Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022
રાજકોટના સિનીયર એડવોકેટ ભારતીબેન ઓઝાના ભાઈ રમેશભાઈનું દુઃખદ અવસાન

રાજકોટઃ શ્રી રમેશભાઈ રમણીકલાલ ઓઝા તે ભારતીબેન રમણીકલાલ ઓઝા (એડવોકેટ) ઓનરરી સુપ્રીન્‍ટેન્‍ડન્‍ટ દશાશ્રીમાળી હોસ્‍પીટલ રાજકોટના મોટાભાઈનું તા. ૨૫-૧-૨૦૨૨ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલની કોવિડની પરિસ્‍થિતિના કારણે રૂબરૂ મળવાને બદલે તેમનો શોક સંદેશ ભારતીબેન ઓઝા (એડવોકેટ)ના મો. ૯૮૨૫૬ ૨૭૭૩૨ ઉપર પાઠવવો.

 

નિવૃત્ત ભાષા નિયામક કે.બી.વ્યાસના ધર્મપત્ની અને પત્રકાર અશ્વિન વ્યાસના માતુશ્રીનું નિધન

  •  

    રાજકોટ : રાજ્યના ભૂતપૂર્વ ભાષા નિયામક કાંતિલાલ બી. વ્યાસના ધર્મપત્ની તથા ગાંધીનગરના ભૂતપૂર્વ કોર્પોરેટર અને અકિલાના પત્રકાર અશ્વિન વ્યાસ 'કુકર' (મો. ૯૮૨૫૦ ૩૯૦૪૯), વિધાનસભાના દંડક શૈલેષ વ્યાસ (મો. ૯૮૨૪૩ ૫૧૯૦૪), શિક્ષિકા રેખાબેન વ્યાસ, કામીનીબેન મહેતા અને કાશ્મીરાબેન વ્યાસના માતુશ્રી મધુબેન વ્યાસ (ઉ.૮૧)નું આજે શુક્રવારે વહેલી સવારે ગાંધીનગર ખાતે દુઃખદ અવસાન થયેલ છે. તેમની અશ્રુભીની અંતિમયાત્રા આજે સવારે તેમના નિવાસસ્થાન પ્લોટ નં. ૩૫૨, સેકટર ૧૨-સી ગાંધીનગર ખાતેથી નીકળેલ. જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ જોડાયા હતા. (કાંતિભાઇ વ્યાસનો મો. ૯૮૨૫૦ ૩૩૦૭૪)

    સ્વ. મધુબેન વ્યાસ ખૂબ જ ધાર્મિક, લાગણીશીલ અને માયાળુ વૃત્તિના હતા. ટુંકી બિમારી બાદ તેમણે અંતિમ શ્વાસ ખેચતા દુઃખની લાગણી છવાઇ ગઇ છે.

ભાવનગરના સેવાભાવી ઇસ્માઇલભાઇ રંગવાળાની વફાતઃ શનિવારે જીયારત

ભાવનગરઃ દાઉદી વ્હોરા ઇસ્માઇલભાઇ (ઉ.વ.૭૮) તે મર્હુમ હાજી મોહંમદઅલી એહમદઅલી રંગવાળાના પુત્ર જૈતુનબેનના પતિ મુસ્તફાભાઇ, મુર્તઝાભાઇના પિતા સૈફુદીનભાઇ, હાતીમભાઇના કાકા મ.શબ્બીરભાઇ, મ.જાફરભાઇ, મ.સફીયાબેન (ધંધુકા) મ.જૈતુનબેન (મહુવા) ફાતેમાબેન (તળાજા) નફીસાબેન (દિલ્હી) મ.સલમાબેન (તળાજા)નાભાઇ તા.ર૭ના વફાત થયેલ છે. મર્હુમની જીયારત (કુરાન ખ્વાની)શનીવારના રોજ સવારે ૧૧.૩૦ કલાકે મહંમદીબાગ નારીયેળવાળી વખાર ભાવનગર ખાતે રાખેલ છે. શોક સંદેશા માટે મુસ્તફાભાઇ મો.૯૮ર૪ર ૦૦ર૦૦, મુર્તઝાભાઇ મો.૯૮ર૪૭૦૦૭૦૦. સદગત ઇસ્માઇલભાઇ ભાવનગરમાં અનેક સંસ્થા વ્યકિત સાથે વર્ષોથી જોડાઇ યથાશકિત મુજબ સેવા કાર્ય કરતા હતા. ખાસ કરીને ભાવનગર જમાતમાં તેઓ અવ્વલ ખીદમતગુજાર હતાં જેમાં તેઓએ અનેકાએક કાર્યોમાં હોંશભેર જોડાતા ભાવનગર દાઉદી વ્હોરા સમાજમાં શોકભીની લાગણી પ્રસરી ગઇ હતી.

