Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018
અવસાન નોંધ

કમળાબેન ચૌહાણ

રાજકોટઃ કમળાબેન રવજીભાઈ ચૌહાણ (ઉ.વ.૮૨)નું તા.૨૭ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે, સદ્દગતની ઉત્તરક્રિયા તા.૬ સોમવારે લક્ષ્મીનગર-૩, બેંગાલ સ્વીટ્સની સામે નાનામૌવા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

વૃંદાવનભાઈ કારીયા

રાજકોટ : વૃંદાવનભાઈ કલ્યાણજીભાઈ કારીયા (ઉ.વ.૮૦) (થાણાપીપળી વાળા શિક્ષક) હાલ રાજકોટ જેઓ કેશોદવાળા સ્વ. ધનજીભાઈ હરજીભાઈ પોપટ, સ્વ. ભગવાનજીભાઈ, સ્વ. જગજીવનભાઈ, સ્વ. મોહનભાઈના બનેવી ભદ્રેશભાઈ, મયુરભાઈના પિતાશ્રી શિક્ષક દિપકભાઈ નથવાણી, પ્રો. ડો. અરૂણભાઈ કક્કડ જૂનાગઢના સસરાનું તા.૨૮ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ને સોમવારે સાંજે ૫ થી ૬ શ્રી પુરૂષાર્થ મહાદેવ મંદિર, પુરૂષાર્થ સોસાયટી, શ્યામ હોલની સામેની શેરી, ડી માર્ટ મોલની પાછળ, રાજકોટ મુકામે રાખેલ છે.

સુરેશભાઈ જસાણી

રાજકોટ : સુરેશભાઈ જસાણી (ઉ.વ.૩૭) તે સ્વ. અમૃતલાલ વિરચંદભાઈ જસાણીના પુત્ર તે દિવ્યેશભાઈ અને અમૃતાબેનના પિતાશ્રી, સ્વ. ચમનભાઈ, સ્વ. ધનવંતરાય, સ્વ.રમેશભાઈ, સ્વ. વિમળાબેન અંબાલાલ શાહ, સરલાબેન મનુભાઈ શેઠ, નિલમબેન સુરેશભાઈ મહેતલીયાના ભાઈ તેમજ સ્વ. જીવણલાલ મીઠાભાઈ ભીમાણીના જમાઈ તા.૨૯ના રવિવારના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ને સોમવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ કલાકે જનકલ્યાણ હોલ, એસ્ટ્રોન ચોક, રેલ્વે ઓવરબ્રીજ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. સદ્દગતનું ચક્ષુદાન કરેલ છે.

અજય ચાવડા

રાજકોટ : ગુ. ક્ષ. કડીયા હાલ રાજકોટ નિવાસી સુરેશભાઈ મગનભાઈ ચાવડા, જયોતિબેન સુરેશભાઈ ચાવડાના સુપુત્ર અજય સુરેશભાઈ ચાવડા (ઉ.વ.૨૩) તા.૨૮ના શનિવારના રોજ સદ્દગત પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ ને સોમવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસસ્થાને મવડી મેઈન રોડ, જલીયાણ હોલ પાછળ, ઈલાબેન લોઢવીયાના કવાટર્સ વિશ્વેશ્વર હાઉસીંગ સોસાયટી ''માતૃ કૃપા'' ખાતે રાખેલ છે.(મો.૯૭૧૪૭ ૬૦૪૯૩)

ઉજીબેન મકવાણા

રાજકોટ : ઉજીબેન નાથાલાલ મકવાણા તા.૨૮ના રોજ રામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. (મો.૯૪૨૭૭ ૨૯૯૨૬)

ભરતકુમાર રાચ્છ

રાજકોટ : ભરતકુમાર જયંતિલાલ રાચ્છ (ઉ.વ.૫૭) (સ્વ.મીનાબેન જયંતિલાલ કુંડલીયા મહિલા કોલેજના ઓફીસ સુપ્રિટેન્ડ) તે સ્વ. જયંતિલાલ મંગળજી રાચ્છના પુત્ર, તે મીનાબેનના પતિ, તે માર્મિક તથા કાજલ દિપકુમારના પૌત્ર (મુંબઈ) તથા દિશાબેન વિકાસકુમાર રાજા (દુબઈ)ના પિતાશ્રી તે વીણાબેન ગોપાલભાઈ ભંભાણી, તે માધુરીબેન તે હર્ષાબેન મનીષભાઈ લાલાણીના ભાઈ તે સ્વ. ગોરધનદાસ પ્રેમજીભાઈ મણીયાર (બિલખાવાળા)ના જમાઈનું તા.૨૯ને રવિવારના અક્ષર નિવાસ થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૩૦ને સોમવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

