Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022
ધીરજ સ્‍ટોરવાળા ભરતભાઇ પીઠડીયાનું દુઃખદ અવસાનઃ ગુરૂવારે સાંજે બેસણુ

રાજકોટ : મચ્‍છુ કડિયા સઇ સુતાર ભરતભાઇ વિઠ્ઠલભાઇ પીઠડીયા (ધીરજ સ્‍ટોર, સદર બજાર) (ઉ.વ.૫૫) તે હિતેશભાઇ અને જનકભાઇ (જય)ના મોટાભાઇ તથા ઋષિના પિતાશ્રીનું તા. ૨૮ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૩૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમ્‍યાન રામેશ્વર હોલ, રૈયા રોડ (બાપાસીતારામ ચોક પાસે) રાજકોટ ખાતે રાખેલ છે. સદ્‌ગત ભરતભાઇની ઓચિંતી વિદાઇથી પીઠડીયા પરિવાર તથા તેમના બ્‍હોળા મિત્રવર્તુળ-સગાસંબંધીઓ-ગ્રાહકોમાં શોકનું મોજુ ફરી વળ્‍યુ છે. અત્‍યંત માયાળુ અને મળતાવળા સ્‍વભાવવાળા ભરતભાઇનાં દિવ્‍ય આત્‍માને ઇશ્વર શાંતિ બક્ષે તેવી પ્રાર્થના ઓમ શાંતિ શ્રીકૃષ્‍ણ શરણ મમઃ..

જયેશ ખખ્‍ખરની કાલે ગુરૂવારે સાંજે ૫ થી ૬ જુનાગઢમાં પ્રાર્થનાસભા

રાજકોટઃ જુનાગઢ નિવાસી જયેશ ચંદ્રકાંત ખખ્‍ખર (ઉ.વ.૪૪) તે સ્‍વ.ચંદ્રકાંતભાઈ તથા ગં.સ્‍વ.જયોતિબેનના પુત્ર, કિશોરભાઈ તથા સ્‍વ.હસમુખભાઈના ભત્રીજા, દર્પણભાઈ, નયનભાઈ, અજયભાઈ, મયુરભાઈ, વિશાલભાઈ, કિરણબેન, ઉમાબેન, માયાબેન તથા ઉષાબેનના ભાઈ તથા કિરીટભાઈ જીવરાજાનીના ભાણેજનું તા.૨૮ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થના સભા આવતીકાલે તા.૩૦ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ તળાવ દરવાજા સ્‍થિત જાગનાથ મહાદેવ મંદિર જૂનાગઢ ખાતે રાખેલ છે.

જયશ્રીબેન રમણીકભાઈ વાગડીયા નું અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ સ્‍વ.જયશ્રીબેન રમણીકભાઈ વાગડીયા સ્‍વર્ગવાસ પામેલ છે. સદ્દગતનું બેસણું  કાલે તા.૩૦ ગુરૂવારે સાંજે ૫:૩૦ થી ૬:૩૦ રાધાકૃષ્‍ણ મંદિર, એરપોર્ટ દીવાલવાળો રોડ, ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખેલ છે. મહેશભાઈ રમણીકભાઈ વાગડીયા મો.૭૬૯૮૧ ૨૨૨૦૨, અમિતભાઈ રમણીકભાઈ વાગડીયા મો.૭૦૪૬૩ ૮૮૦૮૮, રાહિલભાઈ મહેશભાઈ વાગડીયા, ક્રેયાંશભાઈ અમિતભાઈ વાગડીયા

અવસાન નોંધ

દિનકરરાય નથવાણી

રાજકોટઃસ્‍વ. અમૃતલાલ વેલજીભાઇ નથવાણીના સુપુત્ર સ્‍વ. દિનકરરાય અમૃતલાલ નથવાણી (નથવાણી ઓટો પાર્ટસવાળા) જે. હિરેનભાઇ તથા મીતલબેન પ્રફુલચંદ્ર કાનાબાર (તાલાલા) શીતલબેન કમલકુમાર દક્ષીણી (રાજકોટ)ના પિતાશ્રી   જે મનસુખભાઇ કરશનદાસ મજીઠીયા (ખંભાળીયા) ના જમાઇનું તા.૨૮ ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩૦ ને ગુરુવારે સાંજે ૫ થી ૬ ગુરૂગલરાજ સાહેબની કુટીયા જુલેલાલ મંદિરની સામે રેફયુજી કોલોની ખાતે રાખેલ છે. 