વિસાવદર રાજગોર બ્રહ્મસમાજના અગ્રણી નાથાભાઇ મહેતાનું અવસાન

વિસાવદર : રાજગોર બ્રહ્મ સમાજના અગ્રણી નાથાભાઇ હરીભાઇ મહેતા (ઉ.વ.૭૦) તે શૈલેષભાઇ, ડો. જનકભાઇ, અશ્વિનભાઇના પિતાશ્રી તથા જીજ્ઞેશભાઇ નિલેશભાઇના મોટા બાપુજી તથા બાલુભાઇના મોટાભાઇનું તા. ર૮ ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૩૧ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અવસાન નોંધ

કાન્તાબેન મેઘનાથીનું  અવસાન

જુનાગઢ : મેંદરડા તાલુકાના દાત્રાણા નિવાસી કાન્તાબેન કાળુગીરી મેઘનાથી ઉ.૭પ તે સ્વ. મનસુખગીરી તથા ભરતગીરીના માતુશ્રીનું તા. ર૪ ના અવસાન થયેલ છે. ભેડારો શકિતપૂજન તા. ૩ ને ગુરૂવારના રોજ દાત્રાણા ખાતે રાખેલ છ

રંજનબેન હિંડોચા

રાજકોટઃ ગોંડલ નિવાસી સ્વ.ઠા. લીલાધરભાઈ નાગજીભાઈ હિંડોચા કાનાવડાળા વાળાના પુત્ર ઠા.લલિતકુમાર હિંડોચા રજવાડી ટ્રેડિંગ કંપની માર્કેટીંગ યાર્ડ ગોંડલ વાળાના ધર્મપત્નિ રંજનબેન લલિતભાઈ હિંડોચા (ઉ.વ.૫૮) તે કલ્પેશભાઈ, હિરેનભાઈ, નિશાબેન દેવાણી કેશોદવાળા તથા જલ્પાબેન રાડીયા રાજકોટવાળાના માતુશ્રી તા.૨૭ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૮ શુક્રવારના રોજ લોહાણા મહાજન વાડી મહાદેવ વાડી ગોંડલ ખાતે સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે. પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે. લલીતભાઈ મો.૯૮૭૯૮ ૭૪૨૨૨, બ્રહ્માણી નગર, ગુંદાળા ચોકડી, ગોંડલ.(૩૦.૨)

નરશીભાઈ ચૌહાણ

રાજકોટઃ લોધિકા મોચી નરશીભાઈ શાંતિભાઈ ચૌહાણ (ઉ.વ.૬૬) તે મહેશભાઈ તથા ઘનશ્યામભાઈના પિતાશ્રી તેમજ નરેન્દ્રભાઈ, નિતીનભાઈના મોટાભાઈનું તા.૨૪ને સોમવારના રોજ અવસાન થયેલ છે.(૩૦.૨)