સફીયાબેન લાતીવાલા

રાજકોટ : ગારીયાધાર સફીયાબેન તાહેરઅલી (લાતીવાલા) જે મ. અસગરઅલી અબ્દુલહુશેનના બૈરો, તે ફખરૂદ્દીનભાઈ, અબ્બાસભાઈ, જુબેદાબેન ઈસુફભાઈ (મહુવા) નફીસાબેન ઈસ્માઈલભાઈ (ધંધુકા), હસીનાબેન હુનેદભાઈ (બગસરા)ના માતા તથા મુનીરાબેન, તસ્નીમબેનના સાસુમા અને મુસ્તફા, ઈબ્રાહીમ, હુશૈન, સકીનાના દાદીમા તા.૨૯ના વફાત થયેલ છે. મર્હુમની જીયારતના સીયારા તા.૩૧ને મંગળવારના રોજ સવારે ૧૧:૩૦ કલાકે જમાલી મસ્જીદ, ગારીયાધાર મુકામે રાખેલ છે.

રતિલાલ પાટડીયા

રાજકોટ : વિંછીયા નિવાસી હાલ રાજકોટ સ્વ. સોની રતિલાલ દુર્લભજીભાઈ પાટડીયા (વિંછીયાવાળા) તે ગોકળદાસ રાજશીભાઈ રાણપરા (કુવાડવાવાળા)ના જમાઈ તથા સ્વ.અમિત, સ્વ. જયશ્રીબેન, દિનેશભાઈ, આનંદીબેન, શિલ્પાબેનના પિતાનું તા.૨૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

મંજુલાબેન ચલ્લા

રાજકોટ : વીરનગરવાળા હાલ રાજકોટ પરજીયા સોની શ્રી મોહનલાલ નથુભાઈ ચલ્લાના ધર્મપત્નિ મંજુલાબેન તે શૈલેષભાઈ મોહનભાઈના માતુશ્રી અને હર્ષના દાદીમાનું તા.૨૬ને શુક્રવારના રોજ મુંબઈ ખાતે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ ને સોમવારના સાંજે ૪ થી ૬, ભગવાન ભુવન વાડી, પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

કાંતિભાઇ ટાટમીયા

ઉપલેટાઃ વરજાંગ જાળીયા નીવાસી કાંતીભાઇ (બટુકભાઇ) નરશીભાઇ ટાટમીયા (ઉ.વ.૬પ) તે અરૂણભાઇ તથા રાહુલભાઇના પિતાશ્રીનું તા.ર૭ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.

કૈલાશબેન પોપટ

રાજકોટઃ બેંગલોર નિવાસી (હાલ રાજકોટ) તે સ્વ.કેશવલાલ  કરશનદાસ પોપટના પત્ની કૈલાશબેન પોપટ (ઉ.વ.૮૩) તે ડો.લીના કિશનકુમાર ઠકકર (બેંગલોર), મયુરીબેન પ્રકાશભાઇ ગંગદેવ (કેનેડા), અલ્કાબેન બિપીનભાઇ બગડાઇ (રાજકોટ)ના માતુશ્રી તથા ગીરધરલાલ ઠકકર (અમદાવાદ)ના બહેન તથા ગોરધનદાસ ઝવેરી (બેંગલોર), નરોત્તમભાઇ પોપટ (મદ્રાસ)ના નાનાભાઇના પત્ની અને મગનલાલ પોપટના ભાભી તા.ર૭-૭-૧૮ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.રના રોજ સાંજે પ કલાકે, જલારામ મંદિર, બેંગલોર મુકામે રાખેલ છે.

અમૃતલાલ કોટડીયા

ગોંડલઃ અમૃતલાલ વશરામભાઇ કોટડીયા (ઉ.વ.૮૮) તે દિનેશભાઇના પિતાશ્રી જેનિશ, ધવલના દાદાનું તા.૨૭ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું: તા.૩૦ને સોમવારે સાંજે ૪ થી ૬ પટેલવાડી જેલચોક ગોંડલ ખાતે રાખેલ છે.

ડો.અશોકભાઇ ઉપાધ્યાય

ઉનાઃ સનખડા પિ.એચ.સીના ડો.કંદર્પ એ ઉપાધ્યાયના પિતાશ્રી ડો.અશોકભાઇ બી. ઉપાધ્યાયનું તા.૨૬ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું ઉના મુકામે તા.૩૦ને સોમવારના રોજ બ્રહ્મસમાજની વાડી, ટાવર ચોક, ઉના ખાતે સાંજે ૪થી ૬ રાખેલ છે. તેમજ પ્રાર્થનાસભા તો૩૧/૭/૧૮ને મંગળવાર ના રોજ દેલવાડા કૃષ્ણબાગ ખાતે સાંજે પ થી ૭ રાખેલ છે.