 ઇન્‍દિરાબેન આણંદપરા

રાજકોટઃ શ્રી દશા સોરઠીયા વણિક જ્ઞાતિ ઇન્‍દીરાબેન તુલસીદાસ આણંદપરા (ઉ.વર્ષ ૮૧) તે સ્‍વ. તુલસીદાસ વિઠ્ઠલદાસ  આણંદપરાના ધર્મ પત્‍નિ તેમજ દિપક, પરેશ , હિતેષ તથા છાયાના માતુશ્રી તેમજ દિપકકુમાર ગગલાણીના સાસુ તેમજ સ્‍વ. અરવિંદભાઇ તથા સ્‍વ. પ્રવિણભાઇ તથા શ્રી રમેશભાઇ જગમોહનદાસ પારેખના બહેન તેમજ પ્રણવ-ચિરાગ-હર્ષ-ચિંતન-બ્રિન્‍દા-આશા-દ્રષ્‍ટિ- ભુમી, દર્ષ-પ્રિશા ના દાદીમાં તા. ૨૭ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્‌ગતનું બેસણું તા.૩૦, સાજે પ થી૬:૩૦ કલાકે જનકલ્‍યાણ હોલ, જનકલ્‍યાણ સોસાયટી, અમીન માર્ગ રેલ્‍વે ફાટક પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

રમેશભાઇ જોષી

રાજકોટ : રમેશભાઇ પ્રાણલાલ  જોષી (ઉ.વ.૬૩) તે ક્રિષ્‍ન રમેશભાઇ જોષી (પ્રશાંતિ પેપર/ કાર્ડ, રાજકોટ) વાળાના પિતાશ્રી, હસુભાઇ જોષી-જુનાગઢ, સૌરાષ્‍ટ્ર કચ્‍છ બ્રહ્મ સમાજના ટ્રસ્‍ટી તે ક્રિષ્‍ન કાર્ડ-જુનાગઢ વાળાના નાનાભાઇ, તેમજ સ્‍વ. રાજેશભાઇ પ્રાણલાલ જોષી ઉપલેટા વાળાના મોટાભાઇ તા.૨૪ સોમવારના રોજ કૈલાશવાસ થયેલ છે. બેસણુઃ તા. ૩૦, ગુરુવાર સાંજે ૪ થી ૬ રજપુત સમાજવાડી, રજપુતપરા શેરી નં.૨, જીવંતિકા મંદિરની બાજુમાં, રાજકોટ. હસુભાઇ જોષી (જુનાગઢ) -મો. ૯૩૭૬૬ ૪૧૧૨૧, ક્રિષ્‍ન રમેશભાઇ જોષી(રાજકોટ)-મો. ૯૪૦૮૬ ૬૨૩૧૧

ચંદ્રીકાબેન ત્રિવેદી

રાજકોટઃ મૂળ ખાખરા હાલ રાજકોટ નિવાસી સ્‍વ. ધમેન્‍દ્ર કેવળરામ ત્રિવેદીના પુત્રવધુ ચંદ્રીકાબેન (નિવૃત સ્‍ટાફ નર્સ પી.જી.ટી.હોસ્‍પિટલ આયુર્વેદ-જામનગર) તે શ્રી હર્ષદભાઇ ત્રિવેદીના નાનાભાઇ ડો.યોગેશ ત્રિવેદી( નિવૃત મેડીકલ ઓફિસર/ લેકચરર સરકારી આયુર્વેદ કોલેજ જુનાગઢ) ના ધર્મપત્‍નિ અને નિશિતા સિધ્‍ધાર્થ દવે તથા હર્ષિતા વિરલ વ્‍યાસના માતૃશ્રી  તથા શ્રી મુકુંદભાઇ દવે (જાબુંડા હાલ મોરબી) ના પુત્રીનો તા. ૨૮ ના રોજ રાજકોટ મુકામે કૈલાસવાસ થયેલ છે. સદ્‌ગતનું બેસણું તા. ૩૦ ગુરૂવારના રોજ ભુણાવા ક્ષત્રિય સમાજ-ભુવન સુયા પાર્ક, પાણીના ટાંકા સામે, રેલનગર, મેઇન રોડ રાજકોટ. ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

રાજેશભાઇ મહેતા

વાંકાનેર : સ્‍વ. રમણીકલાલ લક્ષ્મીચંદ મહેતાના પુત્ર રાજેશભાઇ (ઉ.પ૧) તે હિતેશભાઇ (રાયચપુરવાળા) ના ભાઇનું તા. ર૮ ના અવસાન થયેલ છે. (લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે.)

