Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020
દામનગરના નિવૃત ટેલીફોન કર્મચારી પ્રેમજીભાઇ સોલંકીનું અવસાનઃ ચક્ષુદાન

દામનગરઃ નિવૃત ટેલીફોન કર્મચારી એસપીઓ પ્રેમજીભાઇ મગનભાઇ સોલંકીનું તા.ર૪ ના રોજ દેહાવસાન થયેલ છે. સદગતની ઇચ્છાનુસાર ચક્ષુદાન તેના પુત્રો ચિરાગભાઇ સોલંકી અને તેજસભાઇ સોલંકી દ્વારા કરીને વ્યકિત દૈહીક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ વિચારો રૂપે જન જનમાં જીવંત રહે સદગતના ઉમદા ઉદાર વિચારો જયોત સે જયોત જલાતે ચલોની પંકિતને સાર્થક કરી છે. સદગતના ઉમદા વિચારોની સર્વત્ર સરાહના કરતી અનેકો સામાજીક સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા સદગતના પરીવારને મરણોતર સન્માન પત્ર અર્પણ કરાયા હતા.

કેશોદ ક્રિષ્ના સ્કૂલના ટ્રસ્ટી નાથાભાઇ ગજેરાનું અવસાન : શાળા પરિવારમાં શોક

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા. ર૮ : નહેરૂનગર સ્થિત ક્રિષ્ના સ્કૂલ ટ્રસ્ટી નાથાભાઇ મુળજીભાઇ ગજેરા (ઉ.વ. ૬૭)નું ગત તા. ર૪ ને ગુરૂવારના રોજ અવસાન થતાં શાળા પરિવારે શોકની લાગણી વ્યકત કરેલ છે. ટ્રસ્ટી-સંચાલક વિરલભાઇ રામાણીએ જણાવેલ કે, સંપૂર્ણ આધ્યાત્મીક ધરાવતા સ્વ. નાથાભાઇ ગજેરાનું જીવન સમગ્ર શાળા પરિવાર માટે પ્રેરણાદાયી હતું. શાળાની પ્રગતિ માટે સંસ્થાને હંમેશા માર્ગદર્શન મળતું રહેલ છે. તેઓશ્રીના આદેશો, સિદ્ધાંતો , સાત્વીક વિચાર ધારા તથા અવિરત વરસાવેલ પ્રેમ, લાગણી, અવિસ્મરણીય બની રહેશે. સ્વ. નાથાભાઇ ક્રિષ્ના સ્કૂલના ગણીત શિક્ષક તારકભાઇ ગજેરાના પિતાશ્રી થાય છે. સદ્ગતના શોકમાં સંસ્થામાં કાર્યરત ઓનલાઇન શિક્ષણકાર્ય એક દિવસ માટે બંધ રાખી સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, સ્ટાફ સહિત શાળા પરિવારે બે મીનીટ મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પેલ હતી.

મૂળ મહારાષ્ટ્રના જમનાબેન ખરાબેનું અવસાનઃ ટેલીફોનિક બેસણું

રાજકોટ : મૂળ છીપેવાડા નીવાસી તા.લાખની, જી.ભંડારા (મહારાષ્ટ્ર) હાલ રાજકોટ નિવાસી  ગં.સ્વ.જમનાબેન રામચંદ્ર ખરાબે તે સ્વ. રામચંદ્ર લક્ષ્મણ ખરાબેના ધર્મપત્ની, તે અશોકભાઇ, મોહનભાઇ તથા વિલાસભાઇ ખરાબેના માતુશ્રી તથા પકન સાર્વે ગુંથારા (તા.જી.ભંડારા)ના દિકરીનું તા.ર૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું આજે તા.ર૮ના સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે આદીત્ય હાઇટસ બિલ્ડીંગ નં.એચ.ફલેટનું ૧૦ર, જય ગોપાલ ચોક, સાધુવાસવાણી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. વિલાસભાઇ ખરાબે -મો. ૯૩૭૭પ ૯૦૦૯૭

સારસ્વત બ્રાહ્મણ રેલ્વેના નિવૃત ટીટીઆઇ હરિલાલ લહેરૂનું અવસાન : શુક્રવારે સાંજે ૪ થી ૬ ટેલિફોનીક બેસણું

