Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021
સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પૂર્વ મંત્રી-જૂની પેઢીના ગાંધીવાદી કાર્યકર મનુભાઈ મહેતાનો દેહવિલય

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલાઃ તાલુકાના મોલડી ગામના વતની અને કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળના પ્રમુખ તથા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ-રાજકોટના પૂર્વ મંત્રી મનુભાઈ કલ્યાણજીભાઈ મહેતાનો આજે તા. ૨૭ શનિવારે દેવવિલય થયો છે.

સાવરકુંડલા તાલુકાના ઘડવૈયા સ્વ.મુ. લલ્લુભાઈ શેઠના વિશ્વાસુ સાથીદાર આજીવન સેવાના ભેખધારી અને પોતાનું સમગ્ર જીવન ખાદી સંસ્થાઓને સમર્પિત કરી દેનારા મનુભાઈ કલ્યાણભાઈ મહેતાનું આજે વહેલી સવારે પંચાણુ વર્ષની ઉંમરે નિધન થયુ છે. મનુભાઈ મહેતા પોતાની નાદુરસ્ત તબીયતના કારણે છેલ્લા દોઢેક માસથી ગાંધીનગર ખાતે તેમના પુત્રને ત્યાં રહેતા હતા. ત્યાં આજે વહેલી સવારે અંતિમશ્વાસ લીધા હતા.

સ્વ. મનુભાઈ મહેતા સાવરકુંડલા તાલુકામાં સ્વ. મુ. લલ્લુભાઈ શેઠના વિશ્વાસુ સાથીદારથી પોતાની સેવા પ્રવૃતિની શરૂઆત કરી ગુજરાત ખાદીગ્રામ સંસ્થાના પ્રમુખ, ગુજરાત ખાદી અને કે.વી.સી.ના પ્રમાણપત્ર સમિતિના ચેરમેન પદે - સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ-રાજકોટના મંત્રી તરીકે સાવરકુંડલા તાલુકામાં ખાદી સંસ્થાઓનું સંચાલન કરતા, કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળના પ્રમુખ તરીકે પોતાની સેવા આપી ચૂકયા હતા. નિયમિત જીવનશૈલી અને સંતુલીત ખોરાક પદ્ધતિને કારણે ગત વર્ષે ૯૪ વર્ષની વયે તેમણે કોરોનાને મ્હાત આપી હતી. ગુજરાતની ઘણી ખાદી સંસ્થાઓમાં પોતાની સેવા આપી હતી. સ્વ. મનુભાઈ મહેતાના નિધનથી પંથકમાં ઘેરાશોકની લાગણી ફરી વળી છે. સ્વ. મનુભાઈ મહેતાની અંતિમ સંસ્કાર વિધિ તેમના કર્મસ્થળ એવા સાવરકુંડલા તાલુકાની સંસ્થા લોકશાળા ખડસલી ખાતે સાંજે ૫ વાગ્યે રાખવામાં આવી છે.

રમેશભાઈ રૂપાપરાના પિતાશ્રીનું દુઃખદ નિધનઃ ઘેરાશોકની લાગણી

રાજકોટ, તા. ૨૭ : રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના દિગ્ગજ નેતા શ્રી રમેશભાઈ રૂપાપરાના પિતાશ્રી શ્રી ધનજીભાઈ રૂપાપરાનું આજે દુઃખદ અવસાન થયુ છે. તેમની સ્મશાન યાત્રા અત્યારે બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે તેમના નિવાસસ્થાન ‘વંદે માતરમ્’ સોરઠીયાવાડી સર્કલ, રાજકોટ ખાતેથી નીકળી છે.

જૂની પેઢીના જાણીતા ડો.અમુભાઈ કારીઆનો દેહ વિલય: રામકૃષ્ણ પરમહંસના પરમ ભકત હતા, જંકશન પ્લોટમાં કલીનીક ચલાવતાઃ સોમવારે જાગનાથ મંદિરે બેસણું

રાજકોટઃ પૂજય ઠાકુરશ્રી રામકૃષ્ણ પરમહંસના અનન્ય ભકત અને જુની પેઢીના જાણીતા ડોકટર અમૃતલાલ કરશનદાસ કારીઆ (અમુભાઈ) તા. ૨૫ના રોજ નિજધામ સિધાવ્યા છે.

શ્રી અમુભાઈ કારીઆ રાજકોટમાં ૧૯૬૯ થી ૨૦૦૨ સુધી જંકશન પ્લોટમાં તેમનું કલીનીક ચલાવતા હતા. તેમના અત્યંત માનવતાવાદી અને નિર્મળ સ્વભાવના કારણે લોકોમાં ખૂબજ આદરભર્યું સ્થાન ધરાવતા હતા.