દામોદરદાસ નિમાવત

રાજકોટઃ મોરબી નિવાસી દામોદરદાસ છબીલદાસ (ઉ.વ.૭૮) જે પંકજભાઈ તથા મહેશભાઈ નિમાવતના પિતાશ્રી તેમજ હરજીવનદાસ, હસમુખરાય, કિશોરચંદ્ર, ભરતભાઈના મોટાભાઈ તેમજ શારદાબેન (નથુવડલા), ચંદ્રિકાબેન (વઢવાણ)ના મોટાભાઈ તથા મણીલાલ પ્રભુદાસ (ભડીયાદ), માણેકદાસ માધવદાસ (મૂળી)ના ભાણેજ તેમજ જાગૃતિબેન અને દક્ષાબેનના પિતાશ્રીનું તા.૨૬ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૮ને સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.(૩૦.૨)

અનસુયાબેન વસાણી

રાજકોટઃ ગં.સ્વ.અનસુયાબેન મગનલાલ વસાણી (ઉ.વ.૮૭) તે સ્વ.મગનલાલ પોપટલાલ વસાણીના ધર્મપત્નિ પ્રમોદભાઈ, મુકેશભાઈ, દીપકભાઈ વસાણી, મીનાબેન કમલેશકુમાર કાનાબારના માતુશ્રી તથા સ્વ.કાળીદાસ ઓધવજી ધનેશાના પુત્રી તા.૨૫ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૨૮ શુક્રવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રમોદભાઈ વસાણી મો.૯૪૨૬૯ ૮૮૯૯૦, મુકેશભાઈ વસાણી મો.૯૮૨૫૧ ૯૫૯૨૨, દીપકભાઈ વસાણી મો.૯૯૧૩૧ ૩૪૨૯૫

દિવાળીબેન રૂપારેલીયા

રાજકોટઃ જેતપુર નિવાસી દિવાળીબેન રૂપારેલીયા તે સ્વ.કાંતિલાલ લીલાધર રૂપારેલીયાના ધર્મપત્નિ, સ્વ.રમણીકભાઈના ભાભી, શશિકાંતભાઈના માતુશ્રી થાય (રઘુવંશી મંડળી તેમજ લોહાણા મહાજનના જેતપુરના ઉપપ્રમુખ)  તેમજ પ્રંશાતભાઈ અને આકાશભાઈના દાદીમાનું તા.૨૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થની સ્મશાન યાત્રા તા.૨૮ના સવારે ૯ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નિકળી હતી. સદ્દગતનું ટેલીફોનીક બેસણું શુક્રવાર તા.૨૮ના સાંજે ૪ થી ૬ શશિભાઈ મો.૯૪૨૬૯ ૩૦૪૪૦, પ્રશાંતભાઈ મો.૯૪૨૬૪ ૮૦૪૪૦, જયુબેન મો.૯૮૭૯૮ ૪૮૭૩૮, પુજાબેન મો.૯૪૨૭૫ ૦૫૧૮૪

પ્રકાશભાઈ જોબનપુત્રા

રાજકોટઃ પ્રકાશભાઈ ધીરજલાલ જોબનપુત્રા (મુ. વાંકાનેરવાળા) તે સ્વ. ધીરજલાલ શાંતિલાલ જોબનપુત્રાના જયેષ્ઠ પુત્ર, તે નિતેષભાઈ તથા ચંદ્રેશભાઈ તથા ભાવનાબેન નવિનકુમાર વિઠ્ઠલાણીના મોટાભાઈ, તે હિમાલી-હેનીલના પિતાશ્રી, તે શુભમ-પ્રેમના ભાઈજી, તે હિંમતલાલ ધીરજલાલ રાજપોપટ (ભાવનગરવાળા)ના જમાઈશ્રી તા. ૨૬ના શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનિક પ્રાર્થનાસભા (ઉઠમણુ) તથા પિયરપક્ષની સાદડી તા. ૨૮ને શુક્રવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે. નિતેશભાઈ મો. ૮૪૬૯૫ ૫૬૪૬૫, હેનિલભાઈ મો. ૭૭૭૯૦ ૭૧૧૯૦, ચંદ્રેશભાઈ મો. ૮૧૫૪૦ ૦૬૬૨૧, વિપુલભાઈ મો. ૯૮૭૯૩ ૨૧૧૮૬, રાજુભાઈ મો. ૭૬૨૩૦ ૭૯૬૯૩