ચમનલાલ બુધ્‍ધદેવ

જામનગર :.. ગામ મેઘપર ઝાલા, હાલ જામનગર નિવાસી ચમનલાલ હરગોવિંદભાઇ બુધ્‍ધદેવ (ઉ.વ.૭ર), તે રેખાબેનના પતિ તથા અશ્વિનભાઇ, પનાબેન, કુંદનબેન (નગરગાથા સાપ્તાહિક ન્‍યુઝ પેપરના એડિટર) ના પિતાશ્રી તથા સ્‍વ. કેશુભાઇ, સ્‍વ. નટુભાઇ, સ્‍વ. સુખલાલભાઇ, સ્‍વ. જયસુખભાઇ, સ્‍વ. ચંદુભાઇ, પોપટભાઇ, અનંતરાય, મનુભાઇના ભાઇ તથા મનીષભાઇ બાબુભાઇ સોમૈયા અને મનનભાઇ શાંતિલાલ મદલાણીના સસરા તેમજ સ્‍વ. હરિલાલ પ્રેમજીભાઇ અનડકટના જમાઇ સંવત ર૦૭૮ ના જેઠ વદ અમાસ, તા. ર૮ ને મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્‌્‌ગતનું ઉઠમણું તથા સાસરા પક્ષની સાદડી તા. ૩૦ ગુરૂવારના રોજ સાંજે ૬ થી ૬.૩૦ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર, પટેલ કોલોની રોડ નં. ૪, શેરી નં. પ, જામનગર ખાતે રાખેલ છે. (અશ્વીનભાઇ બુધ્‍ધદેવ મો. ૯૪ર૮ર ૮૦પ૦ર)

ભારતીબેન કગથરા

રાજકોટ : ભારતીબેન ગીરધરભાઇ કગથરા (પટેલ), (ઉ.વ.૬પ), નું તા. ર૮ ના અવસાન થયેલ છે.

જેઓ સાગરભાઇના માતુશ્રી તેમજ ગિરધરભાઇ (બટૂકભાઇ)ના પત્‍ની અને હરકિશનભાઇ (નાનુમામા) તથા દિપકભાઇના ભાભીનું બેસણું તા. ૩૦ ને ગુરૂવારે સાંજે ૪ થી પ.૩૦ અમરનાથ મહાદેવ મંદિર, સહકાર મેઇન રોડના છેડ, ત્રીશુલ ચોક નજીક, હસનવાડી મેઇન રોડ, ખાતે રાખેલ છે.

પ્રાણશંકરભાઇ ભટ્ટ

રાજકોટ : ઔ. ગુ. સા. ચા. બ્રાહ્મણ સ્‍વ. પ્રેમશંકર ગણપતરાય ભટ્ટના પુત્ર પ્રાણશંકર પ્રેમશંકર ભટ્ટ (ઉ.વ.૯૧) નું તા. ર૬ ના અવસાન થયેલ છે. તે સ્‍વ. રસીકભાઇ તથા ગુણવંતરાયના મોટાભાઇ તથા દિલીપભાઇ (પી. ડબલ્‍યુ. ડી.), મહેશભાઇ તથા રીટાબેન ચંદ્રકાંતભાઇ ત્રિવેદીના પિતા તથા નિતેષભાઇ (આર. એમ. સી.) મનિષભાઇ (ભાજપ)ના ભાઇજી તથા મયુરભાઇ (એડવોકેટ), નિકુંજ ભટ્ટના દાદા તથા શિવલાલ દેવશંકર શુકલ જસદણના જમાઇ બન્ને પક્ષનું બેસણું તા. ૩૦ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ સહકારેશ્વર મહાદેવ મંદિર-૭ સહકાર સોસાયટી, સહકાર સોસાયટી મેઇન રોડ ખાતે રાખેલ છે. તથા તા. ૧ ના શુક્રવારે સાંજે ૪ થી ૬ નકલંક મંદિર બગથળા ગામે રાખેલ છે.