તેઓ શ્રી રામકૃષ્ણ પરમહંસ (ઠાકુર)માં ખૂબ જ આસ્થા ધરાવતા હતા અને શ્રી ઠાકુરના ઉપદેશોને તેઓએ પોતાની જીંદગીનો મંત્ર બનાવી લીધો હતો. તેઓની વ્યસ્ત કારકિર્દી દરમ્યાન પણ ખુબજ મોટો સમય શ્રી ઠાકુરની ભકિતમાં પસાર કરતા હતા.

જીવન ચિંતક સ્વ. શ્રી વિમલાતાઈ ઠકાર અમુભાઈ માટે હંમેશા પરમશ્રધેય તથા માર્ગદર્શક રહ્યા. અમુભાઈ એક ખૂબજ ઉચ્ચ કોટીની આધ્યાત્મિક વિચારસરણી ધરાવતા હતા.

તેઓના પરિવારમાં તેમના ધર્મપત્ની ચંદ્રિકાબેન (કોટક સ્કુલ) , તેમના પુત્રી દિપ્તીબેન કારીઆ (એસબીઆઈ -અમદાવાદ), પુત્ર શ્રેયસભાઈ (કારીઆ'સ ઈગ્લીશ ઈન્સ્ટીટયુટ) તથા પુત્રી શિવાનીબેન શ્યામલભાઈ (જાણીતા એડવોકેટ)સોનપાલ, પુત્રવધુ શ્રીયાબેન (નિર્મલા સ્કુલ), પૌત્ર અભય, દોહિત્રી ડો.બાંસુરી સોનપાલ તથા દોહિત્ર શૈવલ નથવાણી છે. સદગતનું બેસણું રાજકોટના જાગનાથ મંદિર ખાતે તા.૨૯ સોમવારના રોજ સાંજના ૪ થી ૬ રાખવામાં આવેલ છે.

અવસાન નોંધ

રતનબેન નકુમ

વાંકાનેર : જોડીયા નિવાસી કારડીયા રજપૂત રતનબેન માવસંગ નકુમ (ઉ.વ.૮૮) તે સ્વ. માવસંગભાઇ રૂપસંગભાઇના ધર્મપત્ની તથા સ્વ. જોરસંગભાઇ રૂપસંગભાઇ નકુમના ભાભી તથા હરિસિંહભાઇ નકુમ, ભરતભાઇ નકુમ, પ્રદીપભાઇ નકુમ તથા હંસાબેન પ્રભાતસિંહ પઢીયાર (જુનાગઢ) ના માતુશ્રીનું તા. ર૬ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ર૯ સોમવારના સાંજે ૪ થી પ તેમના નિવાસ સ્થાને વકીલ શેરી ખાતે રાખેલ છે. મો. નં. ૯૯૦૯૪ ૪૭૦૪૭, મો. ૯૪ર૯૧ ૧૮૬પ૦

શાંતાબેન કડેચા

રાજકોટઃ (મુળ ગામ લજાઈ) વાળા ગુર્જર સુથાર સ્વ.જેન્તીલાલ માધવજીભાઈ કડેચાના ધર્મપત્નિ શાંતાબેન જેન્તીલાલ કડેચા (ઉ.વ.૭૮) તે વિનોદભાઈ કડેચા, હર્ષાબેન મનસુખભાઈ તલસાણીયા, છાયાબેન પ્રતાપભાઈ વડગામા, રીટાબેન જયેન્દ્રભાઈ સાંકડેચાના માતુશ્રી અને મોરબીવાળા કેશવજી કલ્યાણજી છનિયારાની દીકરીનું તા.૨૬ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું બેસણું તા.૨૭ને શનિવારે સાંજે ૪ થી ૫:૩૦, ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.

રેખાબેન રાઠોડ

રાજકોટ નિવાસી (હાલ મહેસાણા) અ.સૌ.રેખાબેન રમેશચંદ્ર રાઠોડ (ઉ.વ.૭૧) તા.૨૫ના ઇશ્વરધામ પામેલ છે, ટેલીફોનીક બેસણું આજે તા.૨૭ને શનીવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. જીજ્ઞેશ મો.નૅ.૯૭૩૭૬ ૯૮૮૧૦, વિરેન મો.નં.૯૭૭૩૦ ૧૧૫૩૨

હંસાબેન લાખાણી

ભાણવડ : સ્વ. પ્રભુદાસ ધરમશીભાઇ  લાખાણીના ધર્મપત્ની હંસાબેન (ઉ.વ.૮ર) તે સ્વ. કિર્તીભાઇ, દિલીપભાઇ, ધર્મેન્દ્રભાઇના માતુશ્રી તથા પાર્થ, રૂપેના દાદીમાં તેમજ સ્વ. તુલસીદાસ જેસંગ પાંઉની (પોરબંદરવાળા) પુત્રી તા. ર૬ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી તા. ર૭ મીને શનિવારે સાંજે ૪ થી ૪.૩૦ કલાકે.શ્રી જલારામ વાડીમાં (વેરાડ નાકા બહાર) ભાઇઓ તથા બહેનોનું સાથે રાખેલ છે.