શારદાબેન માવાણી

રાજકોટઃ કોલીથડ નિવાસી (હાલ મહેસાણા) સ્વ. વસંતલાલ છગનલાલ માવાણીના ધર્મપત્ની શારદાબેન વસંતલાલ માવાણી (ઉ.વ. ૮૫) તે બકુલભાઈ (મસ્કત), પંકજભાઈ તથા બીનાબેન મનિષકુમાર શાહના માતુશ્રી, તે સ્વ. જગન્નાથ કાલીદાસ બાઘડા (શાહ)ના પુત્રી તથા સ્વ. નાથાલાલ અને સ્વ. વિનુભાઈ બાઘડાના બહેન તા. ૨૬ના મહેસાણા મુકામે અરિહંતશરણ પામેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૨૯ના શનિવારે સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. બકુલભાઈ મો. ૯૧૦૬૨ ૦૨૩૧૫, પંકજભાઈ મો. ૯૮૨૪૦ ૫૮૨૦૭, બીનાબેન મો. ૯૬૮૭૫ ૨૬૫૫૮, રોહિણીબેન મો. ૯૬૮૯૭ ૭૮૧૨૯૨, ગીતાબેન મો. ૯૦૯૯૬ ૬૯૮૮૯

રજનીભાઈ દવે

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ રજનીભાઈ ભાઈશંકર દવે (ઉ.વ. ૬૫) મૂળ તળાજા (હાલ ભિલાઈ) તે નરેન્દ્રભાઈ, નવિનભાઈ, કૌશિકભાઈ તેમજ મંજુબેન, યોગિનાબેન, મનોરમાબેન, હસુમતિબેન અને જયશ્રીબેનના ભાઈ, જ્યોતિબેન અને અમૃતાબેનના પિતા તેમજ સ્વ. ભીખાલાલ ઈશ્વરલાલ જોષી (ટાટાનગર)ના જમાઈનું તા. ૨૭ના અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણુ તા. ૨૯ને શનિવારે બપોરે ૩ થી ૫ રાખેલ છે. નવિનભાઈ મો. ૯૪૨૮૭ ૮૮૭૯૫, રમેશભાઈ મો. ૯૯૨૫૦ ૩૮૩૮૮, જયકરભાઈ મો. ૭૫૬૭૧ ૯૪૪૭૭, અશોકભાઈ મો. ૯૮૨૫૦ ૭૧૯૫૧

ઉમેશભાઈ યાદવ

જૂનાગઢઃ યાદવ ઉમેશભાઈ ધનજીભાઈ (ઉ.વ. ૫૨) તે અરવિંદભાઈ, સુમનભાઈ, જગદીશભાઈના નાનાભાઈ તથા શુભમભાઈ અને નિષિતભાઈના પિતાશ્રીનું તા. ૨૬ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૨૮ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન 'યાદવ નિવાસ', હાથીખાના પાસે જેલ રોડ જૂનાગઢ રાખેલ છે.

કાંતિલાલ સોલંકી

રાજકોટઃ મારૂ કંસારા સોની મુળ ભુજવાળા સ્વ.નાનજીભાઈ પ્રાગજીભાઈ બગાના જમાઈ તથા જગુભાઈ, હસુભાઈ, હીરાબેન, ઈન્દુબેનના બનેવી સ્વ.કાંતિલાલ માધવજી સોલંકી (તોડાવાળા) ભુજ મુકામે તા.૨૬ના રોજ અવસાન પામેલ છે.