રાજકોટઃ સારસ્વત બ્રાહ્મણ રેલ્વેના નિવૃત ટીટીઆઇ હરિલાલ દુર્લભજી લહેરૂ (ઉ.વ.૮૦) તેઓ રસિકભાઇ લહેરૂના મોટા ભાઇ અને કાંતિભાઇ, ભીખુભાઇ તથા પ્રભુદાસભાઇના નાના ભાઇ તેમજ મિલનભાઇ, દેવાંગભાઇ લહેરૂ, હીનાબેન, લીનાબેન અને પ્રજ્ઞાબેનના પિતાશ્રી અને રેખાબેનના પતિનું તા. ૨૮/૧૨ના દુઃખદ અવસાન થયું છે. સદ્દગતની સ્મશાન યાત્રા બપોરે ત્રણ કલાકે તેમના નિવાસ સ્થાન 'કૃતિક', બ્લોક નં. ડી-૨૫, મણીનગર-૪, રૈયા રોડ રામેશ્વર હોલવાળી શેરી રાજકોટ ખાતેથી નીકળી હતી. 

હરિલાલ લહેરૂ નિવૃતીકાળમાં સતત ધર્મપારાયણ અને સરળ-સાદગીભર્યુ જીવન જીવતાં હતાં. હસમુખા અને મળતાવડા સ્વભાવને કારણે અડોશ પડોશમાં પણ ખુબ ચાહના ધરાવતાં હતાં. સતત સ્વસ્થ, તંદુરસ્ત રહેતાં હતાં અને આજે સવારે અચાનક ફાની દુનિયા છોડી દીધી હતી. લહેરૂ પરિવારે વટવૃક્ષ સમાન વડિલ ગુમાવતાં ગમગીની છવાઇ ગઇ હતી. સદ્દગતનું ટેલિફોનીક બેસણું હાલના સંજોગોને ધ્યાને રાખી શુક્રવારે ૩૧મીએ સાંજે ૪ થી ૬ રાખેલ છે. (દેવાંગ લહેરૂ-મો.૯૮૭૯૫ ૭૭૦૩૩)

અવસાન નોંધ

નરોત્તમદાસ શાહ

રાજકોટઃ શાહ પ્રભુદાસ કરસનજીનાં પુત્ર નરોત્તમદાસ પ્રભુદાસ શાહ (બાલાભાઈ) (ઉ.વ.૭૫) તે કવિતા મહેતા, બિન્દી કોટક, મેઘા શાહના પિતાશ્રી તથા રાજનભાઈ મહેતા અને મયુરભાઈ કોટકના સસરાનું તા.૨૭ને રવિવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

ડો.હરેન્દ્રભાઈ મહેતા

રાજકોટઃ મૂળ બગસરા, હાલ રાજકોટ નિવાસી રાજગોર બ્રાહ્મણ ડો.હરેન્દ્રભાઈ ગોવીંદજીભાઈ મહેતા (ઉ.વ.૬૮) તે સરોજબેનનાં પતિ તથા સુનિલભાઈ, યોગેશભાઈ તથા જયશ્રીબેન કમલેશભાઈ  પંડયાના પિતાશ્રી તથા મણીશંકરભાઈ (બગસરા), ભાનુશંકરભાઈ, સ્વ.હસુમખભાઈ (કેશોદ), ધનસુખભાઈ, દિનેશભાઈ તથા ચંપાબેન (બગસરા)નાં ભાઈનું તા.૨૭ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૧ને ગુરૂવારે, ગોલ્ડન પાર્ક-૨, રવિરત્નપાર્ક પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

લલિતકુમાર છાટબાર

ગોંડલઃ બ્રહ્મક્ષત્રિય લલિતકુમાર ચુનીલાલ છાટબાર (ઉ.વ.૬૬) તે સ્વ.પ્રવિણભાઇ નાનાભાઇ તેમજ અશોકભાઇ તથા ગિરિશભાઇના મોટાભાઇ, મનિષભાઇ પરિતોષ, અક્ષય, નીજુના દાદાનું તા.૨૭ના અવસાન થયું છે ટેલિફોનિક બેસણું તા.૨૮ સોમવાર સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે મો.નં.૯૪૨૬૯ ૭૭૬૮૯

શાંતિલાલ ધીગાણી

ધોરાજીઃ શાંતિલાલ રામજીભાઈ ધીગાણી (ઉંમર વર્ષ ૭૭) મોટીમારડ વાળા તે અજયભાઈ શાંતિલાલ ધીગાણી તેમજ અમિતભાઈ શાંતિલાલ ધીંગાણીના પિતાશ્રીનું તા.૨૬ને શનિવારના રોજ  અવસાન થયેલ છે ટેલિફોનિક બેસણું તારીખ ૨૮ ને સોમવારના રોજ રાખવામાં આવેલ છે અજયભાઈ મો.નં. ૯૮૨૫૧ ૪૯૭૧૬, અમિતભાઈ મો. ૯૪૨૭૧ ૫૫૧૮૭.