ચંદુભાઇ વાળા

ઉના : લુહાર ચંદુભાઇ વીરજીભાઇ વાળા (ઉ.૭ર) તે હિતેષભાઇ, હિરેનભાઇ, મયુરભાઇનાં પિતાશ્રી તા. ર૮ મીએ અવસાન પામેલ છે. સાદડી તા. ૩૦ મીએ સોમવારે સાંજે ૪ થી ૬ કેસર બાગ ટાવર ચોક પાસે ઉના રાખેલ છે.

તારાબેન કુંડલીયા

વાંકાનેરઃ સ્વ. મગનલાલ મોરારજી કુંડલીયા (વાસુકીવાળા)ના પત્ની તારાબેન (ઉ.વ.૯૧) તે હસમુખભાઇ, ભરતભાઇ, (થાન), સ્વ. હરીશભાઇ તથા ચિત્રાબેન હસમુખરાય પંડીતના માતુશ્રી તથા થાનગઢ નિવાસી હીરાચંદભાઇ ડુંગરશીભાઇ કોટેચાની પુત્રીનું તા. ૨૬ના અવસાન થયેલ છે. ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા. ૩૦ને સોમવારે સાંજે ૫:૩૦ કલાકે વિશ્વકર્મા મંદિર, જીનપરા વાંકાનેર ખાતે (ભાઇઓ તથા બહેનોનું સાથે) રાખેલ છે.

ફાતેમાબેન એડનવાલા

બગસરાઃ ફાતેમાબેન ફીદાહુસેનભાઇ એડનવાલા તે મર્હુમ યુસુફઅલી અબ્દુલહુસેન અમરેલીવાલાના બેૈરો, શબ્બીરભાઇ, ઇલ્યાસભાઇ, જોહરભાઇ તથા મલેકાબેન બસીરભાઇ (લંડન) મુનીરાબેન હોઝેફાભાઇ (દુબઇ) ના માસાહેબા તેમજ અબ્બાસભાઇ, હાતિમભાઇ, શબ્બિરભાઇ હકિમુદીનભાઇ, અસગરભાઇ, મહંમદીભાઇ એડનવાલા તથા શીરીનબેન (પુના) શરીફાબેન (મુંબઇ) મલેકાબેન (સીલોન) ના બહેન તા. ૨૮ ને શનિવારના રોજ વફાત થયા છે. જીયારાત તથા ચહેલુમના  ફાતેમા તા. ૩૦ ને સોમવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે વઝીહી મસ્જીદ બગસરામાં રાખેલ છે.

પુષ્પાબેન કોટેચા

મોરબી  : પુષ્પાબેન મુળજીભાઇ કોટેચા (ઉ.વ.૮૮) તે સ્વ. મુળજીભાઇ મોરારજીભાઇ કોટેચાના પત્ની, તેમજ દિલીપભાઇ, કિશોરભાઇ,રોહિતભાઇના માતા તથા જયંતીલાલ કક્કડ અને બાબુલાલ કક્કડ (વેરાવળ) ના બહેનનું તા. ૧૮ ના રોજઅવસાન થયું છે ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. ૩૦મી એ સોમવારે સાંજે ૫ કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ મોરબી ખાતે રમખેલ છે.

શાંતાબેન પંડયાનું ૧૦૦ વર્ષ વયે નિધન

અમરેલી : રાજકોટનિવાસી શાંતાબેન બેચરલાલ પંડયા (ઉ.વ.૧૦૦) તે રમેશભાઇ પંડયા (નિવૃત ઓફીસર બેંક ઓફ ઇન્ડિયા) હેમલતાબેન ઠાકર (જામનગર) સરોજબેન મહેતા (રાજકોટ) ના માતુશ્રી તથા કેતનભાઇ (વડોદરા) ના દાદીમાનું તા. ૨૮ ના રોજ વડોદરા આતે અવસાન થયું છે.બેસણું તા.૩ શુક્રવારે સાંજુ ૪ થી ૬ ધ્યાનશંકર પ્રગટેશ્વર મહાદેવ મંદિર, પ્રકાશ સોસાયટી, નિર્મલા કેન્વેન્જ્ઞ સ્કુલની સામે, કાલાવડ રોડ ખાતે રાખેલ છે. વડોદરા ખાતે બેસણું તા. ૩૦મીએ સોમવારે સાંજે ૪ થી ૬ શ્રીનાથ રેસીડન્સી, કલબ હાઉસ રત્નાકર ટેનામેન્ટસની સામે, ગોમી ખાતે રાખેલ છે.