દિપકભાઈ ઠાકર

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ.દિપકભાઈ જયસુખલાલ ઠાકર (ઉ.વ.૫૬) તે સ્વ.જયસુખલાલ કેશવલાલ ઠાકરના પુત્ર તેમજ બિહારીભાઈ કેશવલાલ ઠાકરના ભત્રીજા તેમજ સંજયભાઈના ભાઈ તેમજ કનકરાય મહેતાના જમાઈનું  તા.૨૬ના રોજ કૈલાશવાસ થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૨૯ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યે તેમના નિવાસસ્થાને રાખેલ છે. બિહારીભાઈ ઠાકર મો.૯૯૨૪૧ ૬૦૬૬૭, સંજયભાઈ ઠાકર મો.૯૭૬૯૯ ૪૨૭૮૭, બિનાબેન ઠાકર મો.૮૧૪૦૬ ૯૪૫૦૬

મંજુલાબેન વલેરા

રાજકોટઃ નિવાસી સ્વ.મંજુલાબેન વિનોદરાય વલેરા (ઉ.વ.૭૨) સ્વ.વિનોદરાય પ્રાણજીવન વલેરાના પત્ની તથા ભાવેશના મમ્મી, જાજલ વસંતભાઈ, નટવરભાઈ, હિંમતભાઈ, બાલાભાઈના બહેનનું તા.૨૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોીનક બેસણું તા.૨૮ના સાંજે ૫ થી ૭ કલાકે રાખેલ છે. ભાવેશભાઈ મો.૭૮૭૪૩ ૮૮૬૨૮, પ્રવિણભાઈ મો.૭૦૬૯૬ ૦૪૩૦૩, હિતેશભાઈ મો.૯૯૦૪૭ ૦૦૦૭૭, અલ્પેશભાઈ મો.૯૮૨૪૪ ૭૫૭૮૬

પ્રેમીલાબેન ચાવડીયા

રાજકોટઃ સ્વ.પ્રેમીલાબેન માધવજીભાઈ ચાવડીયાનું તા.૨૬ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૮ શુક્રવાર સાંજે ૪ થી ૬ શીતલ પાર્ક એરપોર્ટ પટી મેલડી માતાજીના મંદિર સામે (ઓમ કારેશ્વર મહાદેવ મંદિર), ભરતભાઈ માધવજીભાઈ ચાવડીયાના માતુશ્રી (રેલ્વે કર્મચારી), ચાવડીયા વિજયભાઈ માતુશ્રી (પૂર્વ બક્ષીપંચ મોરચાના વોર્ડ નં.૨ના મહામંત્રી) મરછાભાઈ કરણાભાઈ સિંધવના બહેનશ્રી (રેલ્વે કર્મચારી), રાજેનભાઈ કરણાભાઈ સિંધવના બહેનશ્રી (રાજકોટ શહેર ભાજપ કિશાન મોરચાના મંત્રી શ્રી, રાજ વિદ્યાલયના સંચાલક), અરજણભાઈ કરણાભાઈ સિંધવના બહેન (દ્વારકાધિશ ફાસ્ટફૂડ), પ્રશાંતભાઈ રાજેનભાઈ સિંધવના ફઈબા (આર.કે.ફાયનાન્સ, આર.કે. ફાસ્ટફૂડ), પારસભાઈ રાજેનભાઈ સિંધવના ફઈબા (સેમસંગ મોબાઈલ કંપની), રાહુલભાઈ મોહનભાઈ સિંધવના ફઈબા (બજરંગ પાન એન્ડ કોલ્ડડ્રીંકસ)

દેવાંશ ચાવડા

ઉપલેટાઃ હાલ પોરબંદરના ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતીના સ્વ.જયેશભાઇ (જમ્બાભાઇ) પ્રભુદાસભાઇ ચાવડાના પૌત્ર દેવાંશુ પુનીતભાઇ ચાવડા (ઉ.વ.૩)નું તા.રપ-૧-મંગળવારે અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું મો.૯૯૭૯ર ૬પર૮૭ ઉપર રાખેલ છે.

પારૂલબેન વાઘમશી

ગોંડલઃ આહીર કુ.પારૂલબેન નાનાલાલ વાઘમશી તે મનોજભાઇ અને રજનીભાઇના બહેનનું તા.ર૬-૧-ર૦રરના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૮-૧-ર૦રર સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન (મો. ૯૮રપ૧ ૦૦૯૭૮) પર રાખેલ છે.