સુલોચનાબેન દવે

ધોરાજીઃ શ્રી સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મૂળ ભીમોરા હાલ ધોરાજી નિવાસી સુલોચનાબેન નરેન્દ્રલાલ દવે (ઉ.વ. ૭૪) તે સ્વ. નરેન્દ્રલાલ ગણપતલાલ દવેના ધર્મપત્ની તથા સ્વ. નૌતમલાલ જી દવે (જુનાગઢ)ના નાનાભાઈના પત્ની તેમજ પરેશભાઈ દવે (શેર બ્રોકર), નયનાબેન તથા ભાવનાબેનના માતુશ્રી તથા રશ્મિકાંતભાઈ (આચાર્ય ડેરવાણ) ભાસ્કરભાઈ(જીજીઆરસી) તથા અતુલભાઇ નૌતમલાલ દવે (જીએસએફસી) વડોદરા ના કાકી, અને વિરેનકુમાર પુરોહિત તથા મુકેશકુમાર પુરોહિતના સાસુ તથા મુળ શિવરાજગઢ હાલ રાજકોટ સ્વ.રતિલાલ ગોરધનદાસ ભટ્ટના બહેનનું તા. ૨૬ને શનિવારના રોજ જુનાગઢ  અવસાન થયેલ છે ટેલિફોનિક બેસણું અને સંયુકત સાદડી ધોરાજી નિવાસસ્થાને તા. ૩૧-ને ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. પરેશભાઈ દવે મો.૯૮૨૪૪૨૪૯૭૬, ૮૮૪૯૮ ૪૭૪૪૭.

કૃષ્ણબા જાડેજા

મોરબીઃ મોટાભેલા માળિયા (મી.) કૃષ્ણબા જટુભા જાડેજા તે સુરુભા લધુભા જાડેજા (રીટા. ઓડીટર એ જી ઓફીસ રાજકોટ) ના ભાભી, સહદેવસિંહ (રીટા.એસટી), હસમુખસિંહ (રીટા એસટી) અને વનરાજસિંહ (રીટા. રેંજ ફોરેસ્ટ ઓફિસર) ના માતૃશ્રી, તેમજ રાજેન્દ્રસિંહ સુરુભા જાડેજા અને હરદેવસિંહ સુરુભા જાડેજાના ભાભુ તથા ભગીરથસિંહ (પોલીસ કોન્સ્ટેબલ), દિવ્યરાજસિંહ, મેહુલસિંહ, હરશ્યામસિંહ (પીજીવીસીએલ), રામદેવસિંહ (પોલીસ કોન્સ્ટેબલ), રાજપાલસિંહ, રવિરાજસિંહ (આઈસીઆઈસીઆઈ બેંક), રાજવીરસિંહના દાદીમાંનું તા.૨૨ના રોજ અવસાન થયું છે.

વિલાસકુંવરબા ઝાલા

મોરબીઃ મૂળ ગામ સરધારકા હાલ મોરબી વિલાસકુંવરબા સુરૂભા ઝાલા તે સ્વ. સુરૂભા મેરૂભા ઝાલા (રેલ્વે)ના પત્ની તેમજ કિશોરસિંહ, પૃથ્વીરાજસિંહ અને નરેન્દ્રસિંહના માતૃશ્રી તેમજ મનુભા નટુભા ઝાલા (નિવૃત એએસઆઇ રાજકોટ પોલીસ), સ્વ. અનિરુદ્ઘસિંહ (પીડબલ્યુડી) અને સ્વ. રવીન્દ્રસિંહ ઝાલાના કાકી તેમજ જયેન્દ્રસિંહ, પુનીતસિંહ, હર્ષદસિંહ, પ્રતિપાલસિંહ અને પુષ્પરાજસિંહના દાદી તેમજ સ્વ. દાજીરાજસિંહ ધીરૂભા જાડેજા (ચાચાવદરડા) અને જયેન્દ્રસિંહ ભરતસિંહ ગોહિલ (ભાવનગર)ના સાસુમાનું તા.૨૬ના રોજ દુખદ અવસાન થયેલ છે.

અરૂણભાઈ દોશી

રાજકોટઃ જેતપુર નિવાસી અરૂણભાઈ અમૃતલાલ દોશી (ઉ.વ.૭૪) તે રૂપાબેનના પતિ, તેમજ સ્વ.શિરીષભાઈ અને અશોકભાઈના ભાઈ તેમજ વિદુલાબેન, જયોતિબેન અને રેખાબેનના ભાઈનું જેતપુર મુકામે દુઃખદ અવસાન થયું છે.