કમળાબેન તન્ના

વેરાવળઃ સ્વ. વિઠલદાસ લવજીભાઇ તન્ના (હરમડીયાવાળા) ના પત્ની કમળાબેન ઉ.૯૬ તે સ્વ.મથુરાદાસ દેવચંદભાઇ ગટેચા (ઘાટવડવાળા) ના પુત્રી તથા ધનસુખભાઇ, નરેશભાઇ, પ્રકાશભાઇ, ચંદ્રકાન્તભાઇ, કીશોરભાઇ, સ્વ. મંજુલબેન, કુંદનબેન, પ્રવિણાબેન, રેખાબેનના માતુશ્રી તેમજ આશિષ, હાર્દિક,  ધ્રુમીત, ફોરમ, રૂપલ, સોનલ, હેત, પૂર્વી, જલ્પા, નિધી, રીધી, સીમા, નિરાલીના દાદીમાં તા.ર૯ ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.૩૦ ને સોમવારે બપોરે ૪ થી પ બિલેશ્વર મહાદેવ મંદિર શિક્ષક કોલોની વેરાવળમાં રાખેલ છે.

પ્રેમજીભાઇ સવનિયા

જૂનાગઢઃ સોરઠીયા પ્રજાપતિ કુંભાર પ્રેમજીભાઇ મેઘજીભાઇ સવનિયા (ઉ.વ.૭૮) તે જયાબેનના પતિ તથા નરેશભાઇ, ભુપતભાઇ (નાઇરોબી) અને હંસાબેન (યુ.કે.)ના પિતા તેમજ ડો.કેવલ, આકાશભાઇ, માતંગભાઇ અને બંસીબેનના દાદાનું તા.૨૮ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૩૦ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે વડલેશ્વર મહાદેવ મંદિર, વણઝારી ચોક ખાતે રાખેલ છે.

બદરૂદીનભાઇ પોટા

જેતપુરઃ બદરૂદીનભાઇ શરફઅલી પોટા, ઉ.વ.૭૨, (પાલિકા કર્મચારી)તે મુસ્તુફાભાઇ, મુર્તઝાભાઇ, જુમાનાબેન (ભાવનગર)ના પિતાશ્રી અને મુ.અસગરઅલીભાઇ, મોહશીનભાઇ, તથા ફિરોજભાઇ (પાકિસ્તાન)ના ભાઇ તા.૩૦ ના સોમવારે વફાત થયા છે. મરર્હુમના જીયારત અને ચેહલુમના શીપારા તા.૧ને બુધવારે ૧૧-વાગ્યે, મતવાશેરી પરાની મસ્જીદમાં રાખેલ છે. બેસણુ તા.૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ્થન,ખોડપરા, જીકરીયા મસ્જીદ પાસે જેતપુરમાં રાખેલ છે.

રાષ્ટ્રીય સ્વયં સંઘના પૂર્વ પ્રચારક હસુભાઇ દવેનું અવસાનઃ વઢવાણમાં બેસણુ

વઢવાણઃ રાષ્ટ્રીય સ્વયં સંઘના પૂર્વ પ્રચારક અને જનસંઘના પૂર્વ જિલ્લા મંત્રી હસમુખભાઇ પુરૂષોત્તમભાઇ દવે (હસુમામા) નું ૮૭ વર્ષની જૈફ વયે તા.૨૮-૭-ને શનિવારના રોજ રાત્રીના સમયે વઢવાણ ખાતે અવસાન થતા  શોકની લાગણી પ્રસરી છે.

તેઓશ્રી આર.એસ.એસ.માં ૧૯૪૭ મા જોડાયા બાદ ૧૯૫૧-૫૨ માં અમરેલી ખાતે પ્રચારક તરીકે રહ્યા ત્યાર બાદ કોલકતા માં સંઘકાર્ય સાથે સાથે સર્વિસમા જોડાયા. ઘણા વર્ષો પછી માદરે વતન આવીને જનસંઘમાં જોડાયા જિલ્લા કક્ષાની વિવિધ જવાબદારીઓ વહન કરતા, જાહેર જીવનમાં ઝંપલાવી લોકસેવક તરીકે વઢવાણ નગરપાલિકા ના પ્રમુખ તરીકે પણ રહ્યા,,, હતાં. ભાજપમાં થોડો સમય કામ કર્યા પછી સેવા નિવૃત્તિ લીધી અને પત્રકારત્વ કરી ને જનજાગૃતિ માટે 'જાગતા રે જો' નામનું સાપ્તાહિક શરૂ કર્યું જે હજી ચાલુ છે.

સ્વ,શ્રી હસુભાઈ

પંડિત દિનદયાલજી શ્રીઅટલબિહારી વાજપેયીજી,શ્રીલાલકૃષ્ણ અડવાણીજી જેવા અનેક પદાધિકારીશ્રીઓ સાથે સાનિધ્યમાં આવ્યા હતાં. બેસણું: તા.૩૦ને સોમવારે વઢવાણ શહેર બ્રાહ્મણ ની વાડી ખાતે સાંજે ૪થી ૬/૩૦ વાગ્યા સુધી રાખેલ છે.