Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

તા. ૧લી જુલાઇ ૨૦૨૧થી ટર્નઓવર ટેક્ષ

અત્યાર સુધી ઇન્કમટેક્ષ વિભાગ પાસે ફકત ખરીદી વેચાણના આંકડાઓ વેપાર ખાતામાં હતા, હવે મોટી ખરીદી વેચાણની વિગત પણ મેળવવા TDS કલમ (194 Q) લાગુ પાડી

રાજકોટ : જેમ જી.એસ.ટી.માં તમામ વેપારીએ કોની પાસેથી માલ ખરીદ કરેલ છે અને કોને વેચાણ કરેલ છે તેની તમામ માહિતીઓ આપવાથી તેમને જી.એસ.ટી.માં ભરેલ ટેક્ષનો સેટ ઓફ મળે છે. આવું અત્યાર સુધી ઇન્કમટેક્ષમાં ન હોવાથી સરકારે અત્યારે રૂ. ૫૦ લાખની કે તેથી વધુ જે કોઇ વેપારી પાસેથી માલ ખરીદ કરેલ હોય તેમાં ફકત ૦.૦૧% ટકો TDS કાપવાનો કાયદો તા. ૧-૭-૨૦૨૧ લાગુ પાડયો છે. TDSની રકમ નજીવી છે તે ઉપરાંત જેમનો ટેક્ષ કપાયેલ હશે તેઓ રીર્ટન ભરતી વખતે બાદ પણ માંગી શકે પરંતુ ઇન્કમટેક્ષ વિભાગને પણ કોની પાસેથી માલ ખરીદ કર્યો અથવા કોને માલ વેચ્યો તેના પાન નંબર ઉપરથી ચેક કરવાની સરળતા રહે તેથી ફકત ૦.૦૧ ટકો TDS કાપવાનો કાયદો લાગુ પાડેલ છે. આમ નવી કલમ ૧૯૪ કયુ (194 Q) બનાવેલ છે.

આ કાયદો તા. ૧-૭-૨૦૨૧ સુધી લાગુ પડતો હોવાથી તા. ૧-૪-૨૦૨૧થી તા. ૩૦-૬-૨૦૨૧ સુધીમાં જે કોઇ ખરીદી-વેચાણને લાગુ પડતો નથી. પરંતુ તા. ૧-૭-૨૦૨૧ ભલે જુની ખરીદી હોય પરંતુ તેનું પેમેન્ટ - ચુકવણી તા. ૧-૭-૨૦૨૧ પછી કરેલ હોય તેને ગણત્રીમાં લેવું પડશે. અમે તેનું પેમેન્ટ કરતી વખતે TDS કાપ્યા બાદ ચુકવણુ કરવાનું રહેશે.

પરંતુ જો ખરીદનાર વેપારીએ કર કપાત 194 Q હેઠળ કરવાની હશે તો વેચનાર વેપારી કલમ 206-C (H) હેઠળ કર વસુલ કરશે નહીં.

TDSનું આ પ્રથમ વર્ષ છે. માટે ૦.૦૧%થી શરૂઆત કરેલ છે, તે આવતા વર્ષોમાં ૧% થી ૩% કરશે.

હવે આપણે સીધી સાદી ભાષામાં આ નવા TDSનાં કાયદાની જાણકારી લઇએ.

(૧) તા. ૧-૪-૨૧ થી ૩૦-૬-૨૧ દરમિયાન જે કાંઇ ખરીદી અથવા વેચાણને આ TDSનો કાયદો લાગુ પડતો નથી કારણ કે કાયદાનો અમલ તા. ૧-૭-૨૦૨૧થી શરૂ થયો છે.

(ર) હીસાબી વર્ષ ૨૦૨૦-૨૦૨૧ એટલે કે ગયા વર્ષમાં જે કોઇ વેપારીનું ટર્નઓવર એટલે કે ખરીદી અથવા વેચાણ બંનેમાંથી જે કોઇ રકમ વધુ હોય અને તે રૂ. ૧૦ કરોડ કરતા વધુ હશે તે તમામ કરદાતાઓ એટલે કે કોઇપણ ઉદ્યોગપતિ, નાના - મોટા કોઇપણ ઉત્પાદક અથવા વેપારીઓને લાગુ પડે છે.

શેર બજારના ટ્રેડર્સને આ TDSના કાયદામાંથી મુકિત આપેલ છે તેથી હવે APMCનાં દલાલો તથા વેપારીઓ પણ મુકતીનો દાવો કરે છે.

(૩) કાયદો ૧લી જુલાઇ ૨૦૨૧થી લાગુ પડેલ છે પરંતુ કોઇપણ પેમેન્ટ જુનુ ૩૦-૬-૨૦૨૧ પહેલાનું ઉધાર લીધેલ માલનું ચુકવણુ તા. ૧લી જુલાઇ પછી તેને ચુકવણુ કરવામાં આવે તેને તા. ૧-૭-૨૦૨૧ પછી ચુકવેલ રકમ ગણત્રીમાં લેવાની રહેશે TDS કાપવો પડશે.

