Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

સંબોધિ મહાન ઘટના છે. કારણ કે તે કાર્ય-કારણના નિયમની બહાર છે. સંબોધિ તો સંભવેલી જ છે.

જે ક્ષણે તમે તત્પર બનશો, જે ક્ષણે તમારામાં હિંમત આવશે, જે ક્ષણે તમે દીન મનોદશા છોડવા તૈયાર થશો, જે ક્ષણે તમે તમારા અહંકારને વિલીન કરવા તૈયાર થશો, તેક્ષણે તમને સંબોધિની અનુભુતિ થશે. સંબોધિ ન તો તમારા તપ પર નિર્ભર છે. કે ન તો જપ પર નિર્ભર છે. જપ-તપમાં ખોવાયેલા નહિ રહેતા.

'રામ' નામનું રટણ કરો છો ત્યારે ખરેખર કોણ કરી રહ્યું છે. આ રટણ? આ રટણ કયાંથી ઉદ્દભવી રહ્યું છે ? તેની ગહનતામાં ઉતરો અને ત્યાં તમે પરમાત્માને પ્રાપ્ત કરશો.

આ સૂત્રનો અર્થ સમજો શાસ્ત્રોમાં બે ક્રમ જણાવવામાં આવ્યા છે. અનુલોમ અને વિલોમ !

અનુલોમનો અર્થ થાય છે. ે-વિસ્તાર.

જે રીતે બીમાંથી વૃક્ષ બને છે. બે તો તદ્દન નાનું હોય છે. જરા અમથું હોય છે.પરંતુ તે ફુટે છે પછી તેમાંથી અંકુર નીકળે છે. પાંડદાઓ બંધાય છ.ે ડાળીઓ ફેલાવા લાગે છે અને એક વિશાળ વૃક્ષ ઉભું થઇ જાય છે. એટલું વિશાળ કે તેના પર હજારો પક્ષીઓ રાતવાસો કરી શકે. તેની છાયામાં સેંકડો લોકો બેસી શકે. પ્રવાસીઓ પોતાના વાહનો સાથે વિશ્રામ કરી શકે. કોઇ કયારેય વિચારી પણ ન શકે કે આટલા નાના બીમાં આટલું મોટું વૃક્ષ છુપાયું હશે.

આ પ્રક્રિયાનું નામ છે અનુલોમ ! વિકાસ, વિસ્તાર, ફેલાવો. ઇવોલ્યુશન ! બીજો ક્રમ કહેવાય છે-વિલોમ !

વિલોમનો અર્થ થાય છે-વૃક્ષની ઉર્જા ફરીથી બી બની ગઇ. વૃક્ષે ફરીથી બીને જન્મ આપ્યો. તે છે સંકોચાવું. જો આપણે અનુલોમને ઇવોલ્યુશન કહીશું તો વિલોમને ઇનવોલ્યુશન કહીશું-સંકોચાવું. સંક્ષિપ્ત થઇ જવું.

જીવનની આ જ લયબધ્ધતા છે. પરમાત્મા સંસાર બને છે. અને પછી સંસાર પાછો પરમાત્મા બની જાય છે. પરમાત્મા સુક્ષ્મ બી જેવો છે અને સંસાર તેનો વિસ્તાર છે.

બ્રહ્મ શબ્દનો અર્થ જ થાય છે- જે ફેલાતું જાય છે. વિસ્તીર્ણ થતું જાય છે.

બ્રહ્મ અને શ્રહ્માંડ, એક જ ઉર્જાની બે અવસ્થાઓ છે. બ્રહ્મ બી છે અને બ્રહ્માંડ વૃક્ષ છે.

હિન્દુ ધર્મ સિવાય દુનિયાના બીજા કોઇ ધર્મ વિલોમ ક્રમનો વિચાર નથી કર્યો, તેથી દુનિયાનો બીજો કોઇ ધર્મ સંપૂર્ણ ધર્મ કહી ન શકાય. અનુલોમ ક્રમનો તો વિચાર ખુબ થયો છે. ખ્રિસ્તી, મુસલમાન, યહુદી બધાંજ અનુલોમ ક્રમની વાત કર ેછે. પરમાત્માએ સૃષ્ટિ બનાવી પરંતુ પ્રલયની વાત નથી-પરમાત્મા સૃષ્ટિને નષ્ટ પણ કરશે તેવી વાત તેઓએ કરી નથી.

સર્જન થયું છે તો વિસર્જન પણ થશે. જન્મ થયો છે તો મૃત્યુ પણ થશે. હવે વિજ્ઞાનિકો કહે છેકે અસ્તિત્વ ફેલાતુ જાય છે.-એક્ષપાન્ડિગ યુનિવર્સ! અસ્તિત્વ સતત ફેલાતુ જાય છે પરંતુ કયાં સુધી ફેલાશે? તેની એક સીમા છે. તે સીમા પછી સંકોચાવાની પ્રક્રિયા શરૂ થાય છે.

બાળક યુવાન બને છે. યુવાની પછી બુઢાપો આવે છે. સંકોચાવાનું શરૂ થયું. એક દિવસ બાળક કોઇ અજ્ઞાત લોકમાંથી આવીને જન્મશે અને પછી એક દિવસ મૃત્યુ સંભવશે. ફરીથી કોઇ અજ્ઞાત લોકમાં ચાલ્યું જશે. પાંત્રીસ વર્ષ સુધી અનુલોમ અને પાંત્રીસ વર્ષપછી વિલોમ! જે લોકોએ જીવનને માત્ર અનુલોમના આધાર પર ઉભું કર્યું છે. તેઓ પાગલ છે. વિક્ષિપ્ત છે.

આજના જમાનાની આ જ મોટામાં મોટી ભુલ છે, આધુનિક મનુષ્યની મોટામાં મોટી ભૂલ છે. તેનું સંપૂર્ણ જીવન એક જ ક્રમ પર ઉભું છે- અનુલોમ ક્રમ પર. બસ, ફેલાતા જાઓ...વધુ ધન, વધુ પદ, વધુ પ્રતિષ્ઠા, વધુ મકાન, વધુ.. વધુ... અને હજુ પણ આ જે વધુની પ્રક્રિયા છે. તે અનુલોમ ક્રમ છે. તે સંસાર છે.

તો પછી જીવનમાં સંન્યાસ કયારે સંભવે ?

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:34 am IST)