કિરીટકુમાર પુરોહીત

ગોંડલઃ સોરઠીયા શ્રી ગોડ માળવીય બ્રાહ્મણ મુળ સીદસર હાલ ગોંડલ સ્વ.મનસુખલાલ ગટુલાલ ભટ્ટના જમાઇ કિરીટકુમાર જયસુખભાઇ પુરોહીત (૬૪)નું તા.રપ-૧-ર૦રરના રોજ મુંબઇ અવસાન થયેલ છે. તે ભરતભાઇ (આરએમએસ) જૈમીનભાઇ ભટ્ટ (એલઆઇસી)ના બનેવીનું તા.ર૮-૧-રરને શુક્રવારના રોજ બપોરે ૩-પ શ્રી ત્રમ્બકેશ્વર મહાદેવના મંદિરે ટેલીફોનીક બેસણું રાખેલ છે.

મંજુલાબેન મહેતા

રાજકોટ : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મંજુલાબેન રમણીકલાલ મહેતા (ઉ.વ.૮૨) (નિવૃત્ત શિક્ષિકા શાળા નં. ૬૩ દેવપરા, રાજકોટ) તે સ્વ. રમણીકલાલ ભાઇશંકર મહેતાના ધર્મપત્નિ અને સ્વ. પ્રકાશ, કિરણ તથા અતુલ, રાજેશ અને નીતાબેનના માતુશ્રી તેમજ ભાવિનના દાદીમાનું તા. ૨૭ ના ગુરૂવારે અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. ૨૯ ના શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન 'પિતૃકૃપા', રામનગર-ર, શેરી નં. ૩, છેલ્લી શેરી, હુડકો ચોકડી પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે. રાજુભાઇ મહેતા મો.૯૯૨૫૧ ૫૨૧૬૧ નો સંપર્ક કરી શકાશે.

પરેશકુમાર વાગડીયા

જામનગર : જામનગર મુળ ધોરાજી હાલ જામનગર ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ પરેશકુમાર હરીશંકર વાગડીયા ઉ.વ.પ૭ (ખાણ ખનીજ જામખંભાળીયા) તે સ્વ. હરીશંકર વેલજીભાઇ વાગડીયાના પુત્ર, નિરૂપામાબેન વાગડીયા (પૂર્વ મહિલા પ્રમુખ સમસ્ત બ્રહ્મસમાજ, જામનગર) ના પતિ, તપન વાગડીયા (શ્રી રામ ફાયનાન્સ રાજકોટ) નિયતી વાગડીયાના પિતા  તથા પાયલબેનના સસરાનું તા. ર૮ ના અવસાન થયેલ છે.

ઇન્દુબેન ગાંધી

જેતપુર : સ્વ. રમણીકલાલ રણછોડદાસ ગોકળ ગાંધીના ધર્મપત્ની ઇન્દુબેન (ઉ.વ.૮પ) તે ભરતભાઇ, ઉદયભાઇ, ધીરેન્દ્રભાઇના માતુશ્રી, નીકિતાબેન, ચાંદનીબેન, અવનીબેનના દાદીમા તા. ર૮ ના રોજ અવસાન પામેલ છે. તેમનું  ટેલીફોનીક બેસણું તા. ર૯ શનિવારના રોજ ૪ થી પ રાખેલ છે.

પરસોતમભાઇ ગોહીલ

રાજકોટઃ મુકેશ બાબુલાલ ગોહીલના મોટાભાઇ તથા નીરજ પરસોતમભાઇ ગોહીલના પિતા નરેશભાઇ ચૌહાણ તથા ચંદ્રેશભાઇ રાઠોડના સસરા સ્વ. પરસોતમભાઇ બાબુલાલ ગોહીલનું તા.૨૭ ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૩૧ સોમવારે સાંજે ૪થી ૬ તેમના નિવાસ  સ્થાને હુડકો ડી-૧૮૫ કોઠારીયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે. નીરજ મો. ૯૯૨૪૧ ૯૫૧૨૭