મધુબેન રાવલ

રાજકોટ : સ્વ. રતિલાલ વલ્લભરામ રાવલના પત્ની ગં. સ્વ. મધુબહેન રાવલ (ઉ.૭૬) તે બીપીનભાઇ, હિતેષભાઇ, ભદ્રેશભાઇ તથા મીનાબહેનના માતુશ્રીનું તા. ર૬ મીએ અવસાન થયું છે. તેમનું બેસણુ તા. ર૯ ના સોમવારે સાંજે ૪ થી ૬, ગંગેશ્વર મહાદેવ મંદિર, એસ. કે. ચોક, ગાંધીગ્રામ ખાતે રાખ્યું છે.  

હરેશભાઇ ચૌહાણ

આટકોટ :.. લુહાર હરેશભાઇ રમણીકભાઇ ચૌહાણ (ઉ.૪૭) તે સ્વ. રમણીકભાઇ છગનભાઇ ચૌહાણના પુત્ર, સ્વ. મનુભાઇ અને સુરેશભાઇના ભાઇનું તા. ર૬ ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ર૯ ના સાંજે ૩ થી પ ગ્રામ પંચાયત ઓફીસની સામે આટકોટમાં તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

 

મનહરદાસભાઈ  કતિરા

રાજકોટઃ પોરબંદર નિવાસી હાલ રાજકોટ ઠા.કતિરા મનહરદાસભાઈ નરસીદાસ (ઉ.વ.૮૩) તે ભાવેશ કતિરા (નાગેશ પેટ્રોલીયમ), અક્ષય કતિરા (શ્રીજી એન્ટરપ્રાઈઝ), રક્ષિતા દિલીપકુમાર ઉનડકટ, હાર્દિકા પરેશકુમાર સોઢાના પિતાશ્રી અને શુભમ, પ્રેક્ષા, હિતાશ્રીના દાદા તા.૨૬ના શ્રીજીચરણ પામ્યા છે. તેમનું બેસણું તા.૨૯ સોમવારે સાંજના ૪ થી ૫ કલાકે ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી મેઈન રોડ, સાધુવાસવાણી રોડ ખાતે રાખેલ છે.

રાજેશભાઇ રાવલ

રાજકોટઃ નિવાસી રાજેશભાઇ ગીરધરભાઇ રાવલ તેઓ ગીરધરભાઇ મનસુખભાઇ રાવલના પુત્ર તથા મયુરીબેન રાવલના પુત્ર તથા મયુરીબેન રાવલના પતિ તેમજ પ્રિન્સ અને કપીલના પિતાનું તા.૨૬ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સદગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મો.૯૧૭૩૩ ૭૦૪૫૬

સંતોકબેન પંડયા

રાજકોટઃ કેશોદ નિવાસી જગદીશ અબોટી બ્રાહ્મણ ગં.સ્વ. શ્રીમતી સંતોકબેન (લાભુબેન) લક્ષ્મીશંકર પંડયા તે સ્વ. લક્ષ્મીશંકર ઓધવજી પંડયાના ધર્મપત્નિ તેમજ શ્રી પ્રકાશભાઇ તથા અશ્વિનભાઇ (રાજકોટ) જયોત્સનાબેન તથા ભારતીબેનના માતુશ્રી શ્રી કનકભાઇ ગઢીયા (રાજકોટ) શ્રી વિશ્વેસભાઇ ત્રિવેદીના સાસુમાંનું તા.૨૫ના રોજ અવસાન થયેલ સદગતનું બેસણું તા.૨૯ને સોમવારના રોજ તેમના નિવાસ સ્થાન આંબાવાડી બગીચાની બાજુમાં કેશોદ ખાતે બપોરે ૪ થી ૬ રાખેલ છે.

મનહરલાલ કતીરા

રાજકોટઃ પોરબંદર નિવાસી હાલ રાજકોટ ઠા. મનહરલાલ નટવરલાલ કતીરા (ઉ.વ.૮૩) તે ભાવેશ કતિરા(મો.૯૯૭૪૨ ૩૫૮૮૪) (નાગેશ પેટ્રોલીયમ) અક્ષય કતીરા (શ્રીજી એન્ટરપ્રાઇઝ) મો. ૯૮૭૯૦ ૧૦૯૭૫, રક્ષીતા દિલીપકુમાર ઉનડકટ, હાર્દિકા પરેશકુમાર સોઢાના પિતાશ્રી અને શુભમ, પ્રેક્ષા, હિતાક્ષીના દાદા તા.૨૬ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૯ને સોમવારે સાંજના ૪ થી ૫ ચંદ્રમોલેશ્વર  મહાદેવ મંદિર જનકપુરી મેઇન રોડ, સાધુવાસવાણી રોડ ખાતે રાખેલ છે.