ઉદાહરણ : (૧) એક વેપારીની રૂ. ૭૦ લાખની ખરીદી તા. ૩૦-૬-૨૧ પહેલાની છે પરંતુ તેનું ચુકવણુ - પેમેન્ટ તા. ૨૫-૭-૨૦૨૧ના રોજ આપે તો તેમાંથી ૦.૦૧% TDS પેમેન્ટ કરતા પહેલા બાદ કરી TDS સરકારી તિજોરીમાં ભરવાનો રહેશે. જેમાં ૫૦ લાખ બાદ કરીને ૨૦ લાખ ઉપર TDS આવશે.

(ર) એક વેપારીના ચોપડે રૂ. ૪૦ લાખ તા. ૩૦-૬-૨૧ના રોજ ચુકવવાના ઉધાર બાકી છે. હવે તે બીજા ૩૦ લાખનો માલ ખરીદી કરી ઓગસ્ટ ૨૦૨૧માં ચુકવે છે તો આમ જુના ૪૦ લાખ + ૩૦ લાખ ચાલુ વર્ષના કુલ ૭૦ લાખમાંથી ૫૦ લાખ બાદ કરી ૨૦ લાખ ઉપર TDS ભરવાનો થશે. તેમના તે વેપારી નવી ખરીદી કરશે તો અને તેનું પેમેન્ટ ૨૦૨૧-૨૨માં કરશે. તેમાં પણ TDS કાપવાનો થશે.

ઉપરોકત TDS પાન નંબર વેચનાર પાસે હોય તો ૦.૦૧% આવશે પણ ખરીદનાર પાસે પાન નંબર નહી હોય તો ૫% લેખે TDS કાપવાનો રહેશે. આમ બંને પક્ષે એકબીજાનો પાનકાર્ડ તથા ટીસન-નંબરની નકલ લેવી પડશે.

માલ વેચનાર પાસે પાનકાર્ડ હશે તો ૦.૦૧% ટેક્ષ નહી હોય તો ૫% TDS

અત્યાર સુધી ઇન્કમટેક્ષ ઓફિસ પાસે સ્કુટીની કેઇસ સિવાય કરોડોની ખરીદ - વેચાણ થયા હોય તે અંગેની ખરીદનાર વેચનારની કાંઇ જ માહિતી નહોતી તે નવા કાયદાની અમલથી આવશે. તે ઉપરાંત પાનકાર્ડ ન હોય અને જે કોઇ વેપારી - વ્યકિત - ઉદ્યોગપતિઓ ખરીદ - વેચાણ કરતા હતા તેમાં મુશ્કેલી પડશે. કારણ કે ૫% લેખે TDS કાપવા ઉપરાંત તેમના નામ (પાન કાર્ડ વગરના) એડ્રેસ વગેરેની તમામ માહિતીઓ આવકવેરા અધિકારીઓ કોમ્યુટરમાંથી કાઢી શકશે અને તેઓને નોટીસ કાઢી વિગતો પણ મંગાવશે.

TDS મહીનો પુરો થયે, બીજા મહિનાની ૭ તારીખ સુધીમાં ભરવાનો છે. ફકત માર્ચ ૨૦૨૨નો ટેક્ષ (એકાઉન્ટસ ફાઇનલ થતા હોવાથી) તેને એક માસની મુદત આપેલ છે. માર્ચનો TDS ૩૧-૪-૨૦૨૦ પહેલા ભરવાનો છે.

મોડું રીર્ટન ભરાય તો દૈનીક રૂ. ૨૦૦નો લેઇટ ફાઇલીંગ દંડ

TDSના અન્ય કાયદા મુજબ ત્રીમાસીક રીર્ટન પણ રેગ્યુલર ત્યારબાદના મહીનામાં ભરવાનું છે. જેમકે જુલાઇથી સપ્ટેમ્બરનું રીર્ટન ૩૧ ઓકટોબર સુધીમાં ઓકટો.થી ડીસે.નું ૩૧મી જાન્યુ. સુધીમાં પરંતુ ફકત જાન્યુ.થી માર્ચનું ત્રિમાસીક રીર્ટન ૩૧મી મે ૨૦૨૨ સુધીમાં ભરી શકાશે. જો ત્રિમાસીક રીર્ટન સમયસર નહી ભરાય તો દૈનિક રૂ. ૨૦૦ની લેઇટ ફી ભરવાની રહેશે.

: આલેખન :

નિતીન કામદાર (CA)

મો. ૯૮૨૫૨ ૧૭૮૪૮

(10:14 am IST)