શારદાબેન પરમાર

રાજકોટઃ મુકેશભાઈ રણછોડભાઈ પરમારના ધર્મપત્નિ શારદાબેન (ઉ.વ.૪૨) તે અજય પરમાર, રવિ પરમાર, મનિષા તથા શિલ્પાબેન દિપકકુમાર ભલગામા માતુશ્રીનું તા.૨૬ને શનિવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા.૨૮ સોમવાર સાંજે ૪ થી ૬ નિવાસસ્થાન લાખાજીરાજ ઉદ્યોગનગર, શેરી નં.૭, ચુનારાવાડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૮૮૪૯૬ ૭૪૪૭૦

જયેશભાઈ ટોળીયા

રાજકોટઃ મુળ વાંકાનેર નિવાસી હાલ રાજકોટ જયેશભાઈ રસીકલાલ ટોળીયા (ઉ.વ.૬૪) તે નિરવ ટોળીયાના પિતાશ્રી, લલીતભાઈના ભાઈ, પદમાબેન પારેખ (લંડન), જયશ્રીબેન જુઠાણીના ભાઈ તથા અતુલભાઈ શેઠના વેવાઈ તા.૨૬ને શનિવારના રોજ અરિહંત શરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૮ સોમવાર સાંજે ૪ થી ૬ કલાકે વર્તમાન સંજોગોને ધ્યાનમાં લઈ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિરવ જયેશભાઈ ટોળીયા (પુત્ર) મો.૯૪૦૮૭ ૫૧૭૮૭, લલીતભાઈ ટોળીયા (મોટાભાઈ) મો.૮૪૦૧૮ ૦૦૮૦૧, જયશ્રીબેન જુઠાણી (મોટા બહેન) મો.૯૪૨૬૯ ૮૬૦૭૩, અતુલભાઈ શેઠ (વેવાઈ) મો.૯૪૨૬૨ ૫૪૮૮૮, પદમાબેન પારેખ (મોટા બહેન) લંડન.

જયંતભાઈ સાંગાણી

રાજકોટઃ દશા સોરઠીયા વણિક જયંતભાઈ ત્રંબકલાલ સાંગાણી (ઉ.વ.૬૬) તે નવીનભાઈ, શશીકાંતભાઈ, જીતેન્દ્રભાઈ તથા નીર્મલાબેન જયંતીલાલ માંડવીયા, મંજુલાબેન અશોકકુમાર ગોરશીયા, હંસાબેન હસમુખરાય શેઠ તથા કિરણબેન કિશોરકુમાર ધોળકીયાના ભાઈ તથા અરવિંદભાઈ જયંતીલાલ ધ્રુવના બનેવી, ધરા પ્રિયાંકકુમાર ઘીયા, ચિંતનના પિતાશ્રી જલ્પાબેનના સસરા તથા ભરતભાઈ મગનભાઈ ઘીયા, શરદભાઈ માંડવીયાના વેવાઈ તે તા.૨૭ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૮ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. ચિંતન મો.૭૩૫૯૦ ૦૦૦૮૦, નવીનભાઈ મો.૬૩૫૧૭ ૧૦૩૭૧, શશીકાંતભાઈ મો.૭૩૮૩૧ ૪૬૫૯૫, જીતેન્દ્રભાઈ મો.૭૦૪૩૮ ૯૩૫૭૬

ઉર્મિલાબેન પરીખ

રાજકોટઃ મોઢ વણિક સ્વ.પ્રતાપભાઈ પી.પરીખના ધર્મપત્નિ ગં.સ્વ.ઉર્મીલાબેન પ્રતાપભાઈ પરીખ (ઉ.વ.૮૯) તે મનીષભાઈ (મો.૯૮૯૮૬ ૧૩૨૬૭) (રીધ્ધી ફેબ્રીકસ), સુરજભાઈ મો.૯૪૨૭૨ ૫૬૩૯૭ (ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ), બીનાબેન મુકુંદરાય મહેતા, રીટાબેન રાજેન્દ્રકુમાર પરીખ, હિનાબેન મનીષકુમાર મણીયારના માતુશ્રીનું તા.૨૭ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૮ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ધનકુંવરબેન ટાંક

રાજકોટઃ ધનકુંવરબેન પ્રવિણચંદ્ર ટાંક (ઉ.વ.૮૩) તે ચેતનભાઇ, મિનાક્ષીબેન, સ્મિતાબેન, તથા સુનિતાબેનના માતાશ્રી તા.૨૬ના અવસાન પામેલ છે. તેમનુ ટેલિફોનિક બેસણું આજે તા.૨૮ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે મિનાક્ષીબેન મો.નં.૯૮૭૯૫ ૬૭૬૯૪ તથા ચેતનભાઇ મો.નં.૭૬૨૨૯ ૧૫૭૪૦ છે.