ભાવનાબેન જોશી

રાજકોટ : ઔદિચ્‍ય ખરેડી સમવાય બ્રાહ્મણ મુ. વડાળા હાલ રાજકોટ સ્‍વ. વિરેન્‍દ્રભાઇ દુર્ગાશંકર જોશી (અનુપભાઇ જીઇબી)નાં ધર્મપત્‍ની ભાવનાબેન (ઉ.વ.૪૯) જેઓ ગં. સ્‍વ. જયમતીબેનના પુત્રવધુ, સ્‍વ. કાજલબેન, ચાર્મીબેન, દીપભાઇ તથા ઉમંગભાઇના માતુશ્રી, શુભભાઇનાં ભાભુ અને વીણાબેન કીરીટકુમાર જોશી તથા મનીષભાઇ અને હિરલબેનના ભાભી, તથા મુ. ધારી, સ્‍વ. બાબુલાલ પોપટલાલ ઠાકરનાં પુત્રી જે પ્રદીપભાઇ, નરેન્‍દ્રભાઇ, જીતુભાઇ, ખોડીદાસભાઇ અને મંજૂલાબેન, રેખાબેન, અનિતાબેન તથા ચાંદનીબેનના બહેન, તા. ર૮ ના કૈલાશવાસી થયેલ છે. બંને પક્ષનું ઉઠમણું તા. ૩૦ ને મોહનેશ્વર મહાદેવ, પુનીતનગર મેઇન રોડ, પાણીના ટાંકા પાસે, ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કાંતિલાલ અઘેરા

ઉપલેટા : તાલુકાનાં ખાખીજાડીયાના નિવાસી પ્રવિણભાઇ અઘેરા કિશોરભાઇ અઘેરા નરેન્‍દ્રભાઇ અઘેરાના પિતાશ્રી કાંતિલાલ કેશવજી અઘેરાનું તા. ર૮ ના અવસાન થયેલ છે.

કમળાબેન જાદવ

રાજકોટઃ કમળાબેન બનેશીંગભાઈ જાદવ, તે સ્‍વ.ઉમેશભાઈ, સ્‍વ.બકુલભાઈ, સ્‍વ.ગિરીશભાઈ તથા કિરીટભાઈ બનેસિંગભાઈના માતુશ્રી તથા નિતીનભાઈ (ભોલાભાઈ) હરિસિંગભાઈ જાદવ તથા મહેન્‍દ્રભાઈ (બકાભાઈ) કલ્‍યાણસિંહભાઈ જાદવના કાકીનું તા.૨૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩૦ના રોજ ગુરૂવારે ૪ થી ૬ કલાકે કારડીયા રાજપૂત સમાજવાડી, મવડી ચોકડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

લલિતભાઈ પંચમીયા

રાજકોટઃ નાના હડમતિયા નિવાસી હાલ રાજકોટ સ્‍વ.અમૃતલાલ ભાઈચંદ પંચમિયાના પુત્ર સ્‍વ.લલિતભાઈ (ઉ.વ.૫૮) તે સંગીતાબેનના પતિ અને ધવલના પિતાશ્રી તે સ્‍વ.જયંતીલાલ ભાઈચંદભાઈ પંચમિયા અને ભૂપેન્‍દ્રભાઈ ભાઈચંદભાઈ પંચમિયાના ભત્રીજા તે ભરતભાઈ (પાર્થ કેટરર્સ), ભારતીબેન નિતેશભાઈ વાલાણી, ચંદ્રિકા (ચાર્મી) વિરલભાઈ મહેતા, ઉષા (આરતી) વિરલભાઈ શાહના મોટાભાઈને બેલાબેન પરેશકુમાર માવાણી, સંજીવભાઈ, જગદીશભાઈ, નીતિનભાઈ, પ્રીતિ (પારૂલ), સંજયકુમાર વોરાના પિતરાયભાઈ તે રેશમ, ગોરલ, શ્રુતિ, વિધિ, યશ, પાર્થ, જય, વિકી, વત્‍સલના મામા તે ભવ્‍યના ભાઈજી તે સ્‍વ. ચત્રભુજભાઈ, જવેરભાઈ, હરગોવિંદભાઈ રામજીભાઈ સોમૈયાના ભાણેજનું તા.૨૬ને શનિવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧/૭ને શુક્રવાર સવારે ૯:૩૦ થી ૧૦ સુધી તથા પ્રાર્થનાસભા સવારે ૧૦ કલાકે રાખેલ છે. સ્‍થળ વિરાણી વાડી, કોઠારીયા નાકા, રાજકોટ

