાથેના આપણા તણાવભર્યા સંબંધો બાબતે ભારતને કેટલું દોશીત ઠેરવી શકાય ? ઇસ્‍લામીક રાષ્‍ટ્રની સ્‍થાપના માટે પાકિસ્‍તાનને ભારતથી અલગ કરી તેને ગમતું કરવા માટે મોકળું મેદાન આપી દેવામાં આવ્‍યા બાદ પાકિસ્‍તાન પાસે એવો કયો યોગ્‍ય મુદ્દો છે જેના માટે ભારતના જ વિદ્યાર્થીઓ તેની તરફેણમાં ભારતની જ શિક્ષણ સંસ્‍થાઓમાં અભિયાન ચલાવે ? અને તે પણ આટલા વિશાળ અને જાહેર સ્‍તરે !

 સાચી વાત તો એ છે કે, એક રાષ્‍ટ્ર તરીકે આપણે કદાચ વિશ્વના અન્‍ય રાષ્‍ટ્ર સામે કોઇ બાબતે થોડા ઝાઝા ખોટા હોઇએ તો પણ દેશના નાગરિકોએ નાગરિક ધર્મ બજાવતા તેનો વિરોધ કરવાથી દુર રહેવાનું હોય, પરંતુ અહીં તો આપણો સાવ સાચા હોવા છતાં આ કહેવાતા બૌધ્‍ધિકો વિશ્વ સમક્ષ ભારતને વિકૃત ચીતરી રહ્યા છે.

આ અગાઉ પણ એક વખત આ યુનિવર્સિટીમાં સંસદ પરના હુમલાના આરોપીઓને બીરદાવતો એક કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. તેમાં સંસદ હુમલા અંગે લશ્‍કરી કાર્યવાહીની બેફામ નીંદા કરવામાં આવી હતી. તે વખતે ત્‍યાં ઉપસ્‍થિત બે લશ્‍કરી જવાનોએ આ બાબતે વિરોધ કરતા સંસ્‍થાના વિદ્યાર્થીઓએ તેમને ઢોરમાર માર્યો હતો.

આ વખતે પણ જેમ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ બળતામાં ઘી હોમવા આ મામલામાં કુદી પડયા છે. એકને સત્તા ગુમાવ્‍યાનો વસવસો આવા બળતા ઘર તરફ દોડાવે છે તો બીજાને સત્તા પ્રાપ્‍ત કરવાનો અભરખો ચોતરફ દોડાવે છે. ડાબેરીઓ અને ગાંધી પરિવાર પ્રથમથી ભારતીય જીવનશૈલી અને આધ્‍યાત્‍મિક ચિંતન માટે આદર ધરાવતા નથી. આ તમામ લોકોએ જેએનયુની સમસ્‍યાઓનો ગુણાકાર કર્યો છે.

આ મામલે અનેક નવા પ્રકરણોને જન્‍મઆપ્‍યો છે. મામલાની સુનાવણી દરમિયાન વિદ્યાર્થીઓએ ભારત વિરોધી સૂત્રોચ્‍ચાર કરતા ત્‍યાં ઉપસ્‍થિત ભાજપાના સાંસદ ઓ.પી.માથુરે તેમની સાથે હાથોહાથની મારામારી કરતા એક નવો વિવાદ જાગ્‍યો છે, જેઅનયુ - દિલ્‍હીની આ આગ દેશની અન્‍ય કેટલીક યુનિવર્સિટી સુધી પહોંચી છે. આ મામલો જેટલો ગંભીર દેખાય છે તેના કરતા પણ તેની ગંભીરતાને જુદી દૃષ્‍ટિએ મુલવવાની જરૂરત છે તે ગંભીર વાત એ છે કે, આ દેશમાં આજે પણ અમિચંદો અને જયચંદોની સંખ્‍યા બહુ મોટી છે, અને તેથી પણ વધુ ધૃણાસ્‍પદ બાબત એ છે કે, આ દેશ પર જેઓએ દાયકાઓ સુધી શાસન ભોગવ્‍યું છે તે પરિવારના તે પક્ષના લોકો તેમને સમર્થન આપી રહ્યા છે, તેમને ઉશ્‍કેરી રહ્યા છે.

 

(4:11 pm IST)