તુલશીદાસભાઇ કાનાબાર

રાજકોટઃ મૂળ કેશોદ નિવાસી હાલ રાજકોટ તુલશીદાસ મુળજીભાઇ કાનાબાર તે સ્વ.ધીરજબેન કાનાબારનાં પતિ, તથા રમેશભાઇ અને જગદીશભાઇના પિતાશ્રીનું તા.૨૬ના અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. ટેલિફોનિક ઉઠમણું તા.૨૮ને સોમવારે બપોરે ૪ થી પ રાખેલ છે તે ભીખાલાલ જમનાદાસ કાવાવાડાનાં બનેવીની સાદડી તા.૨૮ના સાંજે ૪ થી પ કેશોદ મુકામે રાખેલ છે.

યુગલકિશોર પાઠક

રાજકોટઃ નિવાસી શ્રી જગદીશ અબોટી બ્રાહ્મણ સ્વ. યુગલકિશોર તુલજાશંકર પાઠક (ઉ.વ.૬૨) તે દિનેશભાઇ તથા અશ્વિનભાઇના નાનાભાઇ તથા ચંંદ્રકાન્તભાઇ તથા હરેશભાઇના મોટાભાઇ તથા ભાસ્કરભાઇના પિતાશ્રી તા.૨૬ના રોજ સવારે ૪:૩૦ વાગ્યે શ્રીજીચરણ પામેલ છે. સદગતનું બેસણું તા.૩૧ ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬, કોરોના મહામારીને કારણે ટેલીફોનીક રાખેલ છે. દિનેશભાઇ ૯૬૩૮૨ ૨૦૮૧૪, અશ્વિનભાઇ ૯૨૨૮૩ ૬૯૯૦૯, હરેશભાઇ ૯૯૨૫૧ ૨૮૫૦૩

હિંમતભાઇ અજમેરા

રાજકોટઃ પોરબંદર નિવાસી હાલ રાજકોટ શ્રી હિંમતભાઇ અમૃતલાલ અજમેરા (ઉ.વ.૫૭) (શૈલ એન્જીનીયર્સ-શાપર) તે શ્રી ચંદ્રકાન્તભાઇ (મુંબઇ) તથા સ્વ. બીપીનભાઇ નાનાભાઇ ઉન્નતી તથા તન્મયના પિતાશ્રી, રાજુ એન્જીનીયર્સ વાળા સ્વ. ચંદ્રકાન્તભાઇ દોશી, કિશોરભાઇ દોશી તથા રાજુભાઇ દોશીના બનેવી તા.૨૭ના રોજ અરિહંત શરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ને મંગળવારે સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે.

કનકબેન પંચોલી

રાજકોટઃ આટકોટના ઔ.ગુ.સાડા ચારસો બ્રાહ્મણ વિનોદરાય લાભશંકર પંચોલીનાં પત્ની કનકબેન (ઉ.વ.૬૮) જે હિતેષભાઇ તથા હર્ષાબેન એસ.વ્યાસના માતૃશ્રી તથા પ્રણવના દાદીમાં તેમજ નટવરલાલ એફ.જોષી સ્વ. પ્રહલાદભાઇ એફ.જોષીના બેનનું તા.ર૪નાં અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૮ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નિલકંઠભાઈ દવે

વેરાવળઃ નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ નિલકંઠભાઈ મોરારજીભાઈ દવે (ઉ.વ. ૬૫) તે અમીતભાઈ, ભાવિકભાઈ, મીરાબેનના પિતાશ્રીનું તા. ૨૬ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તા. ૨૮ સોમવારે ૩ થી ૫ રાખેલ છે.

શશીકાન્તભાઈ વ્યાસ

જૂનાગઢઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ શશીકાન્તભાઈ જીવરામભાઈ વ્યાસ (નિવૃત કોર્ટ, ઉ.વ. ૬૫) તે હેમલભાઈ (વડોદરા કોર્ટ)ના પિતા તથા મહિપતભાઈ અને મહેન્દ્રભાઈના ભાઈ તેમજ કેતનભાઈના કાકા તથા ભાર્ગવભાઈના મોટાબાપુજીનું તા. ૨૬ના વડોદરામાં અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૨૮ના સાંજે ૪ થી૫ કલાકે નિવાસસ્થાન બ્લોક નં. ૨૦૧, રવિરાજ એપાર્ટમેન્ટ, આલ્ફા સ્કૂલ-૨ સામે, લક્ષ્મીનગર, જૂનાગઢમા રાખેલ છે.