કુસુમબેન કામાણી

રાજકોટઃ દશાશ્રીમાળી સ્‍થાનકવાસી જૈન લાઠી નિવાસી હાલ મુંબઈ સ્‍વ.રમણીકલાલ જગજીવનદાસ કામાણીનાં ધર્મપત્‍નિ કુસુમબેન રમણીકલાલ કામાણી (ઉ.વ.૭૫) તે સ્‍વ.કમળાબેન અમૃતલાલ શાહના પુત્રી, જયેશભાઈ, મનીષભાઈ, મિતેશભાઈ, અલ્‍કાબેન દિપકભાઈ લાખાણી, મનીષાબેન રાજીવભાઈ ઉદાણી, ભાવિકાબેન મયુરભાઈ કામદાર, બિનાબેન મયુરભાઈ રૂપાણી, વિરલબેન દર્શીતભાઈ મગીયા, મેઘનાબેન હેમલભાઈ દેસાઈનાં માતુશ્રી તેમજ રાજુલબેન, સોનલબેન, ભારતીબેનનાં સાસુશ્રી, તેમજ સ્‍વ.હસુમતીબેન ધીરજલાલ કામાણી, કંચનબેન અજમેરા, કાંતાબેન પારેખ, નિર્મળાબેન દોશી, મીતાબેન દામાણીનાં ભાભીશ્રી તે સ્‍વ.છબીલભાઈ, પ્રફુલભાઈ, અનસુયાબેન દેસાઈ, મંજુબેન દેસાઈનાં બેન તા.૨૮ને મંગળવારનાં રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૩૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫, ઉતોપીયા બેન્‍વેટ્‍સ, સહકાર સિનેમા પાસે, તીલકનગર, ચેંબુર, મુંબઈ ખાતે રાખેલ છે.

કુસુમબેન પરમાર

રાજકોટઃ રાજકોટ નિવાસી કુસુમબેન પરમાર (ઉ.વ.૭૦) તેઓ હેમતલાલ શામજીભાઈ પરમારના પત્‍નીનું તા.૨૬ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે શ્રી નૂતન સર્વોદય કો.ઓ.હાઉસીંગ સોસાયટી લિમિટેડ, કાલાવડ રોડ પોસ્‍ટ ઓફિસ સામે, જલારામ પેટ્રોલપંપ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૯૭૯૮ ૬૨૨૦૦, મો.૯૯૦૪૩ ૪૬૫૩૩

ગોદાવરીબેન ખખ્‍ખર

રાજકોટઃ ગોદાવરીબેન એલ.ખખ્‍ખર (ઉ.વ.૯૨)જે જયકિશનભાઇ તથા હસુમતીબેન પ્રફુલભાઇ તન્નાના માતુશ્રી તથા નિરજ પી.તન્ના, મિહીર પી. તન્નાના નાનીમાંનું દુઃખદ અવસાન તા.૨૮ના રોજ થયેલ છે. જેમની પ્રાર્થના સભા તા.૩૦ને ગુરુવારે સાંજે ૫થી ૬ કલાકે પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

ભારતીબેન સવજીયાણી

રાજકોટઃ ભારતીબેન શાંતિલાલ સવજીયાણી (ઉ.વ.૬૧)તે શ્રી શાંતિલાલ જમનાદાસ સવજીયાણી (ધ્રાફાવાળા)ના ધર્મપત્‍નિ તથા મયુરી યતીનકુમાર પાંઉ તથા શ્વેતાબેનના માતૃશ્રી તથા ઝીણાભાઇ વીઠલાણી (બીલખાવાળા)ની દિકરીનું તા.૨૯ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સ્‍વર્ગસ્‍થનું બેસણું તથા પીયરપક્ષની સાદડીનું તા.૩૦ગુરુવારના રોજ બપોરે ૪થી ૬ કલાકે સવજીયાણી દેવ મંદિર, સ્‍ટેટ બેંકની બાજુમાં, ૅઘ્રાફા(જામજોધપુર, જિ. જામનગર) ખાતેથી રાખવામાં આવેલ છે.